Ice gola

ઓયય....તારે આવવું છે ગોળા ખાવા ? ઉનાળામાં કદાચ રાતે જમીન બધાના ઘરેથી આવો અવાજ સંભળાતો હશે. ગરમીમાં ચૂસકા ભરીને બરફના ગોળા ખાવાની મજા જ અલગ છે અને ઘણી વખત તો પેટ ભરેલું હોય તો પણ એકસાથે 2-૩ પણ ખાઈ લઈએ. બરફના ગોળા ખાવાની જે મજા છે તેવી ડીશ ખાવામાં નથી તેવું મારું માનવું છે, કારણકે ફિલિંગ મહત્ત્વની છે. ગોળા ખાતી વખતે મારી બહુ જૂની ટેવ એ છે કે હું અલગ-અલગ ફ્લેવર સાથે મિસ મેચ કરીને અખતરા કરતી હોવ, ઘણી વખત આ અખતરા કરવાની મજા આવી છે તો ઘણી વાર બરફનો ગોળો પરાણે પણ પૂરો કરવો પડ્યો છે. જે પણ હોય બરફના ગોળા અને ગરમીનું કોમ્બિનેશન જોરદાર છે. ...