Posts

Showing posts from June, 2020

Ice gola

Image
                                                      ઓયય....તારે આવવું છે ગોળા ખાવા ? ઉનાળામાં કદાચ રાતે જમીન બધાના ઘરેથી આવો અવાજ સંભળાતો હશે. ગરમીમાં ચૂસકા ભરીને બરફના ગોળા ખાવાની મજા જ અલગ છે અને ઘણી વખત તો પેટ ભરેલું હોય તો પણ એકસાથે 2-૩ પણ ખાઈ લઈએ.                                                  બરફના ગોળા ખાવાની જે મજા છે તેવી ડીશ ખાવામાં નથી તેવું મારું માનવું છે, કારણકે ફિલિંગ મહત્ત્વની છે. ગોળા ખાતી વખતે મારી બહુ જૂની ટેવ એ છે કે હું અલગ-અલગ ફ્લેવર સાથે મિસ મેચ કરીને અખતરા કરતી હોવ, ઘણી વખત આ અખતરા કરવાની મજા આવી છે તો ઘણી વાર બરફનો ગોળો પરાણે પણ પૂરો કરવો પડ્યો છે. જે પણ હોય બરફના ગોળા અને ગરમીનું કોમ્બિનેશન જોરદાર છે.                                                                                   આ વર્ષે પ્રિય એવા કોરોના વાઈરસને લીધે દૂર-દૂર સુધી મને તો ક્યાંય બરફનો ગોળો કે તેની લારીના દર્શન નથી થયા અને હવે તો વરસાદે પણ પધરામણી કરી લીધી છે એટલે આ વર્ષે તો ગોળા ખાવાના કોઈ ચાન્સ જ નથી એવું કહી શકાય. એવું નથી કે ગોળા માત્ર બહાર જ મળે છે ઘરે પણ બનાવી શકાય છે પ

Bald Girl

Image
                                                    શું તમે ક્યારેય કોઈ સપનાં કે ઈચ્છાઓનું લિસ્ટ બનાવ્યું છે ? લિસ્ટ બનાવીને રોજ તેને વાંચો છો કે તે પૂરું ના થયું એનો અફસોસ કરો છો ! છોકરીઓને સૌથી વધારે લગાવ તેમના વાળ અને નખ સાથે સાથે હોય છે, ઘણા સમય પહેલાં મેં વાચ્યું હતું કે માણસને  અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં અગ્નિથી વાળ અને નાખની રાખ થાય છે. તે દિવસથી મને આ બંને પ્રત્યે લગાવ ઓછો થઇ ગયો છે. દેશમાં લાગુ કરેલા લોકડાઉનનાં થોડા દિવસો પહેલાં જ હું શોર્ટ હેર કરવી આવી હતી. હેર કટિંગ મારે સૌથી પહેલાં તમારે મમ્મીને મનાવવા પડે એ પછી કામ થાય. વાળ કપાવવાનું કારણ એ હતું કે મને સમય મળતો નહોતો અને હું બહુ ઇગ્નોર કરતી હતી અને એક શોખ પણ પૂરો થઇ જાય. નસીબજોગે બે મહિનામાં મારા વાળ પાછા લાંબા થઇ ગયા. ઘરે કામ કરીને ગરમીમાં એમ જ ઈચ્છા થતી કે હું ટકલું કરાવી દઉં અને ઘણી એ વાત પર એકદમ ગંભીર હતી. પણ એઝ ઓલ્વેય્સ ઘરેથી ના પાડે ,લોકો શું વાતો કરશે કેમ કરાવ્યું, બધા કેવી રીતે જોશે ? ભાઈ, હું જે કરું છે લોકોને શું પ્રોબ્લેમ એમાં ! આમ તો આપને પશ્ચિમ દેશોની પ્રણાલીને વાગોળીએ છીએ પણ

