DEAR GRISHMA,,

 


ડિઅર ગ્રીષ્મા/ગ્રીસુ/ગીચુ,

વહેલી સવારે સૂર્યોદય થાય ત્યારે દેખાતી સૂરજની કોમળ રોશની એ તું,

પહેલો વરસાદ થાય ત્યારે અનેકના દિલ અને માટીને જે ટાઢક મળે એ તું, 

તડકામાં ઉઘાડા શરીરને છાંયડો આપતું કલ્પ એટલે તું, 

સમી સાંજનાં ગુલાબી રંગ આકાશમાં રેલાતું હોય એટલે તું,

ટિફિન ખૂલતાની સાથે પૂછે જલ્પાબેને કેટલી મોરસ નાખી એ તું, 

પોતાના રમકડાં કોઈને ના આપે એ તું,

મારા અંગ્રેજી અને તેના વ્યાકરણમાં ભૂલ કાઢે એટલે તું,

જમીને આવ્યા હોય તો પણ અડધા કલાક પછી ભૂખ લાગે એટલે તું,

દરેકનાં માટે દિલમાં છલોછલ દયા રાખે એટલે તું, 

કીધેલા ટાઈમથી હંમેશાં મોડી આવે એટલે તું, 

તારા ચશ્માં પાછળની આંખોમાં શરમ ભરેલી છોકરી એટલે તું, 

આખી ગાળ બોલવામાં શરમાતી એટલે તું, 

મારી વ્હાલી રાજકોટિયન, કોરોના આવ્યા પછી તું અમદાવાદ છોડીને ગઈ અને લોકડાઉનમાં હું તને મળવા આવી હતી ત્યારે જ મમ્મીને કહ્યું કે, હવે આ પાછી આવશે? અને એ દિવસે જ મારે તારા માટે લખવું હતું પણ મેં એમ કહીને મન વાળી લીધું કે હજુ તો બહુ બધી મસ્તી કરવાની છે. આ એન્ડ નથી. પણ, તું હંમેશાં કહે છે એમ GO WITH THE FLOW આજે તને ‘આવજે’ કહું છું. ઓફિસમાં મારી બાજુની ખાલી સીટ મને તું દેખાઈશ. 

આપણે મળ્યા તો મંતવ્ય ન્યૂઝ ચેનલમાં પણ ત્યારે મને નહોતી ખબર કે આ છોકરી આટલું બધું બોલે છે. ચુપચાપ પોતાનું કામ પતાવીને ઘરે જાય અને ચુપચાપ આવીને કામ ચાલુ કરી દે.દિવ્ય ભાસ્કરમાં સિલેક્ટ થયા પછી મારી પહેલી લાઈન હું તો તારી બાજુમાં જ બેસીશ. નોકરી એ ખાલી નોકરી નથી એ એક એવી જગ્યા છે જ્યાં તમને એક ફેમિલી મળે છે અને તમે આ ફેમિલી સાથે દિવસના 8 કલાક પસાર કરો છો. ગ્રીસુ તું સાચે ભૂખડી છે હો !!! હજુ તો ઓફિસ આવી પણ ના હોય અને ફોન કરશે, ફોરું યાર, બહુ ભૂખ લાગી છે, કેન્ટીનમાં પૂછને શું છે ! ખાંડવી, પાતરા કે સેન્ડવીચ ઢોકળા ? ફટાફટ રેડી રાખ હું આવું 5 મિનિટમાં. અને નાસ્તો જોઇને ગ્રીસુના જીવમાં જીવ આવે. મેઘા દીદી અને આપણે કેરમ રમીએ ત્યારે મજા આવતી નહિ ! કોઈ પણ રૂલ્સ વગર રમો જેમ રમવું હોય એમ ! અરે ટેબલ ટેનિસમાં આપણો ફર્સ્ટ ડે યાદ છે !!! અને ગાર્ડનમાં બેસીને આપણા ફ્યુચર પ્લાન (લગ્ન સિવાયનાં). 

મૂવી જોવાની મજા આવતી. નાઈટડ્રેસ પહેરીને પણ થિયેટરમાં જવામાં આપણને કોઈ શરમ નથી. સવારનો શો હોય અને હું ટિકિટ લઈને રાખું અને તું ફુલ સ્પીડે એક્ટિવા ભગાવીને આવે.એના રમકડા કોઈને ના આપે હો ! આ ગ્રીસુમાં જે નાનકડી ઢીંગલી જીવે છે એ ઘણા ઓછાને ખબર છે.  પણ મેઘા દીદી અને આપણો નાઈટ આઉટનો પ્લાન તો બાકી જ રહ્યો. એના માટે તારે સ્પેશિયલ અહિયાં આવવું પડશે, બાકી મજા નહિ આવે દીકરા.

વોટ્સએપમાં ‘Grisu’ આ મેસેજ તું વાંચે એટલે તરત જ લખે બોલવા માંડ, શું કાંડ કર્યા, શું થયું? કેમ થયું? અને પછી મારી અને ગ્રીષ્માની વાત ચાલુ થાય, મોજ પડી જાય ભાઈ. પણ મેં તને જોઈ છે ગ્રીસુ, મનમાં ઘણું બધું ભરીને રાખતી છોકરી. મને ઈજ્જતથી તારા પર ગર્વ છે. તું જે પણ છે, યુ મેક મી પ્રાઉડ ઓલવેઝ. તારા નેક્સ્ટ પ્લાન માટે પણ મારા બહુ બધા આશીર્વાદ અને મને પણ તારા આશીર્વાદ આપી દે. મારે પણ જરૂર છે. ઓફિસમાં તને નહિ જોવું પણ બહુ યાદ આવશે તો વીડિયો કોલ કરી લઈશ અને આઈ હોપ તું મને ગંધારી જોવા ના મળે. અને જો ભાઈ, હું તો ઓલી વાત પર હજુ સિરિયસ જ છું હો ! આપણે એક ઘરમાં મેરેજ કરીશું અને દેરાણી-જેઠાણી બનવામાં મને કોઈ વાંધો નથી. અને મેરેજ પહેલાં આપણે જ્યાં-જ્યાં ફરવાનું છે એ ભૂલતી નહિ. મારી સાથે બધા રેકોર્ડિંગ છે. તારા વ્હાઈટ વેડિંગની ચિંતા ના કર, એ  મારા અને મેઘા દીદી પર છોડી દે. છોકરો નહિ મળે તો છેલ્લે ભાડે લેતી આવીશ પણ તું ઉદાસ ના થવી જોઈએ. તું જે રસ્તા પર જવાની છે એ ઇઝી નથી અને આપણે ઇઝી લાઈફ જીવવી પણ નથી. કોઈ મન દુઃખ થઈ ગયું હોય તો માફ કરી દેજો કાગડા મેડમ. 

તારી યાદ આવશે એવું નહિ કહું કારણકે યાદ એની આવે જે દિલમાં ના હોય, બાકી અમદાવાદનાં રસ્તા તને શોધતા રહેશે....

ફૂલની ફોરમ.



Comments

  1. Speechless....Awesomely written...બધું જાણે આંખ સામે આવી ગયું....Really We will miss u grishu....નાઇટ આઉટ હવે જલ્દી પ્લાન કરવું પડશે....

    ReplyDelete
  2. Very nicely described.. All the best Grishma..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