કોર્પોરેટ દુનિયામાં નોકરી શરુ કર્યા પછી આજુબાજુની દુનિયા તો ભૂલી જ જવાય છે. આખો દિવસ ક્યાં શરુ થાય અને ક્યાં પૂરો થઇ જાય છે. બીજે દિવસે સવારે ઉઠીને એ જ જિંદગી. નોકરી શરુ કર્યા પહેલાં મેં એક લિસ્ટ બનાવ્યું હતું, મારે તે બધા સપનાં જોવા છે, તેમાં એક સપનું છે પતંગિયાની જેમ આખી દુનિયામાં ફરવું છે. એક દિવસ નોકરી પૂરી કરીને ઘરે આવ્યા પછી હું ધાબા પર સૂર્યાસ્ત જોવા ગઈ ત્યારે મારું ધ્યાન પતંગિયા પર પડ્યું. ઘણું સુંદર હતું, બે ઘડી તો હું તેને જોતી જ રહી. કુદરતે કેટલી સુંદર તેની રચના કરી છે. થોડી વાર પછી ,મેં જોયું કે તે મુવમેન્ટ કરી રહ્યું નથી. મેં મળ્યું તે પહેલાં તેણે દુનિયાને અલવિદા કહી દીધું હતું. મેં તેને મારા હાથમાં મુક્યું. મોબાઈલમાં ફોટો ક્લિક કર્યા અને તેનામાં ખોવાઈ ગઈ. આજે પણ ફોનમાં ઘણી વાર તેનો ફોટો જોઈ લઉં છું. થેંક યુ મારી જિંદગીમાં આવવા બદલ, મને આ સુંદર યાદ આપવા બદલ.
થોડા દિવસ પહેલાં હું ઓફિસમાં કામ કરતી હતી ત્યારે મારો ફ્રેન્ડ મને બોલાવવા આવ્યો મને કે જલ્દી આવ. જલ્દી ઉભી થા. હું મારું મહત્ત્વનું કામ મૂકીને દોડી ગઈ. ત્યાં એક સુંદર પતંગિયું હતું જે ઘણા સમયથી મારી ઓફિસમાં ફરી રહ્યું હતું. મારો ફ્રેન્ડ કેમેરા લઇને આવ્યો ત્યાં સુધી હું તેણે ઘૂરી રહી હતી. અને તે સુંદર ફોટો પતંગિયા સાથે જે મને સૌથી વધારે ગમે છે.
આજે પણ પતંગિયું જોવું છું ત્યારે દિલની ધડકનો દોડવા લાગે છે. એવું લાગે છે જાણે આજુબાજુ બધું થંભી ગયું.
શું કુદરતની રચના છે ! કૃતજ્ઞતા !
Comments
Post a Comment