Hey ! How's your JOB ?


# નોકરી
કોલેજ સુધીની જિંદગી મોજ મસ્તીથી ભરપૂર હતી ત્યારે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું જયારે નોકરી કરવા જઈશ ત્યારે મારા મનની હાલત શું હશે ? ભણવા માટે જેટલી અગ્નિપરીક્ષાનો સામનો નથી કર્યો એટલો સામનો નોકરી ગોતવામાં કરવો પડે છે ત્યારે મંદ નોકરી મળે છે અને એમાં પણ આપનું ગમતું કામ એને તો તમારે ભૂલી જ જવું પડે... કેટલું અજીબ છે કે માત્ર એક કાગળ પર આપણને જજ કરવામાં આવે. ૨૧ વર્ષ સુધી ભણ્યા એ પણ માત્ર એક નોકરી માટે અને પછી તમે અમને માત્ર એક કાગળિયાં પરથી જજ કરો એ તો કેવી રીતે યોગ્ય કહેવાય સાહેબ...?? 
                               

આતો એવુજ થયું ને કે તમે એક માણસને નહિ પણ ગધેડાને લેવા માંગો છો. ભણ્યા સિવાય બીજા સારા કામ શું કર્યા ..બીજા કઈ કલ્ચરલ પ્રવૃત્તિમાં ભાગ લીધો એ બધું તો કોઈ પૂછતું જ નથી. બીજી વસ્તુ કે તમે અમારા માર્ક્સ સામે જોઇને પછી અમારી સામે એવી રીતે જોવો છો કે જાણે કોઈનું ખૂન કરીને આવ્યા ના હોય !! 
                                

જો સાહેબ, બધા આ દુનિયામાં તમારે જોઈએ છે એટલા હોશિયાર જ હોત તો દેશને એક નહિ પણ કરોડો મુકેશ અંબાણી મળત ! બધાની ભણવાની કેપેસિટી, સમજવાની કેપેસિટી કે યાદ રાખવાની કેપેસિટી થોડી સમાન હોય ! અને જો બધી કંપની હોશિયારને જ લેવા માગે છે તો મધ્યમ અને નબળા લોકોને તો નોકરીમાંથી હાથ જ ધોઈ લેવાના ને ! ઉપરથી તમે ઈન્ટરવ્યુમાં પ્રશ્નોનો ધોધ કરી મુકો કે આ આવડે છે પેલું આવડે છે...પણ સાહેબ તમે એક વાર પણ એવું કીધું કે વાંધો નહિ તમને નથી આવડતું તો અમે શીખવાડી દઈશું. 
                               

કોઈ પણ કામ દુનિયામાં એવું નથી કે જે સીખી શકાય બસ એક દિલમાં અને મનમાં કશુક શીખવાની ધગશ હોવી જોઈએ. નોકરી શોધતી વેળા દર વખતે એક જ વિચાર આવે કે જીવવા માટે પૈસો કેમ આટલું બધું મહત્ત્વ રાખે છે ! શું પૈસા વગર માનવી ના જીવી શકે ? ઉદાહરણ તરીકે શાકવાળાભાઈ એવું બોર્ડ મારે કે ૧૦ મીન કોઈ પણ વગરના કારણ વગર નિ:સ્વાર્થ હસો અને ૧ કિલો ભીંડો મફત લઇ જાઓ... કોઈ ગરીબ બાળકને ભણવો અને મહિનાનું દૂધ મફત લઇ જાઓ.... પણ આપણા લોકોની મનોવૃત્તિ એવી થઇ ગઈ છે કે આપણે તો તેમાં પણ ચિટીંગ કરીએ એવા છીએ. નોકરી ગમે કે ના ગમે પણ રોજ સવારે ટિફિનનું ડબલું લઈને પૈસા કમાવવા માટે રોબોટ બનીને આજનો માણસ ઘરેથી નીકળી પડે છે.

Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