My dream boat


કાગળની હોડી

                                            


આવરે વરસાદ ઢેબરીયો વરસાદ ,
ઉની ઉની રોટલીને કારેલાનું શાક..

નાનપણમાં હું આ ગીત બહુ ગાતી. હજુ તો વાદળ જ ઘેરાયા હોય પણ આ કડીનું રટણ ચાલુ થઇ જાય. ગીત ગાતા જોઇને મમ્મી પૂછે પણ ખરા કે ચાલો તો આજે કારેલાનું શાક બનાવીએ ને !! ના રે ના , મમ્મી... એ તો ખાલી કહેવાનું હોય બાકી કારેલાનું શાક તો કઈ થોડું ખવાય ! કેટલું કડવું લાગે ! (પરંતુ આજે આ વાતને કી અવકાશનું સ્થાન નથી.) મસ્ત મજાની પછી નોટબુકમાંથી ચોરસ કાગળનો ટુકડો ફાડતા અને ધાબા ઉપર જતા. પછી જ્યાં ખાબોચિયું ભરેલું દેખાય એમાં હાથથી ધક્કો મારીને હોડીને ચલાવવાની...એમાં પણ પાછું એક હોડીથી કઈ ના થાય....કેમ કે આપણી હોડી તો કાગળની.. જો પ્લાસ્ટિકની હોત તો વળી અલગ વાત છે (તો કદાચ આજની તારીખમાં પ્લાસ્ટીકના ઝબલા સાથે પ્લાસ્ટીકની હોડી પર પણ કદાચ પ્રતિબંધ હોત !!). વરસતા વરસાદમાં ધાબાના ખાબોચિયામાં હોડી ચલાવવાની અને એને ટગર ટગર જોયા કરવાની કે જ્યાં સુધી એ ડૂબી ના જાય. પછી શું ! પછી પાછી બીજી હોડીનો વારો..આજે એટલે આ વાત યાદ આવી કેમ કે આજે પણ વરસાદ પડી રહ્યો છે પણ ખબર નહી કાગળની હોડી ક્યાંક ખોવાઈ ગઈ છે, એ આનંદ ખોવાઈ ગયો છે , એ સ્વાર્થ વગરની મસ્તી ખોવાઈ ગઈ છે. 
                                         

જે ઝડપ પર  ટેકનોલોજી  ભાગી રહી એ જોઇને આવાની પેઢી ઘણી બધી મોજમસ્તી ગુમાવી રહી છે. આજના સમયના બાળકથી લઈને વૃધ્ધ દરેક એક નાની નિર્જીવ વસ્તુ એટલે કે સ્માર્ટ ફોન પાછળ બધો સમય ફાળવી રહ્યો છે.આ સ્માર્ટફોન આપણા મોટા ભાગનો સમય વેડફી રહ્યો છે. જો આમને આમ ચાલતું રહેશે તો આવનારી પેઢી માટે તો કાગળની હોડી એક જમાનામાં હતી તેમ બની રહેશે. આ તો સારું છે કે નિર્જીવ વસ્તુને ભગવાને વાચા નથી આપી બાકી જો આપી હોત તો એ ચોક્કસથી બોલત કે ‘તમને બધાને આ રીતે જોઇને મારું આત્મહત્યા કરવું જ યોગ્ય રહેશે.’
                               

હજુ પણ સમય તમારા હાથમાંથી વીતી નથી ગયો, ચાલો આજે ફરી એક વાર કાગળની હોડી બનાવીને વરસતા વરસાદમાં ક્યાંક ખાબોચિયું શોધીને નિ:સ્વાર્થ અને અમુલ્ય આનંદને થોડા સમય માટે આપણી વ્યસ્ત જિંદગીથી પકડી લઈએ.

Comments

  1. Great foram 😘😘 always spread your words fragrance to other.

    ReplyDelete
  2. અદ્ભુત રચના છે, રચના વાંચને યુવાનીમાં બાળપણના દિવસો યાદ કરવી દીધા

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. વાંચી ને ખુબ આનંદ થયો , બાળપણ ના દિવસો માં કાગળ ની હોડી અને છબછબીયા કયરા એની યાદ આવી ગઈ આજકાલ ના દિવસો માં આવો ક્ષણિક આનંદ નથી મળતો જે બાળપણ માં આપણે માણ્યો હોય, અને આ કડી પર થી યાદ આયવું કે મમ્મી તો કહેતા કે કડવું કરિયાતું ખવાય રોગ ના થાય, પણ કોણ જાણે કારેલા નું શાક હજુ પણ ગળા નીચે નથી ઉતરતું 😂

    તમારો બ્લોગ ખૂબ જ રસપ્રદ છે હું તમારા અન્ય રસપ્રદ બ્લોગની રાહ જોઈ રહ્યો છું

    ReplyDelete
  5. Well written you and your point of view is too good that ચાલો ફરી થી બાળપણ ની યાદો તાજી કરીએ.....

    ReplyDelete
  6. હવે જ્યારે પણ વરસાદ પડશે ત્યારે મને આ vlog યાદ આવશે.....

    Great 👍

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ

ઉંબરો