Flower

Image
                                                હું ફૂલ છું મારો જન્મ આ પૃથ્વીના કોઈ પણ ખૂણે થાય છે, ક્યારેક હું ભગવાનના શિર પર ચડું છું, ક્યારેક હું લગ્નની વરમાળામાં ગોઠવાઉ છું, ક્યારેક હું કોઈની ગર્લફ્રેન્ડને મનાવવામાં મદદ કરું છું, ક્યારેક હું ફ્લાવર શોપની શોભા બની રહું છું, ક્યારેક હું ટીચરના હાથમાં તો ક્યારેક ડોક્ટરના હાથમાં હોવું છું, ક્યારેક હું રસોડાંમાં બનતી સ્વાદિષ્ટ વાનગીમાં પણ હાજર થઇ જઉં છું, ક્યારેક હું ધાર્મિક ક્રિયાઓમાં બેસી જઉં છું, ક્યારેક જોઈ નદીમાં કે ક્યારેક કોઈ કીચડમાં બેસી રહું છું, કોઇક મારી પર ગુસ્સો ઉતારે છે, કોઈક મારી સામે ટગર-ટગર જોઈને મને વ્હાલ કરે છે, હું કોઈકના જન્મ વખતે તો ક્યારેક મૃત્યુમાં ગોઠવાઈ જઉં છું, હું કોની સાથે પ્રવાસ કરું છું તે મને ખબર નથી, મારે બગીચામાંથી ક્યાં જવાનું છે એ ખબર નથી, હું કેટલો સમય મારા મિત્રો સાથે રહીશ તે મને ખબર નથી, હા પણ, હું સૂર્ય પ્રકાશ અને પાણી વગર મારું અસ્તિત્વ વિચારી ના શકું, પતંગિયા અને મધમાખી મારા બોયફ્રેન્ડ જેવા છે, મારી સ્ટોરી હું તમને એટલા માટે  કહું છું કે કાલે સવારે ખીલીને હું ક્યાં જઈ

Mango is my Summer love

Image
                                             ફાઈનલી, 6 દિવસ પછી આજે મારી રજા છે. છે તો ખાલી 6 જ દિવસ પણ આ સાલું મહિના જેવું લાગે છે. એવું નથી કે કામ કરવું ગમતું નથી પણ એક બ્રેક જોઈએ કે જેમાં પોતાના માટે સમય કાઢી શકીએ અને પોતાની સાથે વાતો કરી શકીએ. આ તમને ફિલ્મી લાગતું હશે પણ એક વખત અખતરો કરીને જોજો.  આજની રજા કેરીને નામ. સાંજેની રાહ જોવું છું કારણકે ત્યાં સુધીમાં મેંગો ફ્લેવર આઈસ્ક્રીમ તૈયાર થઇ જશે. મને એટલો બધો ખાવાનો કે રસોઈનો શોખ નથી, પણ આ બધુ મૂડ પર આધાર રાખે છે.  સવારે મસ્ત મહેનત કરી છે કેરીને સાચવીને આઈસ્ક્રીમનો આકાર આપવામાં. કોઈ મને પૂછે કે તમારી ફેવરિટ સિઝન કઈ ? તો હું ઉનાળો કહું. કારણ એક માત્ર કેરી. કેરી એટલે સમર લવ અને અંતરમાં વ્હાલી. જ્યાં સુધી સિઝનની પ્રથમ કેરીનો સ્વાદ ના મળે ત્યાં સુધી આમ દિલને હાશકારો ના થાય. મને ખબર છે ગયા વર્ષે હું આખો એક મહિનો રસ અને રોટલી લંચમાં લઇ ગઈ છું. કેરીની સિઝનમાં કોઈ મને આખો દિવસ તેની પર રહેવાનું કઈ કહે તો પણ આપણને કોઈ અભિમાન નહિ. કેવું અજીબ વસ્તુ છે કેટલા વર્ષો સુધી આંબાનું જતન કરીએ ત્યારે મીઠી કેરી ખાવા મળે. આ ફળ આપણને ધીરજ રાખ

