Posts

Showing posts from December, 2022

બેંગ્લોર ડાયરી: જોબ અને ઘર

Image
ટુ બી હોનેસ્ટ હું જ્યારે બેંગ્લોર લેન્ડ થઈ ત્યારે મેં મીતને એક લાઈન કીધી હતી. "મીત, આઈ એમ જોબલેસ એન્ડ હોમલેસ બટ આઈ એમ નોટ હોપલેસ" બેંગ્લોર આવ્યા તેને આજે એક અઠવાડિયું થઈ ગયું છે. હું ગર્વથી કહી શકું છું કે આજે મારા પાસે ગમતા કામની જોબ પણ છે અને રહેવા માટે ઘર પણ છે. ધીરજના ફળ મીઠા, અમને તો બહુ મીઠા ફળ ખાવા મળ્યા. (સૉરી, તને પૂછ્યા વગર ફોટો પાડી લીધો) એક સફળ પત્નીની પાછળ તેના પ્રેમાળ પતિનો હાથ હોય છે. બેંગ્લોરમાં કેવી જોબ મળશે અને જો મળશે તો હું તેમાં સેટ થઈશ કે નહિ આ બધા પ્રશ્નોનું વાદળ લઈને ફરતી હતી. ગુજરાતી ભાષા માટે મને પ્રેમ છે અને હંમેશાં રહેશે. આ ભાષા એ મને લાગણીઓને શબ્દનું રૂપ આપતા શીખવ્યું છે. આ ભાષાએ મને દિલથી દુનિયા જોતા શીખવાડ્યું છે. મારી પ્રથમ પ્રાયોરિટી ગુજરાતી ભાષામાં કામ કરવાની જ હતી અને ભાવતું હતું ને વૈદ્યે કીધું.  (મીતની ઠામેલી વૉચ સાથે એક સ્નેપ) હજુ ગઈ કાલે જ મેં જલ્પાને કહ્યું કે, મમ્મી પાંચ ઈન્ટરવ્યૂ તો મેં મારા લગ્ન પહેલાં પણ નહોતા લીધા. ફર્સ્ટ ટાઈમ બેક ટુ બેક 5 ઈન્ટરવ્યૂ આપીને સારું લાગ્યું. લેખિત પરીક્ષા આપીને સ્કૂલમાં દિવસો યાદ આવી કારણકે કોલેજમાં આવુ

બેંગ્લોર ડાયરી: એક નવો માળો

Image
પરિવર્તન જ આ સંસારનો નિયમ છે અને જો આ પરિવર્તન સ્વીકારશો તો જ આગળ વધશો. અમદાવાદ શહેર સાથે ઘણો પ્રેમ છે અને રહેશે પણ. હાલ આ પક્ષીનો નવો માળો બેંગ્લોર છે. દેશના દરેક ખૂણેથી આવતા લોકોને આ શહેર સાચવે છે. આ શહેર એક ઘર છે, આ શહેર એક શ્વાસ છે, આ શહેર એક અહેસાસ છે. આ શહેર માત્ર શહેર જ નહિ પણ જીવતો જાગતો જીવ છે. બેંગ્લોર શહેર કેવું હશે એ વિચારેલું હતું પણ આ શહેર મેં વિચાર્યું હતું તેના કરતાં પણ વધારે ધબકતું શહેર છે. બેંગ્લોરની ધરતી પર રાત્રે પગ મૂક્યો. આંખમાં ઊંઘ ભરેલી હતી, અમદાવાદ છોડ્યાનું દુઃખ હતું, નવી જવાબદારી લેવાના વિચારો ચાલતા હતા. આંખો મીંચાઈ જતી હતી તેમ છતાં મારે શહેર જોવું  હતું. જે રસ્તાઓ વાહનોથી છલોછલ હોય છે તે રસ્તો સૂમસામ સૂતો હતો. ઠૂંઠવી દે એવો ઠંડો પવન કાનની આજુબાજુ ફરતો હતો. બેંગ્લોરમાં કોઈ સાથ છોડે કે નહિ પણ ઠંડી અને વરસાદ તો તમારી આજુબાજુ જ ફર્યા કરશે.  The journey of a thousand miles begins with one step બેંગ્લોરમાં પગ મૂક્યો ત્યારે લાગતું હતું કે જાણે આ શહેર સ્વાગત કરવા માટે તૈયાર જ હતું. હજુ સુધી મેં અહીંયા ગુજરાતી ભાષા બોલતાકોઈને સાંભળ્યા નથી પણ તેમની આંખો પરથી ખબર પડે છ