શિયાળાની સવાર અને ઓફિસ

‘શિયાળાની સવાર એટલે તાજગી અને સ્ફૂર્તિનો ખજાનો. વહેલી સવારે ઊઠવું ગમતું નથી પણ મમ્મી ઊઠાડી જ દે છે.....’આ અમુક લાઈન હજુ યાદ છે ‘શિયાળાની સવાર’ના નિબંધની. છેલ્લા 2-3 દિવસથી કોઈ ઠંડી પડે છે (ક્યારેક વરસાદ પણ), બાપ રે..આજે તો રીટર્ન ઘેર આવતી વખતે એક્ટિવાની સ્પીડ 40 ઉપર નહોતી જતી. બધી વસ્તુઓ ‘થોડી’ હોય ત્યારે ગમે એ ‘અતિ’ બની જાય એટલે એના પ્રત્યે વિચાર પણ બદલાઈ જાય. 


‘મિરેકલ ઓફ ધ મોર્નિંગ’ બુક વાચ્યા પછી, આઈ બીકેમ મોર્નિંગ પર્સન. હવે આંખ પહેલાં ખુલે છે પછી અલાર્મ વાગે છે. એક્ટિવાની જોડે ઊભી રહું એટલે એવું લાગે કે એ મારી રાહ જોત હતું કે ‘ચલ ફોરમ, આપણી સફર ચાલુ.’ 30 મિનિટ એ આપણો ‘મી ટાઈમ.’ સિલેક્ટેડ સોંગ, ખુલ્લું આકાશ, માથા પરથી જતું પ્લેન, વગર કામના હોર્ન મારતા લોકો, સિગ્ન પર ઊભા રહીને આજુબાજુના લોકોની આંખ વાંચવી...અને બીજું ઘણું બધું. શરુઆતમાં હું ઓફિસ જતી વખતે રસ્તામાં બહુ બધી વિચારતી..પણ  હવે ફિક્સ છે....સોંગ ગાવાના અને તેની રીધમમાં પગ પણ ડોલે. સિગ્નલ આવે એટલે મિરરમાં કાજલ ચેક કરવાની.

ખોટું નહીં બોલું પણ આઈ એમ ગુડ ઓબ્ઝર્વર. રોજ હું ઘણા બાઈક જોવું છું. જેમાં સાઈડમાં ટિફિન લગાવ્યું હોય અને દેવદાસ બનીને ઓફિસ જતા હોય. અમુક લોકોને જોઇને લાગે કે આ ભાઈને તો ઉઠાડીને સીધા બાઈક પર બેસાડી દીધા છે. ઓફિસ જવાનું જ છે, તમને ખબર છે, તો પછી સિરિયસ બનીને કેમ જવું?? અમુક લેડી ડોન પણ રસ્તામાં ભટકાય કે જેમની આગળ આપણે નીકળી જઈએ તો તેમનો ઈગો હર્ટ થઈ જાય. વચ્ચે પીરાણા આવે ત્યારે લીટરલી હું આમ શ્વાસ રોકી દઉં અને જો ત્યાં સિગ્ન બંધ હોય તો તો મર્યા. 

સવારમાં રોમિયો અને જુલિએટ પણ હોય અને મારા બેટા આ  લોકો બધાનું ધ્યાન ભટકાવતા જાય. બંનેની વચ્ચેથી થોડી પણ હવા પાસ ના થાય એટલા ચીપકીને બેઠા હોય. વચ્ચે તો હું પણ બધા બાઈક નંબર યાદ રાખતી હતી, જો કોઈ મારી સાઈડથી જતું હોય અને ટાઈમ એક હોય તો પેટ્રોલના તો બચી જાય ને ભયલા!!

સવારે અને સાંજે રસ્તા પર ઓફિસ માટે અવર-જવર કરતા લોકોનો ધ્યેય એક જ હોય. મારે મારી મંઝિલ એટલે કે નોકરી સુધી પહોંચવાનું છે. અરે ભાઈ, આજુબાજુ તો જુઓ. પ્રકૃતિની મજા માણતા જાઓ. ભાગ્યે જ મેં રસ્તા પર કોઈના ચહેરા પર સ્માઈલ જોઈ હશે, હું કારણ વગર પણ હસતી હોવું.‘આપણા હસવાનું કારણ આપણે જાતે જ બનવું.’ લાફિંગ ઈઝ  ગુડ ફોર હેલ્થ. 

સિગ્નલ બંધ હોય તો લોકો આમ ઈરિટેટ થઈ જાય, ક્યારે ખુલશે ?? હું આ ટાઈમમાં મારું સોંગ ચેન્જ કરી લઉં અને મિરરમાંથી ઢળતા સૂરજને નીરખી લઉં. પાવર નેપ તો ત્યાં ના ખાવા બેસાય, ખબર પડે કે હું ઊઠી ત્યારે આજુબાજુ કોઈ નથી. 

દિવસની શરુઆત એવી રીતે કરો કે તમે દુનિયાની સૌથી ખુશ વ્યક્તિ છો. આ જીવન એ કોઈ બોજ નથી પણ આપણા પર ખુશીથી જીવવાની એક જવાબદારી છે. વાહન ચલાવતી વખતે પોતાના વિશે વિચારો. લાઈફ ઈઝ બ્યુટીફુલ, ઈવન મોર બ્યુટીફુલ ઈન વિન્ટર ટાઈમ. સ્વેટર પહેરજો પાછા નહીં તો ઓફિસ જજઈને છીકાછીંક ચાલુ થઈ જશે. કોઈને મોઢું દેખાડવાની લ્હાયમાં માસ્ક નીચે ના ઉતરતા. સામેવાળી વ્યક્તિને જોવું જ હશે તો તમારી આંખો જ કાફી છે...!! ચાલો ત્યારે મળીએ રસ્તા પર, ક્યાંક હું દેખાઈ જઉં તો બૂમ પાડજો...

ફેવરિટ લાઈન ઓન ધ રોડ:

O jisey dhoonda

Zamaane mein, mujh hi mein tha

O mere saare jawaabon ka safarnama

Meri ore se utha teri ore ko kadam pehla

Milenge hum..

-----------------

Dekh Ke Bhi Nahi Ho Yakin

Itni Kyun Hai Bata Tu Haseen

Tere Husn Se Zindagi Haseen

Tere Husn Ke Aage Koi Haseen Na Kuchh Bhi Nahi

-------------------

Kuch paakar khona hai, kuch khokar paana hai

Jeevan ka matlab to aana aur jaana hai

Do pal ke jeevan se ek umr churaani hai

--------------

Lovers in the night

Poets tryna write

We don't know how to rhyme

But damn we try

But all I really know

You're where I wanna go

The part of me that's you will never die



Say you'll remember me standing in a nice dress
Staring at the sunset, babe
Red lips and rosy cheeks
Say you'll see me again
Even if it's just in your wildest dreams......

-ફૂલની ફોરમ








Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