BRTS Bus Diary-9
રમીલાબેન
ક્યારેક જો તમને એવું લાગે કે હવે જિંદગીમાં કઈ
જ નથી રહ્યું બધું બોરિંગ થઇ ગયું છે.કોઈ પ્રકારનું મનોરંજન નથી રહ્યું તો એક વખત 30 વાળી ટિકિટ લઈને બીઆરટીએસમાં પહેલા સ્ટોપથી છેલ્લા સ્ટોપ સુધીની સફર કરી લેવાની.
પણ જો તમે આંખો બંધ કરીને સુઈ ગયા હોવ તો કદાચ મારો આ પ્લાન કામ ન પણ કરે.
ઘુમાગામની બસમાં મોટા ભાગે નહેરુનગર અને શિવરંજનીથી જ ચડનારી પબ્લિક હોય વધારે.
મહિલા મંડળ 6 લોકોનું શિવરંજનીથી ચઢ્યું પણ તેમણે તો આખી બસને હસાવી મૂકી. મહિલા
મંડળમાં બે રમીલા બહેન હતા. ખબર નહી પણ તે લોકો બોલતા હતા તે પરથી એવું લાગતું
હતું કે રમીલા બહેન તેમના ગ્રુપના મુખ્ય હતા.
‘રમીલા બહેન ચઢ્યા ?’
‘અલ્યા, હા ચઢી ગઈ..’
‘જો જો, સાચવીને પકડજો.. આ બસમાં તો બ્રેક બહુ
જોશથી મારે..’
‘હા, અલી આમાં આટલી ઝાઝી ભીડ હોય છે ? પહેલા ખબર
હોત તો હું તો આવત જ નહી.’
‘જો તો ખરા પગ મુકવાની જગ્યા પણ નથી. કોઈકનો હાથ
અને કોઈકનો પગ.’
‘આમાં તો આવું જ હોય.’
‘મારો ફોન તમારા જોડે છે હો !’
‘મને ક્યારે આપ્યો હતો ? ઉભા રો જોઈ લેવા દ્યો..’
‘ગોલુંના પપ્પા મને ઘરની બહાર તગેડી મુકશે.’
આ વાર્તાલાપ જાણે ઘરમાં કરતા હોય એમ ચાલુ જ
હતો. હું મનમાં વિચારી રહી હતી કે મહિલા મંડળ ભૂલી ગયું લાગે છે કે અમે ઘરમાં નહી
પણ બસમાં છે.
આખી બસનું મનોરંજન થઇ રહ્યું હતું.૩ સ્ટોપની અંદર-અંદર તો કેટલા બધા ટોપિક આવી
ગયા.પછી ચોરીની વાતો ચાલુ કરી.
‘આવી બસમાં તો લોકો ફરવા નહી પણ ચોરી માટે જ
આવતા હોય’
‘ખબર નહી ચોરી કરીને શું મળવાનું’
‘બાપડા જેનું જાય એને તો રડવાનો વારો આવે ને..’
‘ટિકિટ સાચવીને રાખી છે ને..’
‘આમાં લાલ બસ જેવું નથ અહિયાં તો એક માણસ ભાર
ઉભી જ હોય.’
‘આ ઈસરો કેમ હજુ ન આવ્યું’
‘આપણે સાચી બસમાં તો ચડ્યા છે ને ! ’
‘આ રમીલા બેન કેમ કઈ બોલતા નથી ?’
‘જોકું તો નથી આવ્યું ને ?’
‘ના ના, હું આ ઉભી ભીડમાં..’
આખરે મનોરંજનનો અંત આવી ગયો કેમ લે ઈસરો સ્ટોપ
આવી ગયું.
‘રમીલા બેન ઉતર્યા ને ?’
‘રમીલાબેન આ દરવાજાથી ઉતરવાનું છે..’
‘હા, હું ઉતરી ગઈ..’
‘અને પેલા બીજા રમીલા બેન ઉતર્યા ને ?’
અને હું મારું હસવાનું રોકી નહતી શકતી, એક નહિ આ
મહિલામંડળમાં બે-બે રમીલા બહેન હતા.
Comments
Post a Comment