બેંગ્લોર ડાયરી: જોબ અને ઘર
ટુ બી હોનેસ્ટ હું જ્યારે બેંગ્લોર લેન્ડ થઈ ત્યારે મેં મીતને એક લાઈન કીધી હતી.
"મીત, આઈ એમ જોબલેસ એન્ડ હોમલેસ બટ આઈ એમ નોટ હોપલેસ"
બેંગ્લોર આવ્યા તેને આજે એક અઠવાડિયું થઈ ગયું છે. હું ગર્વથી કહી શકું છું કે આજે મારા પાસે ગમતા કામની જોબ પણ છે અને રહેવા માટે ઘર પણ છે. ધીરજના ફળ મીઠા, અમને તો બહુ મીઠા ફળ ખાવા મળ્યા.
(સૉરી, તને પૂછ્યા વગર ફોટો પાડી લીધો)
એક સફળ પત્નીની પાછળ તેના પ્રેમાળ પતિનો હાથ હોય છે. બેંગ્લોરમાં કેવી જોબ મળશે અને જો મળશે તો હું તેમાં સેટ થઈશ કે નહિ આ બધા પ્રશ્નોનું વાદળ લઈને ફરતી હતી. ગુજરાતી ભાષા માટે મને પ્રેમ છે અને હંમેશાં રહેશે. આ ભાષા એ મને લાગણીઓને શબ્દનું રૂપ આપતા શીખવ્યું છે. આ ભાષાએ મને દિલથી દુનિયા જોતા શીખવાડ્યું છે. મારી પ્રથમ પ્રાયોરિટી ગુજરાતી ભાષામાં કામ કરવાની જ હતી અને ભાવતું હતું ને વૈદ્યે કીધું.
(મીતની ઠામેલી વૉચ સાથે એક સ્નેપ)
હજુ ગઈ કાલે જ મેં જલ્પાને કહ્યું કે, મમ્મી પાંચ ઈન્ટરવ્યૂ તો મેં મારા લગ્ન પહેલાં પણ નહોતા લીધા. ફર્સ્ટ ટાઈમ બેક ટુ બેક 5 ઈન્ટરવ્યૂ આપીને સારું લાગ્યું. લેખિત પરીક્ષા આપીને સ્કૂલમાં દિવસો યાદ આવી કારણકે કોલેજમાં આવું પ્રેશર લીધું જ નથી. પાંચ ઈન્ટરવ્યૂમાં અડીખમ મારી સાથે ઊભા રહેલા મીત માટે માન થઈ આવ્યું. ભગવાન બધાને આવો પાર્ટનર આપે તો વર્કિંગ વીમેનને ભાગ્યે જ કોઈ તકલીફ પડે. અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ લિટલ ફાઈટ મેક્સ યોર મેરેજ એન્ડ લાઈફ મોર સ્પેશિયલ. મીતના આંખનો કોન્ફિડન્સ જોઈને લાગતું હતું કે હું સિલેક્ટ થઈ ગઈ છું. જો કે, મને પણ નહોતી ખબર કે હું આટલી બધી ટેલેન્ટેડ છું. પહેલી કંપની અને એમાં પણ ગોટ સિલેક્ટેડ. ટચ વૂડ. એક્ઝામ આપતી વખતે મને જયેશ સર યાદ આવ્યા.ઓફિસમાં જ્યારે સર અમારી ગ્રામરની ભૂલ કાઢતા હતા ત્યારે નહોતું ગમતું, આજે તેમનો કઠોર ટકોરને લીધે મારું ગુજરાતી ગ્રામર આટલું સરસ છે. થેંક્યુ એન્ડ સૉરી.
(એરપોર્ટ પર મમ્મીએ બનાવેલા હાંડવાની મજા માણતા અમે)
બેંગ્લોર શહેરમાં અત્યારે અમને મીતના જીગરી દોસ્ત શિવમના ઘરે પનાહ મળી છે. પહેલાં બે દિવસે તો અનેક બ્રોકરને ફોન કર્યા. ઘર જોવા જઈએ ત્યારે મન મરી જાય કે આના ફોટો તો એપ્સ પર અલગ હતા, આ જગ્યા તો રિયલમાં અલગ છે. મને ખબર છે મારું તૂટેલું ફૂટેલું અંગ્રેજી અને બાબા હિન્દી ઘણા બ્રોકરે સાંભળ્યું, ઘણાએ રીપ્લાય આપ્યા તો ઘણા હજુ પણ મેસેજ કરી રહ્યા છે. એક પ્રામાણિક બ્રોકર સાથે વાત થઇ. તેમણે બે ઘર બતાવ્યા તેમાંથી એક અમે ફાઇનલ કરી દીધું અને મેં અત્યારથી કયા છોડ અને દીવાલ પર શું પેન્ટિંગ કરવાનું છે તે વિચારી લીધું છે. ચોઈસ કરવામાં આવે ત્યારે હું વધારે સમય નથી લેતી, એટલે તો મારે બાયોડેટા ના બનાવવો પડ્યો. આ માટે આઈ એમ ગ્રેટફુલ ફોર મીત.
અમે આવ્યા ત્યારથી અહિંયા વરસાદ બંધ થતો નથી. આ વરસાદ વ્હાલો લાગે છે. માથા પરથી ચાલતા આભ જાણે ખબર-અંતર પૂછતાં હોય તેવું લાગે છે. આજે તો ઘણા બધા તારા જોયા એ પછી તે વાદળની પાછળ સંતાઈ ગયા. આ શહેર દિવસે જેટલું વ્યસ્ત હોય છે તેટલું જ શાંત રાત્રે હોય છે. રાત્રે મને મારા જ ધબકારા સંભળાય છે. એવું લાગે છે જાણે શહેર પડખું ફરીને નીંદર કરતું હોય છે ત્યારે વાદળો લોરી ગાતા ફરતા રહે છે. આ શહેર પોતીકું લાગે છે, આ શહેર વ્હાલું લાગે છે.
Comments
Post a Comment