Posts

Showing posts from December, 2021

શિયાળાની સવાર અને ઓફિસ

Image
‘શિયાળાની સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. વહેલી સવારે ઊઠવું ગમતું નથી પણ મમ્મી ઊઠાડી જ દે છે.....’આ અમુક લાઈન હજુ યાદ છે ‘શિયાળાની સવાર’ના નિબંધની. છેલ્લા 2-3 દિવસથી કોઈ ઠંડી પડે છે (ક્યારેક વરસાદ પણ), બાપ રે..આજે તો રીટર્ન ઘેર આવતી વખતે એક્ટિવાની સ્પીડ 40 ઉપર નહોતી જતી. બધી વસ્તુઓ ‘થોડી’ હોય ત્યારે ગમે એ ‘અતિ’ બની જાય એટલે એના પ્રત્યે વિચાર પણ બદલાઈ જાય.  ‘મિરેકલ ઓફ ધ મોર્નિંગ’ બુક વાચ્યા પછી, આઈ બીકેમ મોર્નિંગ પર્સન. હવે આંખ પહેલાં ખુલે છે પછી અલાર્મ વાગે છે. એક્ટિવાની જોડે ઊભી રહું એટલે એવું લાગે કે એ મારી રાહ જોત હતું કે ‘ચલ ફોરમ, આપણી સફર ચાલુ.’ 30 મિનિટ એ આપણો ‘મી ટાઈમ.’ સિલેક્ટેડ સોંગ, ખુલ્લું આકાશ, માથા પરથી જતું પ્લેન, વગર કામના હોર્ન મારતા લોકો, સિગ્ન પર ઊભા રહીને આજુબાજુના લોકોની આંખ વાંચવી...અને બીજું ઘણું બધું. શરુઆતમાં હું ઓફિસ જતી વખતે રસ્તામાં બહુ બધી વિચારતી..પણ  હવે ફિક્સ છે....સોંગ ગાવાના અને તેની રીધમમાં પગ પણ ડોલે. સિગ્નલ આવે એટલે મિરરમાં કાજલ ચેક કરવાની. ખોટું નહીં બોલું પણ આઈ એમ ગુડ ઓબ્ઝર્વર. રોજ હું ઘણા બાઈક જોવું છું. જેમાં સાઈડમાં ટિફિન લગાવ્યું હોય અને