BRTS Bus Diary-9

Image
                                                 રમીલાબેન                                                 ક્યારેક જો તમને એવું લાગે કે હવે જિંદગીમાં કઈ જ નથી રહ્યું બધું બોરિંગ થઇ ગયું છે.કોઈ પ્રકારનું મનોરંજન નથી રહ્યું તો એક વખત 30 વાળી ટિકિટ લઈને બીઆરટીએસમાં પહેલા સ્ટોપથી છેલ્લા સ્ટોપ સુધીની સફર કરી લેવાની. પણ જો તમે આંખો બંધ કરીને સુઈ ગયા હોવ તો કદાચ મારો આ પ્લાન કામ ન પણ કરે. ઘુમાગામની બસમાં મોટા ભાગે નહેરુનગર અને શિવરંજનીથી જ ચડનારી પબ્લિક હોય વધારે. મહિલા મંડળ 6 લોકોનું શિવરંજનીથી ચઢ્યું   પણ તેમણે તો આખી બસને હસાવી મૂકી. મહિલા મંડળમાં બે રમીલા બહેન હતા. ખબર નહી પણ તે લોકો બોલતા હતા તે પરથી એવું લાગતું હતું કે રમીલા બહેન તેમના ગ્રુપના મુખ્ય હતા. ‘રમીલા બહેન ચઢ્યા ?’ ‘અલ્યા, હા ચઢી ગઈ..’ ‘જો જો, સાચવીને પકડજો.. આ બસમાં તો બ્રેક બહુ જોશથી મારે..’ ‘હા, અલી આમાં આટલી ઝાઝી ભીડ હોય છે ? પહેલા ખબર હોત તો હું તો આવત જ નહી.’ ‘જો તો ખરા પગ મુકવાની જગ્યા પણ નથી. કોઈકનો હાથ અને કોઈકનો પગ.’ ‘આમાં તો આવું જ હોય.’ ‘મારો ફોન તમારા જોડે છે હો !’ ‘મને ક્યારે આપ્યો

BRTS Bus Diary-8

Image
                                            મિત્રતા વન્સ મોર                                               આગળ જેમ મેં જણાવ્યું તેમ એક નાની અમથી વાતને લીધે બસમાં થયેલી મિત્રતા ડગમગી રહી હતી. ઘણી વખત એવું થતું હોય છે કે હું સાચી નથી હોતી પરંતુ આ કેસમાં તો હું સાચી હતી. હું જે વિચારતી હતી કે શા કારણે   જ્યોતિનું બોલવાનું બંધ થઇ ગયું છે એ કારણ સાચું હતું.  એક રૂમ માટે થઈને એને એવું લાગ્યું હતું કે યાર મેં ફોરમને કઈ દીધું અને પછી હવે એને ના કઈ રીતે કઈ શકું. આ બધું એ એટલા માટે વિચારતી હશે કારણ કે તેને હજુ સુધી ફોરમનો સ્વભાવ ખબર નહતી. એના સગા મોટા દીદીના લગ્ન   નજીક આવી રહ્યા હતા અને બસમાં મેં એને મારી ચણ્યા ચોળીના ફોટા બતાવ્યા હતા અને એને એ ગમ્યા પણ હતા. કબાટમાં પડ્યા રહે એના કરતા કોઈ પહેરે તો પૈસા વસુલ થાય એવું મારું માનવું હતું.  મારા માસીના છોકરાના લગ્ન પણ આવી રહ્યા હતા એટલે અમે બંનેએ એક્સચેન્જ કરવાનું વિચાર્યું હતું. એક દિવસ સાંજે મેં એને ફોન કર્યો એ તારે મારે ચણ્યાચોળી જોઈતા નથી તું લેવા ન આવી ? મને એના ટોન પરથી ખબર પડી ગઈ કે રૂમવાળી વાતને લઈને હજુ તેના મગજમાં કઈક ચ

BRTS Bus Diary-7

Image
                                                                             લગ્ન કોની સાથે કરવા ? ઘણી વખત મુસાફરીમાં આપણને એવા લોકો મળી જાય છે કે ક્યારેક એમ થઇ જાય કે મુસાફરી ક્યારે પૂરી થશે ક્યારેક એમ થાય કે આ મુસાફરી પૂરી જ ન થવી જોઈએ. અહી હું તમને જે કિસ્સો કહેવાની છુ તેમાં મને આ બંને ફીલિંગ આવી હતી. મારા મગજમાં તો લગ્નની આખી વ્યાખ્યા જ બદલાઈ ગઈ જયારે એ માસી મને બસમાં મળ્યા.  સ્વાભાવિક છે આપણો સ્વભાવ લોકોને મદદ કરવાનો એટલે કોઈ બીઆરટીએસના સ્ટેન્ડનું પૂછે એટલે આપણો જવાબ ફૂલ ડીટેઇલમાં હોય, સામે ભલે ગમે તે વ્યક્તિ હોય. મને જે માસી મળ્યા એમનું પણ આવું જ હતું. એમને એમના સાસુને એમના નણંદના ઘર મુકવા જવાનું હતું સોનીની ચાલી. હવે તે પોતે રહે પ્રેરણાતીર્થ દેરાસર બાજુ એટલે આ બાજુનો વિસ્તાર તો જોયો જ ન હોય.  જોવાની વાત તો એ છે કે તે શિવરંજનીથી ચડ્યા અને ટિકિટ લીધી અંજલીથી એ પણ પાછા એક દમ બિન્દાસ થઈને. અંજલી ખાલી બસ આવે એટલે જગ્યા આરામથી મળી જાય. હું બસમાં પહેલા ચડી ગઈ અને તેમના અને તેમના સાસુ માટે જગ્યા રાખી. માસી બેઠા મારી સામે. એક્ચ્યુલી વાત તો અમારી અંજલીના સ્ટેન્ડ પર જ

