Posts

પ્રેમમાં છો, તો પ્રેમને માણો

Image
આજે વસંતપંચમી અને વેલેન્ટાઇન ડેનો અનોખો સંગમ છે. હેપી વેલેન્ટાઇન ડે અને શુભ વસંતપંચમી! પ્રેમમાં પડવું અઘરું નથી. પ્રેમ નિભાવવો સહેલો નથી. હવે સોસાયટીમાં અગાઉ કરતાં પ્રેમને વધુ સ્વીકૃતિ મળવા લાગી છે પણ સાચો પ્રેમ કરે છે કેટલા? પ્રેમમાં અપ-ડાઉન ભલે આવે પણ પ્રેમ સુકાઈ જવો ન જોઇએ! પ્રેમ પહેલી નજરે પણ થઈ જાય છે અને ક્યારેક આખી જિંદગી નજર સામે હોય તો પણ થઈ શકતો નથી. પ્રેમ છે તો માત્ર અઢી જ અક્ષરનો પણ આ અઢી અક્ષર પર કેટ-કેટલું ટકેલું છે. આજકાલ વેલેન્ટાઇન ડે માત્ર પ્રેમી-પંખીડાનો જ તહેવાર એવું બની ગયું છે. હું તો કહું છું પ્રેમ એ કોઈ વ્યક્તિ નહીં પણ શોખ કે વસ્તુ કે દિવસ સાથે પણ થાય છે. હું મીતને જોઈને જેટલી ખુશ થાઉં છું એટલી જ ખુશ મારા પુસ્તક, સ્કેચ બુક અને કલરના ઢગલાને જોઈને થવું છું.  પ્રેમ માણસમાં એક ઝનૂન લાવે છે. પોતાની વ્યક્તિ માટે ગમે તે કરી છૂટવાનું ઝનૂન. કંઈ પણ થાય, ભલે આખી દુનિયા દુશ્મન થઇ જાય, જે થવું હોય એ થાય પણ મને તું જોઇએ! પ્રેમમાં પડવું બહુ સહેલું છે પણ પ્રેમ નિભાવવો બહુ અઘરો બનતો જાય છે. એકબીજાને આદર આપવો, એકબીજાનું સન્માન જાળવવું એ સૌથી વધુ જરૂરી બન્યું છે. પ્રેમમાં થોડાક સમય

ક્રિકેટ : ઔર જીને કો ક્યાં ચાહિએ!

Image
ક્રિકેટ...ક્રિકેટ...ક્રિકેટ એટલે ઘણું બધું અને ક્રિકેટ એટલે કઈ જ નહીં. ક્રિકેટ કોઈ ગેમ નથી પણ આ એક ફીલિંગ છે. ટુ બી હોનેસ્ટ, મને ક્રિકેટમાં એટલો બધો રસ નહોતો. હા, ટીવી ચાલુ હોય તો ક્યારેક જોઈ લઉં એમ. પણ મેરેજ પછી તો મને ક્રિકેટની એ..બી..સી..ડી આવડી ગઈ છે. સાચું કહું તો મીતનો પહેલો પ્રેમ તો ક્રિકેટ છે અને મારે તેના પહેલા પ્રેમની જગ્યા ક્યારેય લેવી પણ નથી. આ બ્લોગ લખવાનું કારણ એક માત્ર કે હું ક્રિકેટને બહુ નજીકથી જોઈને આવી છું. ક્રિકેટ માટેનું ઝુનૂન મેં ગ્રાઉન્ડ પર હાજર દરેક પ્લેયરની આંખમાં જોયું છે, આ એવું ઝુનૂન છે જેની કોઈ એક્સપાયરી ડેટ નથી હોતી. ઇન્ટેલ કંપનીની ક્રિકેટ ટુર્નામેન્ટ હતી અને મીતે મને ઘણા દિવસ પહેલેથી કહીને રાખ્યું હતું કે, "ફોરમ આવજે ને જોવા, ક્યારેક તો તું મને જો બોલિંગ કરતા." હજુ આ વીકમાં જ અમે ઘરેથી આવ્યા અને વીકેન્ડની સવારે જ મેં ટુ ડુ લિસ્ટમાં 20 વસ્તુઓ લખી, પણ મીતના એક ફોનથી હું ટુ ડુ લિસ્ટને ભૂલીને ગ્રાઉન્ડ પર પહોંચી ગઈ. ગ્રાઉન્ડ તો બાપરે બેંગ્લોરના છેવાડેએ હોય એવું લાગ્યું પણ જગ્યા બહુ મસ્ત હતી.  શરૂઆતમાં તો મને ગ્રાઉન્ડ પર શરમ આવી કેમ કે કોઈ છોકરી નહો

