Posts

Showing posts from August, 2022

કાશીયાના

Image
        "સુરતનું જમણ અને કાશીનું મરણ..."કોઈ ફિલ્મ કે પછી ક્યારેક સિરીઝમાં વારાણસીની ઝલક જોતી ત્યારે જ મેં મનમાં નક્કી કરી લીધું હતું કે એકવાર તો કાશી જવું છે, ગંગા કિનારે ઘાટ પર બેસવું છે. માણસની અંતિમક્રિયાની નજીકથી પસાર થવું છે. હું ઘણીવાર એવું બોલતી કે કાશી જતા રહેવું છે, ત્યારે મને ખબર નહોતી કે ગંગા કિનારે વસેલા વારાણસીમાં આટલો મોટો માનવમેળો હશે ! પણ માણસોની ભીડ વચ્ચે પણ શાંતિ શોધી લીધી, ઘરે આવ્યા પછી પણ કાનમાં ગંગા નદી ખળખળતી વહે છે.  "કોઈ કાશી કહે, કોઈ બનારસ, તો કિસી કે લિયે એ વારાણસી..." મીતને મારી ઈચ્છા ખબર પડી ત્યારે તેણે કીધું હતું કે ફોરમ હું પણ આવીશ તારા સાથે..મારે પણ જોવું છે. એણે મારી પાસેથી કાશીના એટલા બધા વખાણ સાંભળ્યા કે ઈચ્છા થઇ ગઈ હશે તે વાતમાં કોઈ શંકાને સ્થાન નથી.  'ફોરમ, ફ્લાઇટમાં જવું છે?' 'હે...શું? હા ચલ...પણ રિટર્નમાં ટ્રેનમાં આવીશું.' 'ઓકે કેપ્ટ્ન.' મારા જીવનની ફર્સ્ટ ફ્લાઇટ અને મીતે  ટેક ઓફ અને લેન્ડિંગ વખતે  મારો હાથ ફિટ પકડી લીધો. હું તો વાદળોમાં ખોવાઈ ગઈ. મારે તો વાદળોને બથ ભરવી હતી, તેને પકડવા હતા અને મારી સાથે