Posts

Showing posts from February, 2022

I HATE GOODBYES, THIS IS FOR YOU ISH

Image
મારી વ્હાલી ઈશશ, હું તને મૂકીને જઈ રહી છું તું મને મૂકીને જાય છે, ફિટૂસ !!! થેન્ક્સ ટુ દિવ્ય ભાસ્કર, કે જ્યાં આપણે મળ્યા. આગળથી રસ્તા બદલાઈ રહ્યા છે તો શું થઈ ગયું ! આપણા દિલનો રસ્તો તો એક જ જગ્યાએ ભેગો થાય છે. આજે બ્લોગ માટે હું ફોટા શોધતી હતી ત્યારે એમ થઈ ગયું કે ત્રણ વર્ષમાં આપણે કેટલું બધું જીવી લીધું! ભલે યુરોપ ટ્રીપમાં નથી ગયા પણ આંખ બંધ કરીને સાપુતારા યાદ કરીએ ત્યારે, વાહ!!! એમ થઈ જાય કે, ઔર જીને કો ક્યાં ચાહિયે. ગયા વર્ષે ગ્રીષ્મા માટે પણ આ જ સમયે બ્લોગ લખ્યો હતો. તું ગાંધીનગર હોય અને હું બેંગ્લોર, શું ફેર પડે??? પણ હા, બાજુમાં ખાલી સીટ જોઇને યાદ તો આવશે જ. સવારમાં સંધ્યાબેને મોકલેલા ગરમાગરમ નાસ્તા અને અઢળક વાતો. રસ્તા પર કોઈ છોકરીને ફુલ સ્પીડમાં ઓવરટેક કરતા જોઇશ ત્યારે તું યાદ આવીશ,  સાંજના સૂર્યાસ્તમાં તું દેખાઇશ,  જ્યારે પ્રકૃતિની નજીક હઈશ અને આંખ બંધ કરીશ ત્યારે તેની હવામાં તારી હાજરી જણાશે,  ઓફિસમાં પાણી પીતી વખતે તારી ચેર સામે જોઇશ,  કોઈક નવી ઇંગ્લિશ સિરીઝ જોઇશ ત્યારે તેના ડાયલોગમાં તારો અવાજ સંભળાશે, કઈક નવી આઈટમ બનાવીશ ત્યારે તેનો ફોટો મોકલીશ,  કોઈક મને તેડશે કે ગાલ પણ