Last breath


                                      

સવારના આશરે ૧૦ વાગ્યા હશે અને ત્યારે અચાનક રસ્તા પરથી અવાજ આવવા લાગ્યો ‘ રામ બોલો ભાઈ રામ ‘ અને શબવાહિનીમાં હે રામ ની ધૂન વાગી રહી હતી. થોડી વાર પછી ખબર પડી કે મારા ઘરથી થોડે દુર રહેતા એક ઉંમરલાયક ભાઈનું અવસાન થયું હતું. 
                                

આશરે પચાસેક માણસો ઉમટી પડ્યા હતા તેમની શબયાત્રામાં અને ગમગીન ચહેરા લઈને આગળ વધી રહ્યા હતા. મૃત્યુ આગળ આપણને સૌને ખબર છે કે કોઈનું ચાલવાનું નથી પણ મોટાભાગના લોકો તેને ખબર નહિ કેમ પૂરી રીતે સ્વીકારી શકતા નથી. મૃત્યુ પછી હકીકતમાં શું થાય છે તેની કોઈને ખબર નથી તે લોકો આપણને મૃત્યુ પછી પણ શું જોઈ શકતા હશે તેની પણ કોઈને ખબર નથી. તો શા માટે માણસને મળવા આપણે તેના મૃત્યુ સુધીની રાહ જોઈએ  છીએ ? જેવા સમાચાર મળે છે કે આ વ્યક્તિનું અવસાન થયું છુ કે તરત આપણે ખેસ લઈને નીકળી પડીએ છીએ. મૃત્યુના સમાચાર મળતા દૂરના અને નજીકના એમ બધા સગા સંબંધી ઉમટી પડે છે. પોંક મૂકીને રડે છે અમને શા માટે મૂકીને જતા રહ્યા ? પણ સાહેબ તમે એમની સાથે હતા જ ક્યારે ? 
                                   

આજના આ ડીજીટલ અને ફાસ્ટ યુગમાં સંબંધો માત્ર સ્માર્ટફોનમાં જ સમાઈને રહી ગયા છે. ચાર કલાક ફોનમાં આંગળીઓને દૂખાડ્યા કરતાં આપણે એમના ઘરે શું મળવા ના જઈ શકીએ ? અને હા જો ક્યારેક ભૂલથી ગેટ તો ગેધર જેવા પ્રોગ્રામ ગોઠવાય તો પણ માત્ર ફોર્માલિટી માટે જ ‘હાય હેલ્લો’ કરીએ છીએ અને થોડી વાર પછી પાછા નિર્જીવ ડબ્બાની દુનિયા એટલે કે સ્માર્ટ ફોનમાં ધકેલાઈ જઈએ છીએ. જીવતા માણસના જેટલા વખાણ નથી થતા એટલા તેના મૃત્યુ પછી થાય છે. ઘણી વાર મગજ ગુંચવાય જાય છે શું ચાલી રહ્યું છે આપણી આસપાસ અને આપણે કેવા વાતાવરણમાં જીવી રહ્યા છીએ. બીજી એક વાત મને સમજાતી નથી વ્યક્તિ મૃત્યુ પામ્યા પછી તેનો મસ્ત પાસપોર્ટ સાઈઝનો ફોટો દીવાલ પર લગાવશે અને પછી તેના પર ચંદનનો હર ચડાવશે પછી ભલે ને ફોટો આખું વર્ષ ઘરના એક ખૂનની દીવાલ પર ધૂળ ખાતો હોય ! શું જીવતા જીવ ફોટા ના લગાવી શકાય ? એટ લીસ્ટ આપણે જોઈ તો શકીએ. 
                            

જે છે એ આજ છે. આ આજને ચોરી લઈને નિર્જીવ ડબ્બામાંથી બહાર ડોકિયું કરીને સંબંધોને સાચવીએ અને એ પણ એકબીજાને મળીને નહિ કે મેસેજ કરીને !


Comments

Popular posts from this blog

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ

ઉંબરો