I am Happy in operation Room
નોર્થ ઇંગ્લેન્ડમાં આવેલા યોર્કશાયર જીલ્લામાં 54 વર્ષના દર્દીની ઓપરેશન રૂમની સેલ્ફી હાલ ઘણી વાઈરલ થઇ છે. ડોક્ટરની ટીમ જીમ મુર્ફીના અલ્ટ્રા રેર બ્રેન ટ્યૂમરની સર્જરી કરી રહ્યા હતા અને જીમ સેલ્ફી ક્લિક કરીને તેના વોટ્સએપમાં મિત્રો અને સંબંધીઓને મોકલી રહ્યા હતા. આ સર્જરી 5 કલાક લાંબી ચાલી હતી. જીમે ઓપરેશન રૂમમાં ડરવાને બદલે સર્જરી એન્જોય કરી હતી. તેમના મિત્રો અને સંબંધીઓને તો આ વાતનો વિશ્વાસ નહોતો આવતો.
ઇંગ્લેન્ડની રોયલ ઇન્ફીર્મરી હોસ્પિટલમાં જીમ અને ડોક્ટરની ટીમે PPE કીટ પહેરી હતી. જીમે પોતાના આ ઓપરેશન વિશે મીડિયાને કહ્યું કે, મગજની ગાંઠની સર્જરી વખતે ડોક્ટરને હું મદદ કરી રહ્યો હતો. સર્જીકલ સાધનોનો ઘોંઘાટ ના સાંભળવા માટે હું મ્યુઝિક પણ સાંભળી રહ્યો હતો. મારા મિત્રો અને સંબંધીઓને મેં સેલ્ફી પણ વોટ્સએપ પર મોકલી હતી. ઘણા લોકોએ મને સામે મેસેજ કર્યો હતો કે સાચેમાં મારી સર્જરી ચાલી રહી છે ?
જોવાની વાત તો એ છે કે, જીમની પત્નીને આજથી 18 વર્ષ પહેલાં મગજમાં ગાંઠ હતી. પતિ-પત્ની એમ બંનેને સરખું બ્રેન ટ્યૂમર હતું. આ બ્રેન ટ્યૂમર 10 લાખ કેસમાં એકવાર જોવા મળે છે. જીમની પત્નીની અત્યાર સુધી ૩ વાર સર્જરી થઇ ચૂકી છે.
જીમે ઓપરેશનમાં ડોક્ટરને ઘણી મદદ કરી અને હાલ તેમની તબિયત સારી છે. જીમે તો સપનામાં પણ નહી વિચાર્યું હોય કે તેમની એક સેલ્ફી આટલી બધી વાઈરલ થઇ જશે !
Comments
Post a Comment