Miss you Office

                                       

કોરોના, ભાઈ તું કિસ હોટેલ કી આલુ કી સબ્જી હૈ ? એક ટાઈમ હતો ત્યારે હું બોલતી હતી કે, હું ઘરે ખાલી સૂવા માટે જ જઉં છું. આખો દિવસ તો ઓફીસમાં જતો રહે અને પછી ઘરે જમીને સુઈ જવાનું. દિવસ પૂરો. કોરોના લીધે ઘરે ઓફીસ બનાવી દીધી છે, આજે ૨ મહિનાથી વધારે દિવસો થયા હું ઘરે છું. હા હું મારી ઓફીસને મિસ કરું છું અને ઘરે રહેવાની મજા પણ માણું છું. ખુશ એટલે છું કે મારા પેટ્રોલના રૂપિયા બચી ગયા અને દુઃખ એ વાતનું છે કે, મારી ફ્રેન્ડસને હું મલી શકતી નથી. લંચ ટાઈમ યાદ આવે અને ગાર્ડનમાં રેન્ડમ ટોપિક પર અમારી ચર્ચા ઉપર ચર્ચા. કે જેનો અંત કલાક પછી આવે.

એક દિવસ પહેલાં આખો બંધ કરીને વિચારતી હતી કે મને રસ્તો તો યાદ છે ને ! ઓફીસ ભૂલી તો નથી ગઈ ને ! સવારે મસ્ત એકટીવા સાફ કરીને સોંગ ચાલુ કરીને જોશથી રસ્તા પર ગાવાનાં, આજુબાજુવાળા ભલે જોવે એ મને નથી ઓળખતા અને હું તેમને ઓળખતી નથી, મેં કોઈ ફેર નહી પડતો. આવતા જતા ક્યાં સોંગ સાંભળવાના છે તેનું પ્લે લિસ્ટ ફિક્સ છે. ઉફ્ફ તેરી અદા.. અને એમાં પણ ઠંડા પવનમાં તો આ સોંગમાં ખોવાઈ જઈએ.રસ્તામાં અમુક હિરો પણ મળે જેમને આપની સાથે રેસ-રેસ રમવું હોય અને છેક ઓફીસ સુધી આવી જાય. આ અનુભવ મને એકટીવા લીધા તેના બીજે દિવસે જ થયો હતો. મેં વિચાર પણ આવે કે ખાલી મારી આંખો દેખાતી હોય એમાં આ ભાઈને શું દેખાઈ ગયું હશે બીજું !
                                             
ઓફીસમાં આપની જગ્યા પણ ખાસ હોય છે. એ ખુરશી પર બેસીએ એટલે આમ હાશકારો થાય. અને ઘરે કામ કરવામાં હું બધે ફરતી રહું છું. લેપટોપ છે એટલે સારું છે. પવન આવે તો બહાર બેસી જઉં. નેટ ના આવે તો બે-ત્રણ વાર કૂદકા મારી લઉં. દરેક જગ્યાનું મહત્ત્વ હોય છે. ઓફીસમાં જયારે વર્ક ફ્રોમ હોમની વાત થતી હતી ત્યારે હું જ કૂદકા મારતી હતી અને અત્યારે હું જ સૌથી વધારે ઓફીસ મિસ કરું છું. આઈ હોપ એક દિવસ હું ઓફીસમાં બેસીને કામ કરીશ અને તે દિવસ જલ્દી આવશે.

અને ત્યાં સુધી મારો સાથ આપવા બદલ હું આ લેપટોપ અને ઇન્ટરનેટની આભારી છું. થેંક યુ....








Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