Posts

AYESHA, THIS IS NOT FAIR

Image
  આઈશા સુસાઈડ કેસનાં ન્યૂઝ કાલે સવારે આવ્યા. મેં તેના છેલ્લા શબ્દો વાંચ્યા અને પછી સાંભળ્યા. ઘરે આવીને  મમ્મીને કહ્યું આ કાલનાં છાપાની ફ્રન્ટ પેજ સ્ટોરી છે. યેસ, ઈટ ઈઝ ‘સ્ટોરી.’ ન્યૂઝ ચેનલ, વેબસાઈટ, યુટ્યુબ ચેનલ કે પછી અન્ય કોઈ પણ સોશિયલ મીડિયા લઇ લો, તેમના માટે આ એક જોરદાર સ્ટોરી હતી. એક દિવસ આખો આઈશા બધે છવાયેલી રહી. વારંવાર લોકોએ તેના શબ્દો સાંભળ્યા, અવાજ સાંભળ્યો અને પછી બધા પોતાનામાં વ્યસ્ત. કાલ ઊઠીને ફરીથી કોઈ નિર્દોષ જીવ તેની ભૂલ વગર બીજાને લીધે જીવ ગુમાવશે. ફરીથી આપણે વાંચીશું, જીવ બાળીશું અને પછી બસ પૂરું.  આઈશાનાં શબ્દો તમે ધ્યાનથી સાંભળ્યા હશે તો જણાશે કે તેણે સાચો અને નિ: સ્વાર્થ પ્રેમ કર્યો હતો. જેની સાથે નિકાહ થયા હતા તેની સાથે દરેક છોકરી જેમ સપનાં જોવે તેવા જ સપનાં તેના પણ હતા. હું અને આઈશા સરખી ઉંમરનાં છીએ. આ ઉંમર મને ખબર છે કેટલી અઘરી છે. સપનાં જોવાના, કરિયર બનાવવાનું, દુનિયા ફરવા જવાનું અને લગ્ન !! હજુ થોડા દિવસ પહેલાં મારી એક ફ્રેડ સાથે વાત થઈ. તેને પાર્ટનર મળી ગયો. અરેન્જ મેરેજ અને સામે મસ મોટું દહેજ. ભાઈ, તમે શું જોઇને દહેજ માગો છો ? આ દહેજને લીધે જ દ...

DEAR GRISHMA,,

Image
  ડિઅર ગ્રીષ્મા/ગ્રીસુ/ગીચુ, વહેલી સવારે સૂર્યોદય થાય ત્યારે દેખાતી સૂરજની કોમળ રોશની એ તું, પહેલો વરસાદ થાય ત્યારે અનેકના દિલ અને માટીને જે ટાઢક મળે એ તું,  તડકામાં ઉઘાડા શરીરને છાંયડો આપતું કલ્પ એટલે તું,  સમી સાંજનાં ગુલાબી રંગ આકાશમાં રેલાતું હોય એટલે તું, ટિફિન ખૂલતાની સાથે પૂછે જલ્પાબેને કેટલી મોરસ નાખી એ તું,  પોતાના રમકડાં કોઈને ના આપે એ તું, મારા અંગ્રેજી અને તેના વ્યાકરણમાં ભૂલ કાઢે એટલે તું, જમીને આવ્યા હોય તો પણ અડધા કલાક પછી ભૂખ લાગે એટલે તું, દરેકનાં માટે દિલમાં છલોછલ દયા રાખે એટલે તું,  કીધેલા ટાઈમથી હંમેશાં મોડી આવે એટલે તું,  તારા ચશ્માં પાછળની આંખોમાં શરમ ભરેલી છોકરી એટલે તું,  આખી ગાળ બોલવામાં શરમાતી એટલે તું,  મારી વ્હાલી રાજકોટિયન, કોરોના આવ્યા પછી તું અમદાવાદ છોડીને ગઈ અને લોકડાઉનમાં હું તને મળવા આવી હતી ત્યારે જ મમ્મીને કહ્યું કે, હવે આ પાછી આવશે? અને એ દિવસે જ મારે તારા માટે લખવું હતું પણ મેં એમ કહીને મન વાળી લીધું કે હજુ તો બહુ બધી મસ્તી કરવાની છે. આ એન્ડ નથી. પણ, તું હંમેશાં કહે છે એમ GO WITH THE FLOW આજે તને ‘આવજે’ કહું ...

