Posts

Showing posts from February, 2021

AYESHA, THIS IS NOT FAIR

Image
  આઈશા સુસાઈડ કેસનાં ન્યૂઝ કાલે સવારે આવ્યા. મેં તેના છેલ્લા શબ્દો વાંચ્યા અને પછી સાંભળ્યા. ઘરે આવીને  મમ્મીને કહ્યું આ કાલનાં છાપાની ફ્રન્ટ પેજ સ્ટોરી છે. યેસ, ઈટ ઈઝ ‘સ્ટોરી.’ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ, યુટ્યુબ ચેનલ કે પછી અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા લઇ લો, તેમના માટે આ એક જોરદાર સ્ટોરી હતી. એક દિવસ આખો આઈશા બધે છવાયેલી રહી. વારંવાર લોકોએ તેના શબ્દો સાંભળ્યા, અવાજ સાંભળ્યો અને પછી બધા પોતાનામાં વ્યસ્ત. કાલ ઊઠીને ફરીથી કોઈ નિર્દોષ જીવ તેની ભૂલ વગર બીજાને લીધે જીવ ગુમાવશે. ફરીથી આપણે વાંચીશું, જીવ બાળીશું અને પછી બસ પૂરું.  આઈશાનાં શબ્દો તમે ધ્યાનથી સાંભળ્યા હશે તો જણાશે કે તેણે સાચો અને નિ: સ્વાર્થ પ્રેમ કર્યો હતો. જેની સાથે નિકાહ થયા હતા તેની સાથે દરેક છોકરી જેમ સપનાં જોવે તેવા જ સપનાં તેના પણ હતા. હું અને આઈશા સરખી ઉંમરનાં છીએ. આ ઉંમર મને ખબર છે કેટલી અઘરી છે. સપનાં જોવાના, કરિયર બનાવવાનું, દુનિયા ફરવા જવાનું અને લગ્ન !! હજુ થોડા દિવસ પહેલાં મારી એક ફ્રેડ સાથે વાત થઈ. તેને પાર્ટનર મળી ગયો. અરેન્જ મેરેજ અને સામે મસ મોટું દહેજ. ભાઈ, તમે શું જોઇને દહેજ માગો છો ? આ દહેજને લીધે જ દરેક માતા-પિતાન