Posts

Showing posts from April, 2021

HAPPY BIRTHDAY ISH

Image
મારી વ્હાલી, ના મારી સૌથી વ્હાલી-ઈશુ,  આજે વધુ એક બર્થડે આવ્યો અને નવું વર્ષ બહુ બધા એડવેન્ચર સાથે તારી રાહ જોઈ રહ્યું છે. તું ફાવી ગઈ હો, આ બર્થડે પણ વર્ક ફ્રોમ હોમમાં આવ્યો. બાકી ઓફિસ કે તારા ઘરે ધામા નાખી દીધા હોત. ઓકે, તારા વિશે લખવાનું ક્યાંથી શરુ કરું? મનમાં શબ્દો ઝઘડી રહ્યા છે, ઓલો કહે પહેલા મારો વારો, બીજો કે ના હું આવીશ.  આઈ થિંક ઓફિસ ઇઝ અવર સેકન્ડ ફેમિલી. ત્યાં તમને એક પરિવાર મળે, મિત્રો મળે. અને તું તો મારા કાળજાનો કટકો છે. આપણી શરુઆતની ભોપાલની ટ્રીપ. ટ્રેનની મોજ. ત્યારે હજુ એટલું ઓળખતા નહોતા પણ આપણે મજા કરવામાં કઈ બાકી નથી રાખ્યું. જે વ્યક્તિને સૂર્યાસ્ત ગમતો હોય, તે હંમેશ મારા દિલની નજીક હોય છે. તારો સાગર ચોટલો બહુ યાદ આવે છે. તને જોઇને હું પાણી પીતી હતી ઓફિસમાં ઘરે તો યાર 8 કલાકમાં એકવાર પાણી પીવું છું.  પ્રવાસ કોને કહેવાય? જેમાં આપણે પોતાને મળીએ. બાકોર, સાપુતારા અને પાટડી. ઈશિતાની બેગમાં કપડા કરતાં ખાવાનો સામાન વધારે હોય. એ સામાન ભલે ઘરે પાછો જાય પણ ભાઈ નાસ્તો તો જોઈએ જ. અમારા મારવાડી મેડમ. ગમે તે થાય, ખાવાનું બાકી નહીં રાખવાનું. સાચું કહું શરુઆતમાં તો, મારે તને બહુ શાંત

કોરોનાવાઈરસ અને લગ્ન...લગ્ન અને સપનાં...સપનાં અને હકીકત......

Image
  લગ્ન, સાત જન્મનો સાથ, બે પરિવારનો ઉત્સવ. જે લોકોનાં લગ્ન આ મહામારી ટાઈમમાં આવ્યા કે પછી આવવાના હશે તે લોકો મન મૂકીને ગાળો આપતા હશે. અત્યારે જ આ કોરોનાને આવવું હતું? મારા જ લગ્નમાં? મારા કેટલા બધા પ્લાનિંગ હતા? આમ કરીશ, તેમ કરીશ, ફલાણું..ફલાણું.. અફસોસ એ વાતનો કરવો જે આપણા હાથમાં હોય. રહી વાત લગ્નની તો આ સમયને બીજી નજરે પણ જોઈ શકાય. 50 મહેમાનોની હાજરી. સાદાઈથી લગ્ન. પૈસાનો ધુમાડો નહિ. ઓછા માણસો હશે પણ પોતાના* હશે. રૂપિયા ઓછા ખર્ચાશે પણ આનંદ વધારે થશે.  કોરોનાટાઈમનાં લગ્ન  લગ્નનું આમંત્રણ ડિજિટલ ઓછા મહેમાનોની હાજરી માસ્કને લીધે લિપસ્ટિકનો રંગ નહિ દેખાય મંડપમાં સ્પ્રેની જગ્યાએ સેનિટાઈઝરની સુગંધ ઓછા માણસો, જમણવાર ઓછો, ખર્ચો ઓછો, FD વધારે મામેરૂ ગૂગલ પે, ફોન પે કે પછી પેટીએમમાં મોકલાય જાય ચાંદલો પણ ડિજિટલ ટ્રાન્જેક્શન લગ્ન જોવા ઝૂમ ગ્રુપ કોલિંગ ઉત્સવ નાનો, થાક ઓછો લાગશે મે.....રે......જ.... લગ્નના સપનાં બધા જોવે છે, હું જોવું છું. તમે જોવો છો, આપણે બધા જોઈએ છીએ. પણ...ફોટો આલ્બમમાં જોવો છે કે પછી દીવાલ પર એ તમારા હાથમાં છે. હું નાની હતી ત્યારથી રસ્તા પરથી કોઈની જાન નીકળે તો મમ્મીને જીદ કરુ