BRTS Bus Diary-6

Image
                                                                                                 ક્રિસમસ ડે જાહેર રજાઓ માત્ર કોલેજ અને સ્કૂલ સુધી જ સીમિત હતી. રજાઓ એમાં પણ ખાસ કરીને વેકેશન..રિયલ જિંદગીમાં આવ્યા પછી તો તે ભૂલી જ જવાનું. વર્ષના છેલ્લા 5 દિવસ બાકી હોય એટલે બધા સેલિબ્રેશન કરવા ઉપડી પડે.  મને તો ક્રિસમસની રજા પણ નથી આપી તો ફરવા જવાની વાત તો બહુ દૂર રહી.જો હું યાદ કરું તો છેલ્લે મિત્રો સાથે કરેલો પ્રવાસ એ મારા 9માં ધોરણનો હતો. 2 દિવસ માટે ઉદયપુર લઇ ગયા હતા. એમાં પણ મને યાદ છે હું વળતી વખતે તો ચિત્રની થીયરી વાંચી રહી હતી. આખી બસ જયારે સુઈ ગઈ હતી ત્યારે ફોરમ મેડમ બીજા દિવસની વાર્ષિક પરીક્ષાનું વાંચી રહ્યા હતા. ભણેશ્રી હતી એવું નહિ પણ ચિત્રની થીયરી મારા માટે એક જંગ બરાબર હતી. દોરી દેવાનું કહો તો રેડી..પણ આ ચિત્રકારના નામ આપણાથી યાદ ન રહે.  હા તો, મુખ્ય વાત પર આવીએ. સવારે મારે કોઈ દિવસ નિરાંતના શ્વાસે તો જવાનું આવે જ નહી. એક સેકન્ડની કિંમત મને પૂછો જયારે આંખની સામેથી બસ નીકળી જાય. સવારે હાઇવે પર ઉભેલા બધા જોતા હશે કે આ નંગ રોજ દોડતી દોડતી આવે છે એમ ખબર ન પડે

BRTS Bus Diary-5

Image
મોબાઈલ ફોન પુસ્તક વાંચવાનો શોખ તો ઘણો બધો રાખું છુ પણ ટાઇમ નીકાળવામાં મારે થોડો ગણિતનો સહારો લેવો પડે છે. મારી બેગમાં ટીફીન ન આવે તો ચાલી જાય પણ એક બુક તો મુકવી પડે. બ્રેક પણ અડધા કલાકથી વધારે નથી મળતો નોકરીમાં નહિતર એવું થાય કે ચાલો બેસી જઈએ એમ.  જો કે બેસવામાં વાંધો નથી પણ હું પછી કલાક પેલા તો ઉભી જ ન થાઉં. એટલે બીઆરટીએસ બસમાં ટ્રાવેલિંગ વખતે સમય ફાળવી લઉં બાકી રાત આપડા પપ્પાની. પોલો કોહીલ્યોએ બહુ જ મસ્ત વાક્ય હમણાં લખ્યું હતું કે જો તમારે સપનાને પુરા કરવા હોય તો ઊંઘને તિલાંજલિ આપી દો. ( પણ ઊંઘ તો ઊંઘ હોય છે યાર, એમાં પણ શિયાળાની ઊંઘ એટલે તો પતી ગયું ) વાસણાની બસમાં હું મારી ભિલ્લુ બુક વાંચી રહી હતી. બુકની ભાષા સૌરાષ્ટ્રની હતી એટલે થોડું ધીમે અને ધ્યાન દઈને વાંચતી હતી.  મારી બાજુમાં એક દાદા બેઠા હતા. દાદાએ એક વખત મારા સામે જોઇને સ્મિત કર્યું   કદાચ એટલે જ કે હું ગુજરાતી સાહિત્ય વાંચી રહી હતી. પહેલેથી મને સીનીયર સીટીઝન પ્રત્યે અલગ જ માન છે. બીજી વસ્તુ જે મેં ટ્રાવેલિંગ લાઈફમાં જ નોટીસ કરી છે કે એક એવી ઉંમર પર વ્યક્તિ પહોચી જાય છે જયારે તેને સાંભળવા વાળું કોઈ નથી

