પ્રકૃતિ સાથે ગુફ્તગુ
બ્લૉગના નામ પરથી તો તમને ખબર પડી જ ગઈ હશે કે આનો વિષય શું હશે !! પણ આ બ્લૉગ થોડો અલગ છે એ કઈ રીતે એ તો તમારે કહેવું પડશે !!
અમારા વીકેન્ડના પ્લાન પહેલેથી ફિક્સ નથી હોતા, જ્યારે પણ જ્યાં જવાનું મન થાય કે તરત અમે ઝોલો લઈને નીકળી પડીએ.
મને ડિસેમ્બર અને જાન્યુઆરી મહીનો બહુ ગમતો કેમ કે આ મહિનામાં સ્કૂલમાંથી પ્રવાસમાં જવા મળે. અમે બંનેએ સ્કૂલ છોડી એને તો વર્ષો થઈ ગયા પણ પિકનિક તો જઈ શકીએ ને ?
વિચારમગ્ન થઈને મારી બુક વાંચતો મીત
કબન પાર્ક એટલે બેંગ્લોરનું સૌથી મોટું જંગલ કે જ્યાં માણસો ઓછા અને ઘટાદાર વૃક્ષો વધારે છે.
મારા પગની રિંગને નીરખી રહેલી હું.
ગુજરાતી જ્યાં પણ જાય ત્યાં થેપલા હોય જ. અમારા લંચ બૉક્સમાં છે મેથીના થેપલા, કાકડી અને દહીં.
આટલા ખુશ તો અમે કોઈ રેસ્ટોરાંમાં સેલ્ફી લઈએ ત્યારે પણ નહીં હોતા !! જગ્યા જગ્યાની વાત છે સાહેબ!!
થેપલાના બિહાઇન્ડ ધ સીન: સવારે 6 વાગ્યે અડધી ઊંઘમાં લોટ બાંધ્યો. ડર એ જ હતો કે મીઠું મેં નાખ્યું હતું કે નહીં ! ! પણ નાખ્યું હતું ભાઈ..ભૂલી નહોતી ગઈ.
લોકોને રોટલી ફુલાવતા પણ દમ નીકળી જાય છે ત્યારે મારા થેપલા ફૂલતા જોઈને ગર્વ અનુભવતી હું.
મીત: ફોરમ તને દહીં બહુ ભાવે છે ને? હું તારું એક થેપલું ખાઈ લઈશ તું મારું દહીં પૂરું કરી લેજે!!
મીત: બસ ફોરમ, ઢાંકણામાં હવે બહુ દહીં નથી.
થેપલાનું ઘેન તો બરાબર નું ચડ્યું છે હો !!!😋😂
દિલ તો બચ્ચા હૈ જી, થોડા કચ્ચા હૈ જી!!!
કબન પાર્કમાં જાતભાતના પક્ષીઓનો અવાજ સાંભળી રહેલા અમે. ફોટો ક્લિકનો ક્રેડિટ અમારી એકમાત્ર વ્હાલી સેલ્ફી સ્ટિકને જાય છે.
દિલ તો બચ્ચા હૈ જી, અગેઇન
આ છોકરોને હું મળી ત્યારે તે ખાલી બ્લેક, ગ્રે અને બ્લૂ આ ત્રણ સિવાય કોઈ કલર પહેરતો નહોતો કે લેતો પણ નહોતો. મેં એકવાર કીધું હતું કે, લાઈફ શુડ બી કલરફુલ નોટ સો બોરિંગ.. એ દિવસથી તે બોરિંગ કલરની સામે જોતો નથી. આ ટીશર્ટ પણ તેણે જ સિલેક્ટ કરી છે. મેરેજ ઈઝ ધ ટર્નિંગ પૉઈન્ટ ફોર એવરીવન.
કળાની દુનિયામાં ખોવાઈ ગયેલી હું.
કલાત્મક નમૂનાઓ, મારી બુક્સ માટે હાથે બનાવેલા બુક માર્ક્સ
ઝિંદગી ના મિલેગી દોબારા, જીલો યારોં બીફોર ઈટ ગોટ એક્સપાયર!!
બોલો આ લાઈનમાં કેટલી ભાષા વાપરી?
ફોરમ તને ખબર છે, સ્કૂલમાં હું બહુ મસ્ત પેન્ટિંગ કરતો. હજુ પણ ઈચ્છા થાય પણ ટાઈમ જ નથી મળતો યાર.
ધિસ આર્ટ વર્ક ઇઝ અ ટીમ વર્ક
કલા સાથે તેના કલાકારો. સેલ્ફી તો બનતી હૈ બોસ!
મારી હાલની બુક. વર્ષોથી ઈચ્છા હતી આ બુક વાંચવાની..હવે સાથે છે તો ધીમે-ધીમે વાંચું છું. એક એક શબ્દને અનુભવીને.
મારા પગમાં દેખાતી નસો અને આ ઘેઘૂર વૃક્ષના મૂળ સરખા જ હશે નહીં?
આપણે તો રહ્યા સામાન્ય માનવી, સાચો કલાકાર તો આપણો કુદરત છે!!
આ પાંદડામાં કલાકારી કરનારા કુદરત વિશે શું કહેવું !!
અડધા ભાગમાં રંગ પૂરતી વખતે મને 10 વાર ડિસ્ટર્બ કરીને પેન્ટિંગ સાથે પોઝ આપતી વખતે મલકાતો મીત.
શિવાય
કબન પાર્કની બહારથી દેખાતું હિન્દુસ્તાન ઍરૉનૉટિક્સ લિમિટેડ.
ફાઈટર પ્લેન "તેજસ"
મેટ્રોની ભીડમાં ટ્રેનની રાહ જોઈ રહેલા અમે. અહીં એક ગૂગલ સર્ચ માર્યું અને ખબર પડી કે, બેંગ્લોર અમારા સહિત અન્ય 14 કરોડ લોકોનું ઘર છે.
એ આવી ગઈ અમારી ટ્રેન.
મેટ્રો સ્ટેશનથી અમારી ધન્નો(એન્ટોર્ક)ને લઈને કડકડતી ઠંડીમાં ઘરે ઉપડ્યા.
જરૂરી નથી કે દર વખતે કોઈ ફેન્સી જગ્યામાં જ સુકૂન મળે છે. જે દિવસે તમે તમારા મનની શાંતિની ઓળખી લેતા શીખી જશો તે દિવસે તમને ભર ઘોંઘાટમાં પણ કોઈ અવાજ નહીં સંભળાય. આ ફોટો ક્લિક થતો તે વખતે મીત બોલ્યો હતો કે, ફોરમ તને ખબર છે આટલી નિરાંતે હું કેટલા સમયથી સૂતો, બેઠો નથી. મને દિવસ લાંબો લાગે છે. સવારથી બપોર થતા જોઈ અને બપોરથી સાંજ થતા જોઈ. મારું અત્યારે મન શૂન્યાવકાશ જેવું છે. મને નીરવ શાંતિ જ અનુભવાય છે અને સંભળાય છે બહુ બધા પક્ષીઓનો કલરવ. થેન્ક્સ યાર, મને અહીં લાવવા માટે.
ફોરમ: ફ્રેન્ડશિપ મેં નો થેન્ક્સ, નો સૉરી કેપ્ટ્ન.😉
-ફૂલની ફોરમ
Comments
Post a Comment