Posts

Showing posts from September, 2022

Dear ડેડિયાપાડા

Image
"સ્માર્ટફોન અને ઈન્ટરનેટ કો દૂર રખકર કુછ દિન તો ગુઝારિયે ડેડિયાપાડા મેં" ડેડિયાપાડા , આ નામ તમે ક્યાંક તો સાંભળ્યું જ હશે. મેં તો આ નામ સામાજિક વિજ્ઞાનમાં એક પાઠમાં વાંચ્યું હતું કે આ જગ્યાએ રીંછનું અભ્યારણ્ય આવેલું છે. ડેડિયાપાડા એ અનએકસ્પ્લોર જગ્યા છે એટલે કે અહીં સુધી હજુ માણસોનું વધારે મહેરામણ પહોંચ્યું નથી અને કદાચ એટલે જ આ જગ્યા એટલી સુંદર અને પ્લાસ્ટિકથી મુક્ત છે. સફર પૂરા થઇ ગયાને બે દિવસ વીતી ગયા પછી પણ હજુ પણ ડેડિયાપાડાનો નશો ઉતર્યો નથી. દોઢ દિવસમાં મેં પક્ષીઓનો કલરવ જ સાંભળ્યો છે. મેં ત્યાં વાહનોના નકામા હોર્ન નથી સાંભળ્યા. એટલી શાંતિ કે ત્યાં પર્વત પર બેઠા બેઠા મને પોતાના જ ધબકારા સંભળાતા હતા. નર્મદા જિલ્લામાં પ્રવેશીએ ત્યાં જ સુંદર રસ્તા અને વિશાલ વૃક્ષો આપણું સ્વાગત કરે. થોડે થોડે અંતે તમને ખળખળ વહેતા ઝરણાંનો અવાજ સંભળાય. આ અવાજ હજુ પણ કાનમાં ગુંજે છે. અલગ-અલગ વૃક્ષો અને જો સૌથી વધારે કઈ જોવાની મજા આવી હોય તો તે છે રંગબેરંગી પતંગિયા. પતંગિયા ત્યાં જ વધારે ફરે જ્યાં પ્રદૂષણ ઓછું હોય. એક સફેદ રંગનું પતંગિયું તો મારા હાથમાં ચાલતું હતું. નાના-મોટા અનેક ધોધ, જંગલ, પત