Sunday is not Sunday for me
હા ભાઈ, મને ખબર પડી ગઈ, તારો વીકેન્ડ સ્ટાર્ટ થઇ ગયો છે અને તું હવે બે દિવસ હવામાં ઉડીશ. આવું દર વખતે થાય છે. મારી રજા રવિવારે હોતી નથી એટલે જ્યારે બીજા બધા રજાની ફીલિંગ લેતા હોય ત્યારે હું કમ્પ્યુટરમાં મોઢું ઘુસાડીને કામ કરતી હોવ, મારા માટે રવિવાર એટલે એ દિવસ જ્યારે ઓફીસવાળા મને રજા આપે. કેવું અજીબ છે નહી ! આખું અઠવાડિયું એક દિવસની રાહ જોવો એ રજા જતી રહે એટલે પાછું છ દિવસ સુધી તેની રાહ જોવાની, ખાસ વાત તો એ છે કે રજાના દિવસે તમે ભલે કોઈ પ્લાન ન બનાવો પણ ઘરવાળા તમારી રજાના દિવસે બધા પ્લાન કરીને બેઠા હોય. રજા સવારે મોડા ઉઠવાની સાથે ચાલુ થાય અને પલકવારમાં પૂરી થઇ જાય.રવિવારે એક ફાયદો થાય તમને પબ્લિક ઓછી દેખાય, ભીડ ઓછી હોય. બસ તમે અને તમારું એકટીવા અને સરકારના રોડ.
બીજી ફાયદો એ છે કે, રવિવારે ઓફીસમાં પબ્લિક ઓછી હોય. એટલે આ દિવસે મને પેન્ટમાંથી છૂટી મળી જાય, જે કપડા પહેરીને જવું હોય એ જાવ, હું અને મારી ફ્રેન્ડ એકવાર નાઈટડ્રેસ પહેરીને રવિવારે કામ કરતા હતા અને આ જ કપડામાં ફિલ્મ પણ જોઈ આવ્યા. વી ડોન્ટ કેર.
રવિવારનો સૂર્યાસ્ત પણ અન્ય દિવસો કરતાં ખાસ હોય છે, થેંક યુ યુનિવર્સ......

🤗 સાલું તમારા રવિવાર ના ઓફિસ નું વાંચીને મને પણ મારા રવિવાર ના દિવસ ની યાદ આપવી દીધી.
ReplyDelete