Posts

Showing posts from June, 2021

હજુ કેટલા માસૂમ ફૂલ ચૂંથાશે?

Image
  હવે એક એવો સમય આવી ગયો છે કે હેડલાઈન હોય કે નોટિફિકેશન આવે તો હું વાંચી નથી શકતી અને સ્વાઇપ કરી દઉં છું. રેપનાં કેસ રોજ આપણી સામે આવે છે, વાંચીએ છીએ, વિચારીએ છીએ અને પછી પૂરું. રેપનાં આરોપીની સજા વિશે ખબર છે? એને જામીન મળે કે નહીં એ ખબર છે? ચલો એ જવાદો, આ ઘટના પછી એ માસૂમની જિંદગી સાથે શું થાય છે એ ખબર છે? ન્યૂઝમાં નામ કે બીજો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી પણ તેના પરિવાર અને પડોશીઓને તો ખબર હોય છે. માસૂમ આખી જિંદગી એક ગિલ્ટ સાથે જીવે છે. તેનો વાંક નથી પણ તે હવસનો શિકાર થઈ એ તેનો વાંક છે.  હજુ જસ્ટ મેં ગૂગલ પર રેપ કેસ લખ્યું ત્યાં ઇન્ડિયાનાં અલગ-અલગ રાજ્યોનાં હાલનાં જ આ રિલેટેડ ન્યૂઝ આવ્યા. હરિયાણામાં પાંચમા ધોરણમાં ભણતી છોકરી ! એને ખબર પણ નહીં હોય કે તેની સાથે શું થઈ ગયું. મને દર વખતે આવા કેસ સમજાતા નથી? રેપ થાય છે શું કરવા? ઉંમર તો આમાં ક્યાય આવતી જ નથી. કોરોના દર્દીઓને પણ છોડ્યા નથી. હોસ્પિટલના વોર્ડમાં રેપ થાય છે, આવા ન્યૂઝ વાંચતા રૂવાંટા ઊભા થઈ જાય છે. છોકરીઓ સેફ છે, તમે ભણો, તમારે જે કરવું હોય એ કરો. એક શાકમાર્કેટ સુધી શોર્ટ્સ પહેરીને જઈએ તો પણ સામેની નજર જોઇને મેટ્રો સિટીની માનસિ