Mom in lockdown
કોઈ પણ મુશ્કેલી હોય પણ આપણા ગુજરાતીઓ જમવાનું ના ભૂલે. હું અહિયાં ઓફીસનું ટેન્શન કરતી હતી ત્યાં મમ્મીને એક જ પ્રશ્ન હતો કે, ઘરમાં શું કરિયાણું છે ? શાક શું છે ? રોજ શું જમશું? એ પણ એમની જગ્યાએ સાચા છે કે, રસોઈ અને બધાનું પેટ ભરવાની જવાબદારી તેમના પર હોય છે એટલે ચિંતા થાય. લોકડાઉનમાં થોડી છૂટ આપી હતી ત્યારે મમ્મી થોડી વસ્તુ લેવા દુકાને ગયાં.
મમ્મી: મોરસ છે ?
દુકાનદાર: ના.
મમ્મી: 1 કિલો વ્હીલ પાઉડર છે ?
દુકાનદાર: ના.
મમ્મી: મેગીના પેકેટ તો હશે ને ?
દુકાનદાર: ના.
મમ્મી: ડેટોલ સાબુ છે અથવા તો હેન્ડવોશ ?
દુકાનદાર: ના.
મમ્મી: બાલાજીની વેફર છે?
દુકાનદાર: ના બીજી કંપનીના છે.
મમ્મી: વાઘ-બકરી ચા છે?
દુકાનદાર: ના, મિલી કંપનીની છે.
થોડી વાર સુધી આ પ્રશ્નો અને જવાબ ચાલતા રહ્યા અને મમ્મીએ કંટાળીને પૂછ્યું.
મમ્મી: દુકાનમાં તાળું છે?
દુકાનદાર: હા,
મમ્મી: તો એક કામ કરો, તાળું મારીને ઘરે જતા રહો.
Comments
Post a Comment