Flower
હું ફૂલ છું
મારો જન્મ આ પૃથ્વીના કોઈ પણ ખૂણે થાય છે,
ક્યારેક હું ભગવાનના શિર પર ચડું છું,
ક્યારેક હું લગ્નની વરમાળામાં ગોઠવાઉ છું,
ક્યારેક હું કોઈની ગર્લફ્રેન્ડને મનાવવામાં મદદ કરું છું,
ક્યારેક હું ફ્લાવર શોપની શોભા બની રહું છું,
ક્યારેક હું ટીચરના હાથમાં તો ક્યારેક ડોક્ટરના હાથમાં હોવું છું,
ક્યારેક હું રસોડાંમાં બનતી સ્વાદિષ્ટ વાનગીમાં પણ હાજર થઇ જઉં છું,
ક્યારેક હું ધાર્મિક ક્રિયાઓમાં બેસી જઉં છું,
ક્યારેક જોઈ નદીમાં કે ક્યારેક કોઈ કીચડમાં બેસી રહું છું,
કોઇક મારી પર ગુસ્સો ઉતારે છે,
કોઈક મારી સામે ટગર-ટગર જોઈને મને વ્હાલ કરે છે,
હું કોઈકના જન્મ વખતે તો ક્યારેક મૃત્યુમાં ગોઠવાઈ જઉં છું,
હું કોની સાથે પ્રવાસ કરું છું તે મને ખબર નથી,
મારે બગીચામાંથી ક્યાં જવાનું છે એ ખબર નથી,
હું કેટલો સમય મારા મિત્રો સાથે રહીશ તે મને ખબર નથી,
હા પણ, હું સૂર્ય પ્રકાશ અને પાણી વગર મારું અસ્તિત્વ વિચારી ના શકું,
પતંગિયા અને મધમાખી મારા બોયફ્રેન્ડ જેવા છે,
મારી સ્ટોરી હું તમને એટલા માટે કહું છું કે કાલે સવારે ખીલીને હું ક્યાં જઈશ, કોને મળીશ, કેવી રીતે રહીશ ? શું થશે મારી સાથ ? કેટલા સમય સુધી જીવીશ તે મને ખબર નથી. તેમ છતાં હું ખીલવાનું ભૂલતું નથી.
તમે પણ રોજ સવારે ખીલવાનું ભૂલતા નહિ અને પરિસ્થિતિની ફરિયાદ કર્યા વગર જેમ જિંદગી ચાલે છે તેમ જ તેની મજા માણો ! થેંક યુ,
Comments
Post a Comment