ન્યૂમોનિયા અને કોવિડ નેગેટિવ


 'કાની...તારા પર રોટલી મૂકું તો મસ્ત દડા જેવી થઈ જાય' છેલ્લી 10 મિનિટથી પપ્પા મીઠાના અને સાદા પાણીના પોતા મૂકી રહ્યા હતા. હું ધગધગતા લાવા જેવી આંખો બંધ કરીને સૂતી હતી. ત્રણ દિવસથી તાવ આવ્યો સારું ના થયું..હોસ્પિટલ તો જવું પડશે. એટલી ભીડ હતી કે મારો નંબર પોણો કલાક પછી આવ્યો. ડોક્ટરે મારો હાથ પકડ્યો. ‘બેન, તમારી ઉંમરમાં જે ધબકારા હોવા જોઈએ એ છે નહીં. બે વખત ઓક્સિજન માપ્યું અને બંને વખત ઓછું આવ્યું.’ કોરોના ટેસ્ટ લઇ લીધો. એક્સ-રે કરાવવા ગયા ત્યારે હાથમાં પંક્ચર પડી ગયું હતું. હાથને કેવી રીતે ઢાંકું! બહાર વરસાદ પડતો હતો અને બીજો વરસાદ મારી આંખમાં. એક્સરેમાં કન્ફર્મ થઈ ગયું. ન્યૂમોનિયા. કોરોના રિપોર્ટ વ્હોટ્સએપ પર રાત્રે 4 વાગ્યે આવ્યો. NEGATIVE. પ્રોફેશનલિઝ્મ જેવું તો કઈ છે જ નહીં. વ્હોટ્સએપ નંબરને બદલે mail ID માગી શકતા હતા, પણ ના.. મમ્મી-પપ્પા અને ઈશિતાની શ્રદ્ધા ફળી. હું તો કોરોનાને હાથતાળી દઈને પાછી આવી છું પણ વહેમમાં તો બિલકુલ ના રહેવું કે મને તો કઈ જ નહીં થાય. 

રૂમ નંબર: 201. મારું ટેમ્પરરી ઘર. એકદમ શાંત રૂમ. કે જ્યાં મને મારા ધબકારા સંભળાતા હતા. બારણું ખૂલે એટલે. ઓ બાપ રે....દરેક હોસ્પિટલમાં બે નિયમ હોવા જોઈએ. 

1. દર્દીએ એડમિટ થયા પછી મૌન વ્રત લઇ લેવું.( મૌનની તાકાત જિમમાં મળતા પ્રોટીન પાઉડરથી પણ વધારે છે)

2. NO PHONE ZONE

ઇન્જેક્શન ઈઝ લાઈક: યે હાથ મુજે દે દે ફોરમ..લઇ લે બ્રો.(હું/અમે અમદાવાદી દોસ્તને બ્રો કહીએ છીએ તેનો અર્થ ‘ભાઈ’ એવો તો થતો જ નથી)

રૂમમાં મને કંટાળો નથી આવ્યો કારણકે બારીની બહારની દુનિયા જોતી હતી. મારે બૂમ પાડીને બોલવું હતું, પબ્લિક...અહિયાં. ડાબી બાજુએ નહીં પણ ફર્સ્ટ ફ્લોર. અહિયાં જ છું. કોઈક તો જોઈ લો. મારી એક્ઝેટ સામે મોચીકાકા બેસતા. અમારા બંને સ્ટાઈલ સરખી. પગ પર પગ ચડાઈને બેસીએ. એમની ઉપર હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમ બંને લાઈનમાં ભગવાનના ફોટા હતા. જોડે મમ્મી-પપ્પાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો. બાજુમાં તિરંગો લહેરાતો હતો, હોસ્પિટલમાં નીકળી એ પહેલાં રાષ્ટ્રગીત ગાઈને સલામી આપી. મને ભારતીય હોવાનો ગર્વ છે. એક કપલ કે જે રસ્તા પર આવતા જતા લોકો પાસે પૈસા માગે. કપડાના ઠેકાણા નહીં. પગમાં ચંપલ નહીં. એમની ગાળો મને લીપ્સિંગ પરથી ખબર પડી જતી હતી. આ બંનેથી વિપરીત તેમની બે છોકરીઓ. આટલા સંતોષી જીવ મેં ક્યારેય નહીં જોયા, આમ તેમ ફર્યા કરે. રસ્તા પર બેસી જાય. ટ્રાફિકમાં વચ્ચે ઘુસી જાય. હું બુકના 2 પેજ વાંચીને બહાર ડોકિયું કરું ત્યાં તો બંને ગાયબ!!!

