Posts

Showing posts from May, 2022

દુનિયાની સૌથી સુંદર સ્ત્રીને મારું THANK YOU,

Image
 'ફોરમ, હું તારા જેટલી હતી ત્યારે સેમ તારા જેવી જ લાગતી હતી.' 'ફોરમ, આ ફિલ્મની હિરોઈનના વાળ તો જો તારા જેવા જ છે, એ હસે તો તારા જેવી જ લાગે છે.' 'ફોરમ, તું ઘરે નહીં હોતી તો મારો દિવસ વર્ષ જેવો બની જાય છે.' 'ફોરમ, મને માથું ઓળી દેને.' 'ફોરમ, અહીંયા આવ, આજે જો તને દાળ-ઢોકળી બનવતા શીખવાડું.' મમ્મી..જલ્પા...જપુ...આ ત્રણેય એટલે મારી જનની. મારા માટે તો તું રોજ ખુશ હોય એટલે રોજ મધર્સ ડે. તમારા બનાવેલા બોર્નવીટાથી મારી સવાર પડે. અત્યારે નાના છોકરાઓને ટ્યુશન જતા જોવું ત્યારે એમ થાય.હઈશ હું તો બચી ગઈ. મને તો મમ્મી જ ભણાવતા હતા. એમણે મોઢે કરાવેલો નિબંધ આજ સુધી મને યાદ છે. સ્કૂલે રિઝલ્ટ કેવા જઈએ ત્યાર રસ્તામાં ફ્રેન્ડના પેરેન્ટ્સ મળી જાય અને મમ્મીને કહે, પેંડા લઈને જ જજો. એ વગર ટીચર તમારા બંને છોકરાના રિઝલ્ટ નહિ આપે. મને પહેલેથી દૂધ અંતરમાં વ્હાલું. મમ્મી સ્કૂલે લેવા આવે તો રસ્તામાં જ પૂછી લઉં, દૂધ બનાવ્યું? અને આવીને સીધા ગ્લાસ લઈને બેસી જાઉં. જલ્પા એટલે સંતોષી જીવડો, તે કોઈ કપડાં કે વસ્તુથી નહીં પણ તેની સાથે હું સૂર્યાસ્ત જોવું કે પછી ફૂલ-રેકેટ રમું કે પછી