Posts

Showing posts from September, 2020

It's a rape, who will be next?? ! !

Image
મારી દીકરી નહોતી, તે મારી મિત્ર પણ નહોતી, તેને હું ઓળખતો પણ નથી, તેને ક્યારેય જોઈ પણ નથી, તેના પરિવારને ઓળખતો નથી, તેનો સ્વભાવ મને ખબર નથી, તેનો અવાજ મેં સાંભળ્યો નથી, તેના સપનાં મને ખબર નથી, તે શું ભણે છે તે મને ખબર નથી, તેમ છતાં આજે એના સમાચાર આવ્યા અને હું તેના માટે ન્યાય માગવા માટે લાઈનમાં ઊભો રહી ગયો છે-આ દેશનો નાગરિક. દેશમાં ફરીથી એક માસુમ નિર્ભયાનો જીવ અને આત્મા હણાયો. હજુ કેટલી દીકરીઓ? શા માટે? આનાથી વધારે ખરાબ કૃત્ય થાય તેની રાહ જોવાની? ન્યાય આપવા માટે શું રસ્તા પર તમાશા કરવાના? શું ન્યાયતંત્ર કે સરકાર અંધ કે બહેરી છે? ઉત્તર પ્રદેશની દીકરી સાથે જે થયું તે વિચારતા રૂવાંટા ઊભા થઇ જાય છે. અડધી રાતે તેની ચિતાને અગ્નિ આપી. શા માટે? ન્યાય માટે વર્ષો સુધી રાહ જોવાની. નિર્ભયાની માતાની આંખો અને તેમના શબ્દો આજે પણ મને યાદ આવે છે, આરોપીને ફાંસીની સજા થાય માટેની લડાઈમાં તેમના પગના ચમ્પ્પ્લ ઘસાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશની દીકરીના આરોપીઓ વિશે બધાને ખબર છે? શા માટે રાક્ષસોના ફોટોઝ વાઈરલ નથી થતા? દેશમાં કોઈ પણ રેપનો કેસ આવે છે ત્યારે શા માટે તેની જાતિને સેન્ટર ઓફ ધ પોઈન્ટ બનાવી દેવામાં આવે છે? જ