It's a rape, who will be next?? ! !

Image
મારી દીકરી નહોતી, તે મારી મિત્ર પણ નહોતી, તેને હું ઓળખતો પણ નથી, તેને ક્યારેય જોઈ પણ નથી, તેના પરિવારને ઓળખતો નથી, તેનો સ્વભાવ મને ખબર નથી, તેનો અવાજ મેં સાંભળ્યો નથી, તેના સપનાં મને ખબર નથી, તે શું ભણે છે તે મને ખબર નથી, તેમ છતાં આજે એના સમાચાર આવ્યા અને હું તેના માટે ન્યાય માગવા માટે લાઈનમાં ઊભો રહી ગયો છે-આ દેશનો નાગરિક. દેશમાં ફરીથી એક માસુમ નિર્ભયાનો જીવ અને આત્મા હણાયો. હજુ કેટલી દીકરીઓ? શા માટે? આનાથી વધારે ખરાબ કૃત્ય થાય તેની રાહ જોવાની? ન્યાય આપવા માટે શું રસ્તા પર તમાશા કરવાના? શું ન્યાયતંત્ર કે સરકાર અંધ કે બહેરી છે? ઉત્તર પ્રદેશની દીકરી સાથે જે થયું તે વિચારતા રૂવાંટા ઊભા થઇ જાય છે. અડધી રાતે તેની ચિતાને અગ્નિ આપી. શા માટે? ન્યાય માટે વર્ષો સુધી રાહ જોવાની. નિર્ભયાની માતાની આંખો અને તેમના શબ્દો આજે પણ મને યાદ આવે છે, આરોપીને ફાંસીની સજા થાય માટેની લડાઈમાં તેમના પગના ચમ્પ્પ્લ ઘસાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશની દીકરીના આરોપીઓ વિશે બધાને ખબર છે? શા માટે રાક્ષસોના ફોટોઝ વાઈરલ નથી થતા? દેશમાં કોઈ પણ રેપનો કેસ આવે છે ત્યારે શા માટે તેની જાતિને સેન્ટર ઓફ ધ પોઈન્ટ બનાવી દેવામાં આવે છે? જ...

Ice gola

Image
                                                      ઓયય....તારે આવવું છે ગોળા ખાવા ? ઉનાળામાં કદાચ રાતે જમીન બધાના ઘરેથી આવો અવાજ સંભળાતો હશે. ગરમીમાં ચૂસકા ભરીને બરફના ગોળા ખાવાની મજા જ અલગ છે અને ઘણી વખત તો પેટ ભરેલું હોય તો પણ એકસાથે 2-૩ પણ ખાઈ લઈએ.                                                  બરફના ગોળા ખાવાની જે મજા છે તેવી ડીશ ખાવામાં નથી તેવું મારું માનવું છે, કારણકે ફિલિંગ મહત્ત્વની છે. ગોળા ખાતી વખતે મારી બહુ જૂની ટેવ એ છે કે હું અલગ-અલગ ફ્લેવર સાથે મિસ મેચ કરીને અખતરા કરતી હોવ, ઘણી વખત આ અખતરા કરવાની મજા આવી છે તો ઘણી વાર બરફનો ગોળો પરાણે પણ પૂરો કરવો પડ્યો છે. જે પણ હોય બરફના ગોળા અને ગરમીનું કોમ્બિનેશન જોરદાર છે.                           ...

Bald Girl

Image
                                                    શું તમે ક્યારેય કોઈ સપનાં કે ઈચ્છાઓનું લિસ્ટ બનાવ્યું છે ? લિસ્ટ બનાવીને રોજ તેને વાંચો છો કે તે પૂરું ના થયું એનો અફસોસ કરો છો ! છોકરીઓને સૌથી વધારે લગાવ તેમના વાળ અને નખ સાથે સાથે હોય છે, ઘણા સમય પહેલાં મેં વાચ્યું હતું કે માણસને  અગ્નિ સંસ્કાર આપવામાં આવે છે ત્યારે સૌથી પહેલાં અગ્નિથી વાળ અને નાખની રાખ થાય છે. તે દિવસથી મને આ બંને પ્રત્યે લગાવ ઓછો થઇ ગયો છે. દેશમાં લાગુ કરેલા લોકડાઉનનાં થોડા દિવસો પહેલાં જ હું શોર્ટ હેર કરવી આવી હતી. હેર કટિંગ મારે સૌથી પહેલાં તમારે મમ્મીને મનાવવા પડે એ પછી કામ થાય. વાળ કપાવવાનું કારણ એ હતું કે મને સમય મળતો નહોતો અને હું બહુ ઇગ્નોર કરતી હતી અને એક શોખ પણ પૂરો થઇ જાય. નસીબજોગે બે મહિનામાં મારા વાળ પાછા લાંબા થઇ ગયા. ઘરે કામ કરીને ગરમીમાં એમ જ ઈચ્છા થતી કે હું ટકલું કરાવી દઉં અને ઘણી એ વાત પર એકદમ ગંભીર હતી. પણ એઝ ઓલ્વેય્સ ઘરેથી ના પાડે ,લોકો શું વાતો કરશે ક...

