Posts

Showing posts from July, 2023

સંસારનાં ઝરણાંમાં પ્રેમરૂપી નાવડી

Image
આજે ખબર નહીં પણ અચાનક મને લખવાનું મન થઈ ગયું. બેંગ્લોરનું વાતાવરણ હજુ પણ મને સમજવામાં નથી આવતું અને વાદળા તો આમ માથા પરથી ચાલતા હોય. ગમે ત્યારે વરસાદ આવી જાય અને ગમે ત્યારે તડકો. જ્યારે કપડાં ના સૂકાતા હોય ત્યારે મસ્ત તડકો નીકળે. સ્કૂલમાં લુચ્ચો વરસાદ કરીને ગુજરાતીમાં એક પાઠ આવતો હતો. આ સાચે એવો જ વરસાદ છે.  આજે બેઠા-બેઠા વિચારતી હતી કે છેલ્લા 2 વર્ષમાં તો ઘણું બધું બદલાઈ ગયું છે. લગ્ન પછી જીવન બદલાઈ જાય છે? લગ્ન પછી વ્યસ્ત થઈ જવાય છે કે પછી નવરા? લગ્ન પહેલાં દરેક છોકરીઓ તેના કમ્ફર્ટ ઝોન એટલે કે ઘરમાં હોય છે. લગ્ન પછી બધું બદલાઈ જાય છે. હમણાં થોડા દિવસ પહેલાં મારી એક દોસ્તે મને મેસેજ કર્યો હતો..કે તું જોબ પણ કરે છે, ઘરમાં કોઈ કામવાળા રખાયા નથી, કોઈ કૂક નથી આવતો, પેન્ટિંગ કરે છે, યોગ કરે છે, કથક ક્લાસ જોઈન કર્યા, સવારે રોજ નવી કોલમ (રંગોળી) બનાવે છે.આ બધું કેવી રીતે મેનેજ કરે છે? મને તો કઈ જ આવડતું નથી. લગ્ન પહેલાં પણ હું કદાચ એવી જ હતી. જોબ કરતા હોઈએ એટલે મમ્મી કઈ કામ જ ના કરવા દે. તું થાકીને આવી હઈશ, બેસ ને શાંતિથી હું કરું છું. અને પછી અચાનક બધું માથે આવે ત્યારે શું થાય!!! જવાબદારી,