સંસારનાં ઝરણાંમાં પ્રેમરૂપી નાવડી

Image
આજે ખબર નહીં પણ અચાનક મને લખવાનું મન થઈ ગયું. બેંગ્લોરનું વાતાવરણ હજુ પણ મને સમજવામાં નથી આવતું અને વાદળા તો આમ માથા પરથી ચાલતા હોય. ગમે ત્યારે વરસાદ આવી જાય અને ગમે ત્યારે તડકો. જ્યારે કપડાં ના સૂકાતા હોય ત્યારે મસ્ત તડકો નીકળે. સ્કૂલમાં લુચ્ચો વરસાદ કરીને ગુજરાતીમાં એક પાઠ આવતો હતો. આ સાચે એવો જ વરસાદ છે.  આજે બેઠા-બેઠા વિચારતી હતી કે છેલ્લા 2 વર્ષમાં તો ઘણું બધું બદલાઈ ગયું છે. લગ્ન પછી જીવન બદલાઈ જાય છે? લગ્ન પછી વ્યસ્ત થઈ જવાય છે કે પછી નવરા? લગ્ન પહેલાં દરેક છોકરીઓ તેના કમ્ફર્ટ ઝોન એટલે કે ઘરમાં હોય છે. લગ્ન પછી બધું બદલાઈ જાય છે. હમણાં થોડા દિવસ પહેલાં મારી એક દોસ્તે મને મેસેજ કર્યો હતો..કે તું જોબ પણ કરે છે, ઘરમાં કોઈ કામવાળા રખાયા નથી, કોઈ કૂક નથી આવતો, પેન્ટિંગ કરે છે, યોગ કરે છે, કથક ક્લાસ જોઈન કર્યા, સવારે રોજ નવી કોલમ (રંગોળી) બનાવે છે.આ બધું કેવી રીતે મેનેજ કરે છે? મને તો કઈ જ આવડતું નથી. લગ્ન પહેલાં પણ હું કદાચ એવી જ હતી. જોબ કરતા હોઈએ એટલે મમ્મી કઈ કામ જ ના કરવા દે. તું થાકીને આવી હઈશ, બેસ ને શાંતિથી હું કરું છું. અને પછી અચાનક બધું માથે આવે ત્યારે શું થાય!!! જવાબદારી,

