Posts

Showing posts from July, 2026

લદ્દાખ- ધરતીનું સ્વર્ગ

Image
હાલ મેં કાનમાં હેડફોન ભરાયેલા છે, જેમાં  ઈમ્તિયાઝ અલીની ફિલ્મ તમાશાનું 'તું કોઈ ઔર હૈ' સોંગ વાગી રહ્યું છે. હું હાલ બેંગ્લોરના 2 bhk ઘરમાં બેઠી છું,  લદ્દાખથી આવ્યા એને 3 દિવસ થઈ ગયા છે, પણ નજર સામેથી હિમાલયની પર્વતમાળા ખસી રહી નથી.  કોઈ જગ્યા આટલી બધી સુંદર કેવી રીતે હોય શકે !! તમે માનવનિર્મિત 100 માળની બિલ્ડિંગ જોઈ લો અને તેની સામે પ્રકૃતિ !! આ વર્ષના 6 મહિના વીતી ગયા પછી હું આજે બ્લોગ લખવા બેઠી છું. મેટ્રો સિટીની વ્યસ્ત જિંદગીમાં એટલા બધા ડૂબી ગયા અમે બંને કે અમે પોતાને ઉજવવાનું આ પૃથ્વી પર જીવતા હોવાનું ભૂલી ગયા હતા. ઘણા સમયથી મીત એમ બોલતો કે યાર ફોરું, હવે આપણે લીઝર ટ્રિપ કરવી જોઈએ, ક્યાંક Airbnb પકડીને ત્યાં પડ્યા રહેવાનું !!  પણ, હું આ મીતને નથી ઓળખતી. હું એ મીતને ઓળખું છું જે એકપણ ખૂણો ફરવાનો બાકી ના રાખે અને એ પણ રખડેલ ભોમિયાની જેમ. લીઝર ટ્રિપ કરવાની ઉંમર ક્યારેય આવવી ના જોઈએ!!!! બાઈક ટ્રિપનું નક્કી અમારું 1 મહિના પહેલા જ થયું. અમે બંનેએ કેમની રજા મૂકીશું, કેવી રીતે મેનેજ કરીશું તેનું કઈ ટેંશન જ નહોતું લીધું. બુકિંગ કરી દીધુ છે એટલે જખ મારીને જવું જ પડશ...