Flower

Image
                                                હું ફૂલ છું મારો જન્મ આ પૃથ્વીના કોઈ પણ ખૂણે થાય છે, ક્યારેક હું ભગવાનના શિર પર ચડું છું, ક્યારેક હું લગ્નની વરમાળામાં ગોઠવાઉ છું, ક્યારેક હું કોઈની ગર્લફ્રેન્ડને મનાવવામાં મદદ કરું છું, ક્યારેક હું ફ્લાવર શોપની શોભા બની રહું છું, ક્યારેક હું ટીચરના હાથમાં તો ક્યારેક ડોક્ટરના હાથમાં હોવું છું, ક્યારેક હું રસોડાંમાં બનતી સ્વાદિષ્ટ વાનગીમાં પણ હાજર થઇ જઉં છું, ક્યારેક હું ધાર્મિક ક્રિયાઓમાં બેસી જઉં છું, ક્યારેક જોઈ નદીમાં કે ક્યારેક કોઈ કીચડમાં બેસી રહું છું, કોઇક મારી પર ગુસ્સો ઉતારે છે, કોઈક મારી સામે ટગર-ટગર જોઈને મને વ્હાલ કરે છે, હું કોઈકના જન્મ વખતે તો ક્યારેક મૃત્યુમાં ગોઠવાઈ જઉં છું, હું કોની સાથે પ્રવાસ કરું છું તે મને ખબર નથી, મારે બગીચામાંથી ક્યાં જવાનું છે એ ખબર નથી, હું કેટલો સમય મારા મિત્રો સાથે રહીશ તે મને ખબર નથી, હા પણ, હું સૂર્ય પ્રકાશ અને પાણી વગર મારું અસ્તિત્વ વિચારી ના શકું, પ...

Mango is my Summer love

Image
                                             ફાઈનલી, 6 દિવસ પછી આજે મારી રજા છે. છે તો ખાલી 6 જ દિવસ પણ આ સાલું મહિના જેવું લાગે છે. એવું નથી કે કામ કરવું ગમતું નથી પણ એક બ્રેક જોઈએ કે જેમાં પોતાના માટે સમય કાઢી શકીએ અને પોતાની સાથે વાતો કરી શકીએ. આ તમને ફિલ્મી લાગતું હશે પણ એક વખત અખતરો કરીને જોજો.  આજની રજા કેરીને નામ. સાંજેની રાહ જોવું છું કારણકે ત્યાં સુધીમાં મેંગો ફ્લેવર આઈસ્ક્રીમ તૈયાર થઇ જશે. મને એટલો બધો ખાવાનો કે રસોઈનો શોખ નથી, પણ આ બધુ મૂડ પર આધાર રાખે છે.  સવારે મસ્ત મહેનત કરી છે કેરીને સાચવીને આઈસ્ક્રીમનો આકાર આપવામાં. કોઈ મને પૂછે કે તમારી ફેવરિટ સિઝન કઈ ? તો હું ઉનાળો કહું. કારણ એક માત્ર કેરી. કેરી એટલે સમર લવ અને અંતરમાં વ્હાલી. જ્યાં સુધી સિઝનની પ્રથમ કેરીનો સ્વાદ ના મળે ત્યાં સુધી આમ દિલને હાશકારો ના થાય. મને ખબર છે ગયા વર્ષે હું આખો એક મહિનો રસ અને રોટલી લંચમાં લઇ ગઈ છું. કેરીની સિઝનમાં કોઈ મને આખો દિવસ તેની પર રહેવાનું કઈ કહે તો પ...