ધરતીનું સ્વર્ગ: ઉત્તરાખંડ

Image
હું અત્યારે જે રૂમમાં બેઠી છું તેની સામેથી જ હિમાલય દેખાય છે. અડધી મિનિટમાં ગેસ પરથી ઉતારેલી ચા પણ ઠંડી પડી જાય એવી ઠંડી અને બહાર ફુલ વરસાદ ચાલુ છે. મીત હમણાં જ એનું લેપટોપ સાઈડમાં મૂકીને બાલ્કનીમાં ગયો. કારણકે અમે અત્યારે વાદળોની વચ્ચે છીએ.  ઉત્તરાખંડનું નાનકડું ગામ રાણીખેત. અહીં અમે મીતના ફ્રેન્ડ મોહિતના મેરેજ માટે આવ્યા છીએ. મને એ સમજાતું નથી કે આપણે લોકો સ્વર્ગ જેવી જગ્યા છોડીને કેમ વિદેશ ફરવા જઈએ છીએ!!  રાણીખેત એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું એક ગિરિમથક અને છાવણીનું શહેર છે. રાણીખેત સમુદ્ર સપાટીથી ૧૮૬૯મીની ઊંચાઈએ આવેલું છે. અહીંથી હિમાલયની પશ્ચિમ ટેકરીઓ જોઈ શકાય છે. અહીં એટલી શાંતિ છે કે 500 મીટર દૂર ઘરેથી કોઈ વાત કરતું હોય તો છેક અહીં સુધી સંભળાય છે. એટલી સાદગી છે અહીં કે પૂછો જ નહિ. મેં કીધું મીતને આપણે અહીંયા આવીને રહી જઈએ. ભીડની દુનિયામાં કઈ નથી. કોન્ક્રીટના જંગલ કરતાં મને પર્વત પર લયબદ્ધ ઉગેલા આ સ્પાઇન વૃક્ષો વ્હાલા લાગે છે. અહીં વાહનોનો દૂર-દૂર સુધી અવાજ નથી. અવાજ છે તો બસ અઢળક કલરવ. અહીં તમારે મોબાઈલમાં અલાર્મ મૂકવાની જરૂર નથી કારણકે તમને ઉઠાડવા માટે ખુદ

દુનિયાની યુનિવર્સલ ભાષા એટલે અઢી અક્ષરનો પ્રેમ

Image
  "ફોરમ, તું તો બેંગ્લોરમાં છે, તને કન્નડ બોલતા આવડે છે?" "ના.." "તો? કોઈની સાથે વાત કરવી હોય તો? કઈ પૂછવું હોય તો?" "પ્રેમ એટલે ખબર છે?" "હા,"  તો બસ, પ્રેમ તો દુનિયાની યુનિવર્સલ ભાષા છે. એના માટે તો બધી ભાષા સરખી છે. પ્રેમ એટલે હ્ર્દયની ભાષા. તેમાં કોઈ શબ્દો કે અક્ષરો નથી. આ ભાષા તો બસ લાગણીઓનો દરિયો છે. પ્રેમ દરિયાની જેમ થોડો ના હોય, એ તો નજર પહોંચે ક્ષિતિજ સુધી, ત્યાં સુધી છે.  આજે વેલેન્ટાઈન ડે છે. નોર્મલી પ્રેમનો ઈઝહાર કરવાનો દિવસ, પણ શું આ પ્રેમ કપલ વચ્ચે જ હોય છે? શું ગિફ્ટના હકદાર પણ પ્રેમી યુગલો જ હોય છે? ના, પ્રેમ કોઈ નિર્જીવ વ્યક્તિ સાથે પણ થાય અને સજીવ પણ. મને પહેલો પ્રેમ મારી મમ્મી સાથે થયો, મારા પ્રેમના લિસ્ટમાં  ફૂલો, બુક્સ, સૂર્યોદય-સૂર્યાસ્ત, પર્વતો, દરિયો, છોડ અને બીજું બધું આવે છે. નિર્જીવ વસ્તુઓ મને સામે પ્રેમ નથી કરી શકતી આથી હું ધ્યાન રાખું કે મારો એકનો જ પ્રેમ અમારા બંને માટે પૂરતો હોય. જો તમને પ્રેમ કરતા આવડી ગયો તો તમને જિંદગી જીવતા આવડી ગઈ. પ્રેમથી શું નથી થતું? પ્રેમ મોંઘેરો છે પણ તેને કોઈ ક્લાસિસ કે ઓનલાઇન શ

