મેરેજ અને ડિવોર્સ: તારા વગર નથી જીવવુંથી તારાથી મન ભરાઈ ગયાનો સફર
સાંજના 6 વાગ્યા છે અને મારા લાડલા એવા લેપટોપને સવારથી આરામ મળ્યો નથી. હા, લંચ વખતે 15 મિનિટ એકલું પડ્યું હશે. આજનાં બિગ બ્રેકિંગ: આમિર ખાન અને કિરણ રાવનાં છૂટાછેડા. વર્કિંગ મીડિયામાં હોવાને લીધે આજે આખો દિવસ આમિરની જન્મકુંડલી કાઢી. ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, કેમ સાથે નહીં રહે..ફલાણું-ઢીકણું. આજે રાતે સપનામાં પાક્કું આમિર ખાન આવશે એ પણ ગેરેંટી. સેલેબ લાઈફ બધાને ગમે પણ તેના ગેરફાયદા પણ છે. પર્સનલ જેવું કઈ રહેતું નથી. કપલે ભલે કહ્યું અમે સહમતિથી અલગ થયા પણ શુભચિંતકોને તો આમાંથી 10 ટોપિક મળી જાય. દુઃખ થયું આજે આ કપલ વિશે લખીને પણ હકીકત સ્વીકારો અને આગળ વધો.
જ્યારે કોઈ મને પૂછે કે, તું ક્યારે લગ્ન કરીશ અથવા તો લગ્ન કેમ નથી કરતી? તો સામે મારો પ્રશ્ન એક જ હશે, ગિવ મી 3 વેલિડ રીઝન. આજે નહીં તો કાલે બધા પરણવાના જ છે. ના પણ પરણે. ચોઈસ બધાની અલગ છે. લગ્ન કરીને જે જીવન બદલાય છે એ મેં જોયા છે. તારા વગર હું નહીં જીવુંથી લઈને તારાથી મન ભરાઈ ગયું, હવે સાથે નથી રહેવું. એટલે લગ્નમાં ઓલા સાત જન્મના વાયદાનું શું? આજુબાજુનાં જીવનમાંથી સુખી લગ્નજીવનનાં દાખલા ઘણા ઓછા મળે છે. મિયા-બીબીમાં તકરાર થવાની અને થવી જોઈએ. કાલે ફર્સ્ટ ડે ફર્સ્ટ શોમાં તાપસીનું મૂવી જોયું હસીન દિલરુબા, મજા આવી. મૂવી જોઇને ખુશ ના થવું કેમ કે એવો પ્રેમ સ્ક્રીન પર જ હોય છે. એને રિયલ લાઈફમાં ઈમેજીન કરવું આપણા માટે મુશ્કેલ થઈ શકે છે.
There is Love, there is pain...સેલેબ્સના ડિવોર્સ આપણે આમ ન્યૂઝની જેમ ઉડાડી દઈએ એ વસ્તુ આપણી આજુબાજુ હોય તો નજરીયો બદલાય જાય. વાંક ગમે તેનો હોય, છૂટા પડવાનું દુઃખ તો થશે જ. પ્રેમને સમજો તો એક સેકન્ડ લાગે અને ના સમજો તો સાત જનમ પણ ઓછા પડી જાય. અપેક્ષાઓ વધે અને નિ: સ્વાર્થતા ગાયબ થઈ ગઈ. પ્રેમ એટલે આપવું, લેવું નહીં. પ્રેમ શબ્દ મને પહેલેથી આમ ખૂંચતો. કે એના વિશે વિચારતા કે લખતા કેટલો સમય નીકળી જાય.
આંખો બંધ કરીને હાર્ટબીટ સાંભળજો અને આખી પૃથ્વીને ઈમેજીન કરશો તો ખબર પડશે કે તમે તો આ ગ્રહ પર કીડી જેટલો અંશ પણ નથી, અભિમાન અને દુઃખ શેનું? જીવી લો. ફરિયાદો આજે પણ રહેશે અને કાલે પણ રહેશે. તમારે જીવન કેવું જીવવું છે અને કોના સાથે જીવવું છે એ નક્કી તમે જ કરી શકો છો. પ્રેમ એટલે દેખાડો નહીં, એ એક અહેસાસ છે. આજના ઓનલાઈન પ્રેમ વિશે તો બોલવા જેવું જ નથી. આકર્ષણ અને અપાકર્ષણ ચાલતું રહે છે. લગ્ન એટલે તમારે આખી જિંદગી એક જ વ્યક્તિ સાથે રહેવાનું છે. સવારે ઊઠીને તેનો ચહેરો અને રાતે સૂતા પહેલાં તેનો ચહેરો. Don't fall in love, grow in love.
બિલ ગેટ્સના છૂટાછેડાની વાત આવી ત્યારે પણ એવું થયું કે લોકો લાગે કે પૈસાદાર લોકો ખુશ હોય છે સુખી હોય છે. પણ જ્યારે મન ભરાઈ જાય અથવા તો દોરીમાં ગાંઠ પડે તો એ કાયમ માટે ગાંઠ જ રહે છે. તમે ખુશી અને પ્રેમ કોઈ માર્કેટમાંથી ખરીદી ના શકો. રાતે ગેલેરીમાં બેસું ત્યારે મેં સાઈકલ પર ઘરે જતા એક ભાઈને તેની વાઈફ કે ગર્લફ્રેન્ડ સાથે ખુશખુશાલ વાત કરતા સાંભળ્યા છે. લગ્ન એટલે બલિદાન અને આઝાદીનો અંત, આ ઘણી વખતે સાચું પણ પડે છે અને ઘણી વખતે ખોટું પણ. બાકી જોડી તો ઉપરવાળો બનાવે છે. આપણે બસ હખણા રહીને સાથે રહેવાનું છે.
ઈન કેસ હું બાયોડેટા બનાવીશ તો એક લાઈન લખીશ.,
Expectation: who don't use Instagram and know about the cosmos.
મારી મોસ્ટ મોસ્ટ ફેવરિટ બુક, ‘ONLY LOVE IS REAL’ની લાસ્ટ લાઈન...WHEN ALLOWED TO FLOW FREELY, LOVE OVERCOMES OBSTACLES.
(દરેક શબ્દો અને વિચાર મારા પોતાના છે)
Comments
Post a Comment