Mango is my Summer love
આજની રજા કેરીને નામ. સાંજેની રાહ જોવું છું કારણકે ત્યાં સુધીમાં મેંગો ફ્લેવર આઈસ્ક્રીમ તૈયાર થઇ જશે. મને એટલો બધો ખાવાનો કે રસોઈનો શોખ નથી, પણ આ બધુ મૂડ પર આધાર રાખે છે. સવારે મસ્ત મહેનત કરી છે કેરીને સાચવીને આઈસ્ક્રીમનો આકાર આપવામાં. કોઈ મને પૂછે કે તમારી ફેવરિટ સિઝન કઈ ? તો હું ઉનાળો કહું. કારણ એક માત્ર કેરી.
કેરી એટલે સમર લવ અને અંતરમાં વ્હાલી. જ્યાં સુધી સિઝનની પ્રથમ કેરીનો સ્વાદ ના મળે ત્યાં સુધી આમ દિલને હાશકારો ના થાય. મને ખબર છે ગયા વર્ષે હું આખો એક મહિનો રસ અને રોટલી લંચમાં લઇ ગઈ છું. કેરીની સિઝનમાં કોઈ મને આખો દિવસ તેની પર રહેવાનું કઈ કહે તો પણ આપણને કોઈ અભિમાન નહિ. કેવું અજીબ વસ્તુ છે કેટલા વર્ષો સુધી આંબાનું જતન કરીએ ત્યારે મીઠી કેરી ખાવા મળે. આ ફળ આપણને ધીરજ રાખતા શીખવાડે છે કે બહુ ઉતાવળ સારી નહિ. તેનું નામ પણ કેટલું સરળ છે કે બોલવામાં પણ કોઈ તકલીફ નહિ. કેરીનો ચટકો માત્ર ઇન્ડિયા જ નહી પણ વિદેશમાં પણ છે. તેની 100થી વધારે પ્રજાતિઓ છે. ચોમાસું થોડું ચાલુ થાય એટલે દુઃખ થાય કે હવે કેરી નહિ મળે. કેરી સાથે કોઈ 2 મહિના સુધી તો જાણે માયા બંધાઈ જાય છે. આ વર્ષે જતી રહે પછી આવતા વર્ષ સુધી રાહ જોવાની.
પણ, અત્યારે તો મને ફ્રીઝરમાં રાખેલા મારા મેંગો આઈસ્ક્રીમની રાહ છે.
This comment has been removed by the author.
ReplyDelete