BRTS Bus Diary-8


                                            મિત્રતા વન્સ મોર
                                             

આગળ જેમ મેં જણાવ્યું તેમ એક નાની અમથી વાતને લીધે બસમાં થયેલી મિત્રતા ડગમગી રહી હતી. ઘણી વખત એવું થતું હોય છે કે હું સાચી નથી હોતી પરંતુ આ કેસમાં તો હું સાચી હતી. હું જે વિચારતી હતી કે શા કારણે  જ્યોતિનું બોલવાનું બંધ થઇ ગયું છે એ કારણ સાચું હતું. 

એક રૂમ માટે થઈને એને એવું લાગ્યું હતું કે યાર મેં ફોરમને કઈ દીધું અને પછી હવે એને ના કઈ રીતે કઈ શકું. આ બધું એ એટલા માટે વિચારતી હશે કારણ કે તેને હજુ સુધી ફોરમનો સ્વભાવ ખબર નહતી. એના સગા મોટા દીદીના લગ્ન નજીક આવી રહ્યા હતા અને બસમાં મેં એને મારી ચણ્યા ચોળીના ફોટા બતાવ્યા હતા અને એને એ ગમ્યા પણ હતા. કબાટમાં પડ્યા રહે એના કરતા કોઈ પહેરે તો પૈસા વસુલ થાય એવું મારું માનવું હતું. 

મારા માસીના છોકરાના લગ્ન પણ આવી રહ્યા હતા એટલે અમે બંનેએ એક્સચેન્જ કરવાનું વિચાર્યું હતું. એક દિવસ સાંજે મેં એને ફોન કર્યો એ તારે મારે ચણ્યાચોળી જોઈતા નથી તું લેવા ન આવી ? મને એના ટોન પરથી ખબર પડી ગઈ કે રૂમવાળી વાતને લઈને હજુ તેના મગજમાં કઈક ચાલી રહ્યું છે. મેં એને ઘરે બોલાવી અને એના શબ્દો એ જ હતા જે મેં વિચાર્યા હતા. રૂમવાળી વાતને લઈને તેને સંકોચ થઇ રહ્યો હતો. માણસ વાત ન કરે ત્યાં સુધી કોઈ સમસ્યાનું નિવાવરણ કઈ રીતે આવે ! સમાધાન થઇ ગયું અને મને જામનગરની મિત્ર ફરી એકવાર મળી ગઈ. બાય ધ વે..જ્યોતિ તારા ચણ્યા ચોળીના ખુબ વખાણ થયા છે અને એને બીજા જેણે પહેર્યા હતા એટલે કે મારા પણ....તારા ચણ્યાચોળી અને આપણી અનકન્ડિશનલ દોસ્તીને કોઈની નજર ન લાગે એ માટેનું કાળું ટપકું . !

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