Bald Girl

                                                   

શું તમે ક્યારેય કોઈ સપનાં કે ઈચ્છાઓનું લિસ્ટ બનાવ્યું છે ? લિસ્ટ બનાવીને રોજ તેને વાંચો છો કે તે પૂરું ના થયું એનો અફસોસ કરો છો !

છોકરીઓને સૌથી વધારે લગાવ તેમના વાળ અને નખ સાથે સાથે હોય છે, ઘણા સમય પહેલાં મેં વાચ્યું હતું કે માણસને  અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં અગ્નિથી વાળ અને નાખની રાખ થાય છે. તે દિવસથી મને આ બંને પ્રત્યે લગાવ ઓછો થઇ ગયો છે.

દેશમાં લાગુ કરેલા લોકડાઉનનાં થોડા દિવસો પહેલાં જ હું શોર્ટ હેર કરવી આવી હતી. હેર કટિંગ મારે સૌથી પહેલાં તમારે મમ્મીને મનાવવા પડે એ પછી કામ થાય. વાળ કપાવવાનું કારણ એ હતું કે મને સમય મળતો નહોતો અને હું બહુ ઇગ્નોર કરતી હતી અને એક શોખ પણ પૂરો થઇ જાય.

નસીબજોગે બે મહિનામાં મારા વાળ પાછા લાંબા થઇ ગયા. ઘરે કામ કરીને ગરમીમાં એમ જ ઈચ્છા થતી કે હું ટકલું કરાવી દઉં અને ઘણી એ વાત પર એકદમ ગંભીર હતી. પણ એઝ ઓલ્વેય્સ ઘરેથી ના પાડે ,લોકો શું વાતો કરશે કેમ કરાવ્યું, બધા કેવી રીતે જોશે ?

ભાઈ, હું જે કરું છે લોકોને શું પ્રોબ્લેમ એમાં ! આમ તો આપને પશ્ચિમ દેશોની પ્રણાલીને વાગોળીએ છીએ પણ અમુક વસ્તુમાં પાછળ પડી જઈએ છીએ.

એકવાર મારે માથાનો બહાર ઓછો કરવો છે, વાળ વગર પોતાને જોવી છે અને મને ખબર છે એ દિવસ આવશે ક્યારેક !

તમારી પણ આવી કોઈ જબરદસ્ત ઈચ્છા છે ખરી !

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