Posts

Showing posts from January, 2021

DEAR GRISHMA,,

Image
  ડિઅર ગ્રીષ્મા/ગ્રીસુ/ગીચુ, વહેલી સવારે સૂર્યોદય થાય ત્યારે દેખાતી સૂરજની કોમળ રોશની એ તું, પહેલો વરસાદ થાય ત્યારે અનેકના દિલ અને માટીને જે ટાઢક મળે એ તું,  તડકામાં ઉઘાડા શરીરને છાંયડો આપતું કલ્પ એટલે તું,  સમી સાંજનાં ગુલાબી રંગ આકાશમાં રેલાતું હોય એટલે તું, ટિફિન ખૂલતાની સાથે પૂછે જલ્પાબેને કેટલી મોરસ નાખી એ તું,  પોતાના રમકડાં કોઈને ના આપે એ તું, મારા અંગ્રેજી અને તેના વ્યાકરણમાં ભૂલ કાઢે એટલે તું, જમીને આવ્યા હોય તો પણ અડધા કલાક પછી ભૂખ લાગે એટલે તું, દરેકનાં માટે દિલમાં છલોછલ દયા રાખે એટલે તું,  કીધેલા ટાઈમથી હંમેશાં મોડી આવે એટલે તું,  તારા ચશ્માં પાછળની આંખોમાં શરમ ભરેલી છોકરી એટલે તું,  આખી ગાળ બોલવામાં શરમાતી એટલે તું,  મારી વ્હાલી રાજકોટિયન, કોરોના આવ્યા પછી તું અમદાવાદ છોડીને ગઈ અને લોકડાઉનમાં હું તને મળવા આવી હતી ત્યારે જ મમ્મીને કહ્યું કે, હવે આ પાછી આવશે? અને એ દિવસે જ મારે તારા માટે લખવું હતું પણ મેં એમ કહીને મન વાળી લીધું કે હજુ તો બહુ બધી મસ્તી કરવાની છે. આ એન્ડ નથી. પણ, તું હંમેશાં કહે છે એમ GO WITH THE FLOW આજે તને ‘આવજે’ કહું છું. ઓફિસમાં મારી બાજુની ખાલી સીટ મને ત