Price Of my life
આજે બે વાત સામે આવી. પ્રથમ કે આસામમાં ગુવાહાટી શહેરમાં અમુક નબીરાઓએ દીપડાને મારી નાખ્યો. અને હજુ તેની નિર્દયતા તો જોવો, આ દીપડાના નખ અને દાંત કાઢી દીધા. ત્યારબાદ તેની ટીંગાટોળી કરીને ફર્યા અને તેનો વીડિયો મેં જોયો. આ રેલીમાં નાના બાળકો પણ હતા, તે બધા પર શું અસર થઇ જશે ? શું આપણે માણસ છીએ ? ખાલી આપણને જ જીવવાનો હક છે ? જો કે, પોલીસે આ વીડિયો વાઈરલ થયા પછી 6 આરોપીઓને પકડી લીધા છે.
બીજી વાત છે, સાઉથ આફ્રિકાની. રેડબર્ગ શહેરમાં આવેલા ઝૂમાં 32 વર્ષના ગોરિલાને નાકમાં ઇન્ફેકશન થઇ ગયો હતું. તેના નાકમાં જંતુઓ થઇ ગયા હતા. આ ગોરિલાનું વજન 210 કિલોગ્રામ ! ! ઝૂના અધિકારીઓએ તેના માટે સ્પેશિયલ હેલિકોપ્ટની વ્યવસ્થા કરી અને તેને સાઉથ આફ્રિકાની રાજધાની પ્રિટોરિયામાં લઇ આવ્યા. અહિ તેનું સીટી સ્કેન કરવામાં આવ્યું. 210 કિલો વજનના ગોરિલાનું સીટી સ્કેન કરવું એ કોઈ નાની સૂની વાત નહોતી. તેમ છતાં હાલ તેની સારવાર ચાલી રહી છે અને તે સાજો થઇ જાય પછી તેને ઝૂમાં પાછા તેના ઘરે મોકલી દેવાશે.
હા, આપણે માણસ છીએ અને આપણા સિવાય આ પૃથ્વી પર જે પણ રહે છે તે બધાને મદદ કરીએ. બધાને જીવવાનો હક છે.
ગોરિલાનું દિલ પણ ડોક્ટરને કહી ઉઠ્યું હશે કે, THANK YOU, HUMANS.





Comments
Post a Comment