It's a rape, who will be next?? ! !
મારી દીકરી નહોતી, તે મારી મિત્ર પણ નહોતી, તેને હું ઓળખતો પણ નથી, તેને ક્યારેય જોઈ પણ નથી, તેના પરિવારને ઓળખતો નથી, તેનો સ્વભાવ મને ખબર નથી, તેનો અવાજ મેં સાંભળ્યો નથી, તેના સપનાં મને ખબર નથી, તે શું ભણે છે તે મને ખબર નથી, તેમ છતાં આજે એના સમાચાર આવ્યા અને હું તેના માટે ન્યાય માગવા માટે લાઈનમાં ઊભો રહી ગયો છે-આ દેશનો નાગરિક.
દેશમાં ફરીથી એક માસુમ નિર્ભયાનો જીવ અને આત્મા હણાયો. હજુ કેટલી દીકરીઓ? શા માટે? આનાથી વધારે ખરાબ કૃત્ય થાય તેની રાહ જોવાની? ન્યાય આપવા માટે શું રસ્તા પર તમાશા કરવાના? શું ન્યાયતંત્ર કે સરકાર અંધ કે બહેરી છે? ઉત્તર પ્રદેશની દીકરી સાથે જે થયું તે વિચારતા રૂવાંટા ઊભા થઇ જાય છે. અડધી રાતે તેની ચિતાને અગ્નિ આપી. શા માટે? ન્યાય માટે વર્ષો સુધી રાહ જોવાની. નિર્ભયાની માતાની આંખો અને તેમના શબ્દો આજે પણ મને યાદ આવે છે, આરોપીને ફાંસીની સજા થાય માટેની લડાઈમાં તેમના પગના ચમ્પ્પ્લ ઘસાઈ ગયા હતા. ઉત્તર પ્રદેશની દીકરીના આરોપીઓ વિશે બધાને ખબર છે? શા માટે રાક્ષસોના ફોટોઝ વાઈરલ નથી થતા? દેશમાં કોઈ પણ રેપનો કેસ આવે છે ત્યારે શા માટે તેની જાતિને સેન્ટર ઓફ ધ પોઈન્ટ બનાવી દેવામાં આવે છે? જાતિ પહેલા તે કોઈકની દીકરી છે, બહેન છે, ભાભી છે, મિત્ર છે.
અત્યારે આ લખું છું ત્યારે જ જોયું કે યુપી સરકારે 25 લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી, ભાઈને સરકારી નોકરી આપશે અને એક પાક્કું મકાન. ન્યાયનું શું? તમને ચૂંટણી કે તમારી ખુરશીની ચિંતા છે? થોડા દિવસ સુધી બધાને યાદ રહેશે, વાતો કરશું કે બહુ ખરાબ થયું, આવું ના થવું જોઈએ. બધું નોર્મલ થઇ જશે. ત્યાં દેશમાં ફરીથી કેસ આવશે? રોજ દેશમાં કોઈક દીકરી સાથે રેપ થાય છે, ઘણા કેસ સામે આવે છે, ઘણા આવતા નથી, ઘણા આવવા દેતા નથી..
સ્ત્રી છું હું અને શું એ જ મારો વાંક છે? ઘરેથી બહાર જાઉં છું ત્યારે પાછી આવું નહિ ત્યાં સુધી ઘરમાં બધાના જીવ ઊંચા હોય છે. શા માટે દર વખતે રાક્ષસોની હવસનો શિકાર માસુમ ફૂલ બને છે ! તમારા અંદરની હવસ બીજા પર કેમ ઉતારો છો? આવાને જાહેરમાં નિવસ્ત્ર કરીને ફાંસીએ લટકાવવા જોઈએ. એક સ્ત્રી છે કે પુરુષ છે, બંનેને ભગવાને શરીર આપ્યું છે, બંનેને આકાર અલગ આપ્યો છે. એકબીજાનું સન્માન કેમ ના કરી શકો? આખી જિંદગી હવસ સિવાય બીજું કઈ ના દેખાય તેવા અનેક રાક્ષસો તમારી અને મારી આજુબાજુ ફરે છે. જે પરિવાર પર વીતે છે તેનું 1% દુઃખ પણ આપણે અનુભવી ના શકીએ. આમ તો બહુ મોટી વાતો કરતા હોવ છો, મારા ઘરની લક્ષ્મી છે, મારા ઘરની રોનક છે પણ એક હવસની નજરે જોતા તેનો આત્મા હણાય છે. કોઈ મને પૂછે કે તે રાક્ષસ જોયો છે? હા, એ મારી આજુબાજુ જ હોય છે, હું જ્યાં જાઉં છું ત્યાં મને દેખાય છે. છોકરીની મજાક ઉડાવવાની તેના વિશે ગંદી વાતો કરવાની ! સેક્સ ઈઝ નોટ અ લાઈફ, ઇટ્સ જસ્ટ પાર્ટ ઓફ લાઈફ. આ લાઈન ઘણી બધી વાર બોલતી હોઉં છું હું. કેટલું સહન કરવાનું મૂંગા મોઢે? સહનશક્તિનું નામ એટલે સ્ત્રી, પણ કેમ તમે એણે સહનની દેવી બનાવી છે? તમે એક સ્ત્રીને સન્માન ના આપી શકો તો તમને ધિક્કાર છે. તે એક દીકરી છે, તેની જિંદગી જીવે છે એણે જીવવા દો. આપણે બીજાને શિખામણ આપીએ છીએ કે તેના સંસ્કાર સારા નથી, આવું જ શીખવાડ્યું છે, ક્યાંથી શીખ્યો હશે, કોના જેવો થયો છે? આ વાક્યો બોલતા પહેલાં શરુઆત આપણા ઘરથી કરવી જોઈએ, દેશ પછી બદલાશે.
રાક્ષસોની હવસનો ભોગ બનેલી દુનિયાની દરેક દીકરીઓની આત્માને શાંતિ મળે,
સમય હોય તો ક્યારેક સ્વાતિ માલિવાલનું ટ્વિટર ચેક કરજો.
Rightly said foram.
ReplyDeleteક્યા કરેંગે યે મેટ્રો સીટી કે સડકો કી રોનક દેખ કે,
ReplyDeleteબેટીયા બેફીકર ઘુમ સકે ઐસી એક ગલી તો બતા.....
ક્યા કરેંગે યે મેટ્રો સીટી કે સડકો કી રોનક દેખ કે,
ReplyDeleteબેટીયા બેફીકર ઘુમ સકે ઐસી એક ગલી તો બતા.....
It's very true Foram...
ReplyDeleteNo mercy to rapist, they should be strictly punished as soon as possible.