Posts

Showing posts from March, 2022

નારી તું નારાયણી

Image
મેસેજ અને સ્ટેટસનો ઢગલો. ઓહ યસ..આજે તો 8 માર્ચ ઇન્ટરનેશનલ વીમેન્સ ડે. દરેક ઘરમાં રહેતી દેવીને મારા નમન. સ્ત્રી તું મહાન છે, તારી તોલે કોઈ ના આવે. સાલું ખબર જ ના પડી ક્યારે એક છોકરીમાંથી સ્ત્રી બની ગયા ! કોઈકની બહેન, કોઈકની દીકરી, કોઈકની ગર્લફ્રેન્ડ, કોઈકની પત્ની, કોઈકની વન સાઈડ લવર, કોઈકની દોસ્ત તો કોઈકની દાદી-નાની.  સવાર પડે એટલે કોઈ પણ સ્ત્રીને કહેવું નથી પડતું કે આજે તારે શું કામ કરવાનું છે ! ઘરનું કામ હોય કે ઓફિસનું કામ..બધું હસતા મોઢે કરવાનું. પોતાની ઈચ્છા પહેલાં બીજાની ખુશીને મહત્ત્વ આપતી સ્ત્રીને એટલું જ કહેવું છે કે, તારા માટે જીવવાનું ક્યારેય ના ભૂલતી. ક્યારેય નહીં. 'મી ટાઈમ ઈઝ ઈમ્પોર્ટન્ટ.' સ્ત્રી એટલે પક્ષીઓના કલરવથી શરૂ થતી સવાર, સ્ત્રી એટલે પરિવારની આજુબાજુ ફર્યા કરતી લાગણી, સ્ત્રી એટલે પ્રેમનો અખૂટ દરિયો, સ્ત્રી એટલે ઘરની રોનક,  સ્ત્રી એટલે 9 મહિના પેટમાં સાચવેલા બાળકની જનની, સ્ત્રી એટલે ખળખળ વહેતુ કરુણાનું ઝરણું,  સ્ત્રી એટલે પરિવારનું ગૌરવ, સ્ત્રી એટલે તેના પતિનું પર્મેનન્ટ એડ્રેસ, સ્ત્રી એટલે રસોઈની કલાકાર,  સ્ત્રી એટલે આ દુનિયામાં આપણને લાવનારી દુનિયાની સૌથી સ