બેંગ્લોર ડાયરી: જોબ અને ઘર

Image
ટુ બી હોનેસ્ટ હું જ્યારે બેંગ્લોર લેન્ડ થઈ ત્યારે મેં મીતને એક લાઈન કીધી હતી. "મીત, આઈ એમ જોબલેસ એન્ડ હોમલેસ બટ આઈ એમ નોટ હોપલેસ" બેંગ્લોર આવ્યા તેને આજે એક અઠવાડિયું થઈ ગયું છે. હું ગર્વથી કહી શકું છું કે આજે મારા પાસે ગમતા કામની જોબ પણ છે અને રહેવા માટે ઘર પણ છે. ધીરજના ફળ મીઠા, અમને તો બહુ મીઠા ફળ ખાવા મળ્યા. (સૉરી, તને પૂછ્યા વગર ફોટો પાડી લીધો) એક સફળ પત્નીની પાછળ તેના પ્રેમાળ પતિનો હાથ હોય છે. બેંગ્લોરમાં કેવી જોબ મળશે અને જો મળશે તો હું તેમાં સેટ થઈશ કે નહિ આ બધા પ્રશ્નોનું વાદળ લઈને ફરતી હતી. ગુજરાતી ભાષા માટે મને પ્રેમ છે અને હંમેશાં રહેશે. આ ભાષા એ મને લાગણીઓને શબ્દનું રૂપ આપતા શીખવ્યું છે. આ ભાષાએ મને દિલથી દુનિયા જોતા શીખવાડ્યું છે. મારી પ્રથમ પ્રાયોરિટી ગુજરાતી ભાષામાં કામ કરવાની જ હતી અને ભાવતું હતું ને વૈદ્યે કીધું.  (મીતની ઠામેલી વૉચ સાથે એક સ્નેપ) હજુ ગઈ કાલે જ મેં જલ્પાને કહ્યું કે, મમ્મી પાંચ ઈન્ટરવ્યૂ તો મેં મારા લગ્ન પહેલાં પણ નહોતા લીધા. ફર્સ્ટ ટાઈમ બેક ટુ બેક 5 ઈન્ટરવ્યૂ આપીને સારું લાગ્યું. લેખિત પરીક્ષા આપીને સ્કૂલમાં દિવસો યાદ આવી કારણકે કોલેજમાં આવુ

બેંગ્લોર ડાયરી: એક નવો માળો

Image
પરિવર્તન જ આ સંસારનો નિયમ છે અને જો આ પરિવર્તન સ્વીકારશો તો જ આગળ વધશો. અમદાવાદ શહેર સાથે ઘણો પ્રેમ છે અને રહેશે પણ. હાલ આ પક્ષીનો નવો માળો બેંગ્લોર છે. દેશના દરેક ખૂણેથી આવતા લોકોને આ શહેર સાચવે છે. આ શહેર એક ઘર છે, આ શહેર એક શ્વાસ છે, આ શહેર એક અહેસાસ છે. આ શહેર માત્ર શહેર જ નહિ પણ જીવતો જાગતો જીવ છે. બેંગ્લોર શહેર કેવું હશે એ વિચારેલું હતું પણ આ શહેર મેં વિચાર્યું હતું તેના કરતાં પણ વધારે ધબકતું શહેર છે. બેંગ્લોરની ધરતી પર રાત્રે પગ મૂક્યો. આંખમાં ઊંઘ ભરેલી હતી, અમદાવાદ છોડ્યાનું દુઃખ હતું, નવી જવાબદારી લેવાના વિચારો ચાલતા હતા. આંખો મીંચાઈ જતી હતી તેમ છતાં મારે શહેર જોવું  હતું. જે રસ્તાઓ વાહનોથી છલોછલ હોય છે તે રસ્તો સૂમસામ સૂતો હતો. ઠૂંઠવી દે એવો ઠંડો પવન કાનની આજુબાજુ ફરતો હતો. બેંગ્લોરમાં કોઈ સાથ છોડે કે નહિ પણ ઠંડી અને વરસાદ તો તમારી આજુબાજુ જ ફર્યા કરશે.  The journey of a thousand miles begins with one step બેંગ્લોરમાં પગ મૂક્યો ત્યારે લાગતું હતું કે જાણે આ શહેર સ્વાગત કરવા માટે તૈયાર જ હતું. હજુ સુધી મેં અહીંયા ગુજરાતી ભાષા બોલતાકોઈને સાંભળ્યા નથી પણ તેમની આંખો પરથી ખબર પડે છ