I HATE GOODBYES, THIS IS FOR YOU ISH


મારી વ્હાલી ઈશશ,

હું તને મૂકીને જઈ રહી છું તું મને મૂકીને જાય છે, ફિટૂસ !!! થેન્ક્સ ટુ દિવ્ય ભાસ્કર, કે જ્યાં આપણે મળ્યા. આગળથી રસ્તા બદલાઈ રહ્યા છે તો શું થઈ ગયું ! આપણા દિલનો રસ્તો તો એક જ જગ્યાએ ભેગો થાય છે. આજે બ્લોગ માટે હું ફોટા શોધતી હતી ત્યારે એમ થઈ ગયું કે ત્રણ વર્ષમાં આપણે કેટલું બધું જીવી લીધું! ભલે યુરોપ ટ્રીપમાં નથી ગયા પણ આંખ બંધ કરીને સાપુતારા યાદ કરીએ ત્યારે, વાહ!!! એમ થઈ જાય કે, ઔર જીને કો ક્યાં ચાહિયે.

ગયા વર્ષે ગ્રીષ્મા માટે પણ આ જ સમયે બ્લોગ લખ્યો હતો. તું ગાંધીનગર હોય અને હું બેંગ્લોર, શું ફેર પડે??? પણ હા, બાજુમાં ખાલી સીટ જોઇને યાદ તો આવશે જ. સવારમાં સંધ્યાબેને મોકલેલા ગરમાગરમ નાસ્તા અને અઢળક વાતો.

રસ્તા પર કોઈ છોકરીને ફુલ સ્પીડમાં ઓવરટેક કરતા જોઇશ ત્યારે તું યાદ આવીશ, 

સાંજના સૂર્યાસ્તમાં તું દેખાઇશ, 

જ્યારે પ્રકૃતિની નજીક હઈશ અને આંખ બંધ કરીશ ત્યારે તેની હવામાં તારી હાજરી જણાશે, 

ઓફિસમાં પાણી પીતી વખતે તારી ચેર સામે જોઇશ, 

કોઈક નવી ઇંગ્લિશ સિરીઝ જોઇશ ત્યારે તેના ડાયલોગમાં તારો અવાજ સંભળાશે,

કઈક નવી આઈટમ બનાવીશ ત્યારે તેનો ફોટો મોકલીશ, 

કોઈક મને તેડશે કે ગાલ પણ ચુમ્મી આપશે ત્યારે તેની આંખમાં મને તું દેખાઇશ, 

(એન્ડ મારા બધા કેન્ડિડ ફોટો પાછળ ઈશિતા શાહ જ હોય છે, પણ આ શું દરેક વખતે P.S ના આપું તો ચાલે ને?)

હું દિલથી ઈચ્છું છું કે તું મન ભરીને જીવે. જે તું અત્યારે 80% જીવે છે. એક્ટિવા ચલાવતી હોય ત્યારે જોર-જોરથી સોંગ ગાય. અલગ-અલગ જગ્યાએ પેટપૂજા કરે, મેટિટેશન કરે,  ડોસા ખાય ત્યારે મને યાદ કરે, રોજ-રોજ વાત નહીં કરીએ પણ કરીશું ત્યારે હાટુ વાળી લઈશું, તને તો તારા જીજા મળી ગયા છે..બસ હવે મને પણ જલ્દી મળી જાય. ફિંગર ક્રોસ. તું ખુશ રહે. હસતી રહે. અને સ્માઈલ દાંત બતાવીને જ આપજે હો! બાકી એ સ્માઈલમાં કાઉન્ટ નહીં થાય. બાકી મળીશું કોઈક અજાણી જગ્યાએ પ્રકૃતિના ખોળામાં...આપણી મહેફિલમાં...

તારી યાદ આવશે એમ નહીં કહું કારણકે યાદ એની જ આવે જે દિલમાં ના હોય. I LOVE YOU FROM THE BOTTOM OF MY HEART.

જા ઈશ, જા.....જીલે અપની ઝિંદગી...

આપણા દરેક ફોટા પાછળ એક સ્ટોરી છે, દરેક સ્ટોરી પાછળ દોસ્તી છે...







































































                                                                                                      YOURS FAITHFULLY,

                                                                                                               ફૂલની ફોરમ








Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