HAPPY BIRTHDAY ISH
મારી વ્હાલી, ના મારી સૌથી વ્હાલી-ઈશુ,
આજે વધુ એક બર્થડે આવ્યો અને નવું વર્ષ બહુ બધા એડવેન્ચર સાથે તારી રાહ જોઈ રહ્યું છે. તું ફાવી ગઈ હો, આ બર્થડે પણ વર્ક ફ્રોમ હોમમાં આવ્યો. બાકી ઓફિસ કે તારા ઘરે ધામા નાખી દીધા હોત. ઓકે, તારા વિશે લખવાનું ક્યાંથી શરુ કરું? મનમાં શબ્દો ઝઘડી રહ્યા છે, ઓલો કહે પહેલા મારો વારો, બીજો કે ના હું આવીશ.
આઈ થિંક ઓફિસ ઇઝ અવર સેકન્ડ ફેમિલી. ત્યાં તમને એક પરિવાર મળે, મિત્રો મળે. અને તું તો મારા કાળજાનો કટકો છે. આપણી શરુઆતની ભોપાલની ટ્રીપ. ટ્રેનની મોજ. ત્યારે હજુ એટલું ઓળખતા નહોતા પણ આપણે મજા કરવામાં કઈ બાકી નથી રાખ્યું. જે વ્યક્તિને સૂર્યાસ્ત ગમતો હોય, તે હંમેશ મારા દિલની નજીક હોય છે. તારો સાગર ચોટલો બહુ યાદ આવે છે. તને જોઇને હું પાણી પીતી હતી ઓફિસમાં ઘરે તો યાર 8 કલાકમાં એકવાર પાણી પીવું છું.
પ્રવાસ કોને કહેવાય? જેમાં આપણે પોતાને મળીએ. બાકોર, સાપુતારા અને પાટડી. ઈશિતાની બેગમાં કપડા કરતાં ખાવાનો સામાન વધારે હોય. એ સામાન ભલે ઘરે પાછો જાય પણ ભાઈ નાસ્તો તો જોઈએ જ. અમારા મારવાડી મેડમ. ગમે તે થાય, ખાવાનું બાકી નહીં રાખવાનું. સાચું કહું શરુઆતમાં તો, મારે તને બહુ શાંતિથી સાંભળવી પડતી કેમ કે તારી બોલવાની શતાબ્દી એક્સપ્રેસ એટલી સ્પીડમાં જાય કે એમાં અમુક શબ્દો તો સ્ટેશન પર જ પડી જાય. હું ઈચ્છું છું કે આપણે રોજ સૂર્યાસ્ત સાથે જોઈએ અને હાથમાં ટીચર્સ હોય. વાહ! સાપુતારામાં તમે જે મને સાંભળી હતી, ઓ બાપરે અને રિઅલી સોરી તારા વિશે બધી વાતોની પોલ ખોલવા બદલ.
ચહેરા પર સ્મિત રાખીને ફરીએ છીએ એનો અર્થ એ પણ નથી કે દિલમાં દુઃખ નથી. તૂટેલા દિલ સાથે જીવવું સહેલું નથી જ, ક્યારેય નહીં. તું સ્ટ્રોંગ છે, મારા કરતાં પણ. મને હંમેશાં તારા પર ગર્વ છે. તું જેવી છે મારી ઈશુ છે, મારી ઈચુ છે. તારી સાથે બહાર ફરવાનું થાય ત્યારે આજુબાજુની દુનિયા ભૂલી જવાય. આપણા ગાંડપણ અને ગાળોની તો કોઈ હદ જ નથી. ઉપરથી તમે તો અંગ્રેજોના સગા. સિરીઝ જોઇને અમારી સાથે અંગ્રેજીમાં જ વાત કરો. પણ આઈ લાઈક ધેટ. જ્યારે તારી શતાબ્દી અચાનક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં આવી જાય. મને યાદ છે હું ઓફિસમાં ચેનસ્મોકરનું સોંગ ગાતી હતી એ સોંગ તને પણ લિરિક્સ સાથે આવડતું અને આઈ વોઝ લાઈક ફોરમ...બેટા જંગલ મેં એક ઔર શેર આ ગયા. તારા હેલિકોપ્ટર પાછળ હું છે ને સીટ પકડીને બેસું છું. અમને બહુ બીક લાગે પાડી દઈશ તો !! હજુ મારે લગ્ન પણ બાકી છે.
તારા નવા વર્ષે એક જ પ્રાર્થના તારી બધી ઇચ્છાઓ પૂરી થાય, જોયેલા કે ના જોયેલા સપનાં પૂરા થાય. તારા ચહેરા પર હંમેશાં મને બત્રીસી દેખાતી રહે અને શ્લોકનો વરસાદ થતો રહે. વી આર ફ્રેન્ડસ ફોર લાઈફ, ફોર સાત જનમ. દે તાળી...
ઓ હા, ખાસ વાત. અમારી વ્હાલસોયી ઈશિતા શાહહહને કુકિંગ બહુ મસ્ત આવડે છે. આપણે એના હાથની કાંઈ ખાધું નથી પણ ફોટો જોઇને ફેન થઇ ગયા છીએ બોસ...💓
HAPPY BIRTHDAY ISHU..YOU ARE PRECIOUS..YOU ARE LIGHT..YOU ARE PRIDE...LIVE LONG..AND ROCK THE WORLD
Happy birthday ishu,
ReplyDeleteHave a wonderful life ahead ☺
સંપૂર્ણ નિખાલસતા સાથે દિલની રજૂઆત.
ReplyDelete