ચાર દિવસ પર્વ સાથે રોકાયો, ‘ના દીદી સાથે તો હું જ રહીશ.’ પર્વ મારી સામે ક્યારેય રડ્યો નથી. મને મોરબી હોસ્ટેલમાં મૂકવા આવ્યો ત્યારે રડ્યો હતો. હું પર્વને એમનામ 'મહાન પર્વ' નથી કહેતી. ભાઈ પાસે લાઇસન્સ નથી. પોલીસે પકડ્યો, મારો એક્સ-રે રિપોર્ટ બતાવીને ઈમોશનલ બ્લેકમેલ કરીને નીકળી ગયો. 

‘જવા દો ને સર, દીદીને એડમિટ કર્યા છે. ઘરમાં બીજું કોઈ નથી. ’એ પછી જ્યારે પણ બહાર જાય તો રિપોર્ટ લઈને જાય. મને પર્વની viva ચાલુ હતી. હોસ્પિટલમાં ભણતો. આઈ લવ યુ ભાઈ....

જલ્પા આવે એટલે મને પહેલાં માથું ઓળી દે. હું મમ્મી સિવાય કોઈને વાળ ના અડવા દઉં. 

‘ફોરું, મસ્ત નાનો ચોટલો વાળી દઉં?’

‘આવશે ખરા?’

‘હા’

(સમય આવી ગયો છે ફોરમ હેર કટિંગનો. નાના વાળના ફાયદામાં સૌથી મોટો ફાયદો, સમયની બચત. મની ઈઝ ટાઈમ અને ટાઈમ ઈઝ મની) વાળ અને નખ પાછળ ક્યારેય મોહ ના રાખવો. આત્મા વગરનું શરીર સ્મશાનમાં લાકડા પર સૂતું હોય, અગ્નિ મળે એટલે સૌથી પહેલાં વાળ અને નખની જ રાખ બને.

જ્યારે પણ મમ્મી-પપ્પા કોઈને કહે કે મારી દીકરી દિવ્ય ભાસ્કરમાં જોબ કરે છે. ત્યારે તેમની આંખોમાં છલકાતું ગર્વ જોઈ લઉં. બંનેએ હોસ્પિટલમાં પણ બધાને કહી દીધું. એ પછી તો રૂમમાં જેટલા પણ આવે એ બધા મને પૂછે. તમારી ફેમિલી જ તમારું સર્વસ્વ છે. એ વાત ક્યારેય ના ભૂલવી. બાકી ફાકાફોજદારી કરનારાની દુનિયામાં કોઈ કમી નથી. 

GRATITUDE LETTER TO DR. NITIN PATEL AND STAFF...

16મું ઇન્જેક્શન ખાતા-ખાતા રડી પડી. નસ બ્લોક થઈ ગઈ. એક હાથે આઈસ પેક લઈને બેઠી હતી. હજુ પણ મને એવું લાગે છે કે હાથમાં સોય છે અને મને બાટલા ચાલુ છે. આજે એટલે કે ચોથા દિવસે રજા આપવાના હતા. મારા ચહેરા પર સવારનું તેજ આવી ગયું હતું. સવાર-સવારમાં બૂમ!!!! સરપ્રાઈઝ!! આઈ ગોટ માય પીરિયડ્સ. (બસ તમારી જ કમી હતી, ભલે પધાર્યા)

પ્લીઝ..પ્લીઝ..પ્લીઝ..પ્લીઝ..પ્લીઝ(પાંચ વખત થઈ ગયું ને!)....મેસેજનો વરસાદ ના કરતા હું ડરી જઉં છું. રીપ્લાયમાં તમને કોપી પેસ્ટ જ મળશે. કારણકે બધાને નિરાંતે રીપ્લાય કરું એટલો ટાઈમ તો છે જ નહીં. ફોન ના કરવો..વીડિયો કોલ તો બિલકુલ નહીં...દૂર-દૂર સુધી વિચારતા નહીં. સારું છે મને.  આવનારા દિવસોમાં હું મૌન વ્રત રાખવાની છું. બે હાથ જોડીને નમ્ર વિંનતી. જીવનમાં બધું બીજીવાર મળશે. પ્રેમ પણ બીજીવાર મળશે, પણ જીવન નહીં મળે. અત્યારના માહોલમાં સાચવો. એવું નથી કહેતી કે ઘરે પડ્યા રહો પણ બેદરકારી ના રાખવી. કોરોના સામે લડવું તો પડશે જ...ટેક કેર..


                                                                                                                 LOVE AND GRATITUDE,

                                                                                                                             ફૂલની ફોરમ 

                                                                                                                                                                                                                                                                                            

Comments

Post a Comment

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