BRTS Bus Diary-4

Image
                                                                                                                  ચોરી જેમ મેં પહેલા પણ કીધું હતું તેમ મારી મમ્મીને મારા જીવ કરતા ફોન વધારે વ્હાલો છે. મને અને પર્વને પહેલેથી જ વોર્નિંગ મળી ગઈ છે કે જો ફોન ખોઈને આવશો તો ઘરમાં પગ નહી મુકવા દઉં અને જો ઘરમાં આવવું હોય તો બીજા ફોનનો બંદોબસ્ત તમારે જાતે કરી લેવો.  એક કલાકની મુસાફરીમાં આપણે પોતાનો ફોન ન સાચવી શકીએ ? હવે ફોન ચોરાઈ જાય છે એમાં વાંક કોનો હોય છે તે તો નથી ખબર. પણ અમુક સ્ટોપ છે જ એવા અને ચોરી કરનાર લોકોની અલગ ટોળકી છે જે મેં મારી નજરે જોયેલી છે. ઘુમાગામની બસ નહેરુનગર જાય એટલે આખો ખેલ શરુ થાય. રોજ અપ-ડાઉન કરતા હોય તે લોકો તો મારા જેમ સાવચેત થઇ ગયા હોય કે પર્સ અને ફોનને પોતાની નજરથી દૂર કરવો નહી અને જો કદાચ નજરથી દૂર થઇ ગયો તો સમજી લેવું કે તે તમારી જિંદગીમાંથી તેમણે અશ્રુભરી વિદાય લઇ લીધી છે.   એક અઠવાડિયું તો રોજ કોઈક નો ફોન જાય કે પર્સ જાય અને મારો જીવ બળી જાય. પર્સ જેનું જાય તે લોકોનો બસ એક જ ડાયલોગ હોય કે પૈસા ગયા ચલો તેનો તો કોઈ વાંધો નથી પણ કામના ડોક્યુમેન્ટ જેમ કે

BRTS Bus Diary-3

Image
                                                                                                                                                  મહિલા સીટ નોકરીમાં તો મહિલાઓને ૩૩ ટકા અનામત આપી દીધો છે મને લાગે છે કે બીઆરટીએસ બસના મેનેજમેન્ટમાં પણ આ જ વાત ધ્યાનમાં આવી લાગી છે. બસમાં બોર્ડ તો મારી દીધા છે કે ‘ મહિલાઓ માટે આરક્ષિત ‘ ઓ’ લી કહેવત તો તમે સાંભળી જ હશે કે નિયમો તો તોડવા માટે જ બન્યા છે જ્યાં સુધી એ નિયમ તૂટે નહી ત્યાં સધી તે નિયમ નિયમ જ   ન કહેવાય. મોટાભાઈ, ઉભા થાઓ. ‘ આ સીટ લેડીઝની છે ‘ આવું બોલતા પહેલા પણ મારે વિચાર કરવો પડે. જો સામે વ્યક્તિ સારા હોય તો તો કોઈ વાંધો નહી બાકી તો આ સામે ચોંટે. પણ આમ તો સાચું કહું તો બીઆરટીએસ બસમાં હું સીટની અપેક્ષા રાખતી જ નથી. નવરાત્રીમાં તો શું રાત્રે મોડા સુધી ગરબા રમ્યા હોય એટલે પગ દુઃખે ત્યારે એક માત્ર સીટ ખાલી થાય તેનો ઇન્તઝાર રહેતો. ભણેલા લોકો ઘણા હશે પણ ગણેલા નથી એનું શું ! શુક્રવારનો દિવસ હતો. શિયાળો જેમ-જેમ નજીક આવતો જાય તેમ તેમ અંધારું વહેલું થઇ જાય. બોપલથી બસ ઉપડે એ શ્રમિક વર્ગથી ભરેલી જ હોય. એ દિવસે લેડીઝ બ