Posts

Showing posts from May, 2023

ધરતીનું સ્વર્ગ: ઉત્તરાખંડ

Image
હું અત્યારે જે રૂમમાં બેઠી છું તેની સામેથી જ હિમાલય દેખાય છે. અડધી મિનિટમાં ગેસ પરથી ઉતારેલી ચા પણ ઠંડી પડી જાય એવી ઠંડી અને બહાર ફુલ વરસાદ ચાલુ છે. મીત હમણાં જ એનું લેપટોપ સાઈડમાં મૂકીને બાલ્કનીમાં ગયો. કારણકે અમે અત્યારે વાદળોની વચ્ચે છીએ.  ઉત્તરાખંડનું નાનકડું ગામ રાણીખેત. અહીં અમે મીતના ફ્રેન્ડ મોહિતના મેરેજ માટે આવ્યા છીએ. મને એ સમજાતું નથી કે આપણે લોકો સ્વર્ગ જેવી જગ્યા છોડીને કેમ વિદેશ ફરવા જઈએ છીએ!!  રાણીખેત એ ભારતના ઉત્તરાખંડ રાજ્યના અલમોડા જિલ્લામાં આવેલું એક ગિરિમથક અને છાવણીનું શહેર છે. રાણીખેત સમુદ્ર સપાટીથી ૧૮૬૯મીની ઊંચાઈએ આવેલું છે. અહીંથી હિમાલયની પશ્ચિમ ટેકરીઓ જોઈ શકાય છે. અહીં એટલી શાંતિ છે કે 500 મીટર દૂર ઘરેથી કોઈ વાત કરતું હોય તો છેક અહીં સુધી સંભળાય છે. એટલી સાદગી છે અહીં કે પૂછો જ નહિ. મેં કીધું મીતને આપણે અહીંયા આવીને રહી જઈએ. ભીડની દુનિયામાં કઈ નથી. કોન્ક્રીટના જંગલ કરતાં મને પર્વત પર લયબદ્ધ ઉગેલા આ સ્પાઇન વૃક્ષો વ્હાલા લાગે છે. અહીં વાહનોનો દૂર-દૂર સુધી અવાજ નથી. અવાજ છે તો બસ અઢળક કલરવ. અહીં તમારે મોબાઈલમાં અલાર્મ મૂકવાની જરૂર નથી કારણકે તમને ઉઠાડવા માટે ખુદ