BRTS Bus Diary-2
દિવાળીનું બોનસ
ભણવાનું પૂરું થઇ જાય પછી આપણે માત્ર 2 મહિના
માટે જ ઘરે સારા લાગીએ છીએ. ભલે કહેતા બધા કે વાંધો નહી નોકરી ન મળે તો ચિંતા ન કર
અને સાચું કહું તો આમ તો કાચીંડાના રૂપ હવે જ જોવા મળે. ‘ બેટા, તું તારું ભણવાનું
તો પતાવી દે, પછી મને આ નંબર પર કોલ કરજે...’
અને જયારે આપણે કોલ કરીએ ત્યારની પરિસ્થિતિ કઈક આવી હોય..’ હા, બેટા તું
મારા ધ્યાનમાં જ છે...પણ એમાં પ્રોબ્લમ એ છે કે હાલ વેકેન્સી નથી..જયારે જગ્યા થશે
ત્યારે પાકું હું તને જણાવી દઈશ...’ બસ આ સાંભળીને તો પહેલા તો વિચાર આવે કે જો તો
ખરા માણસો કેવા હોય છે પણ એના સાચા રંગ ચોક્કસ જોવા મળે છે.
એન્જીન્યરીંગમાં ઓછો
રસ એટલે ત્રણ મહિના રખડ્યા પછી નક્કી કર્યું કે દુનિયા જાય તેલ લેવા બસ હવે તો
પોતાને ગમે એ કામ કરવું છે. પગાર ઓછો છે એમાં પણ ચાલે છે ખુશ છું. દિવાળી નજીક આવી
ગયી હતી અને હજુ કોઈ ખરીદી નહતી કરી એટલે પગારની રાહ જોરશોરથી જોવાતી હતી. ફ્રેશર
હોય એટલે બધા શોષણ કરે એ તો નક્કી જ છે. આ દિવાળીએ મને હ્યું કે બોનસ મળશે પણ પગાર
જ મળ્યો એ પણ ધારેલા કરતા ઓછો. આજે ધન-તેરસ હતી. પૈસા ગણ્યા વગર બેગમાં મૂકી દીધા.
ઘરે શું કહીશ એ વિચારવામાં ક્યારે ઇસ્કોન પહોચી ગઈ કઈ ખબર ન રહી. મહિલા બસ મણીનગર
એના ટાઇમ પર જ હતી. મારી જગ્યા પણ રોજની ફિક્સ જ છે કે જ્યાંથી હું નોકરીથી પાછુ
ઘરે જતું ટોળું જોઈ શકું. બે સ્ટોપ પછી એક માસી મારી બાજુમાં આવીને બેઠા. એમની
સાથે બે સમાન ભરેલી થેલી હતી. એ જેવા બેઠા એવી મને સફરજનની સુગંધ આવવા માંડી.
મેં
મનમાં વિચાર્યું નક્કી માસી ધન તેરસના દિવસે લક્ષ્મી વાપરીને આવ્યા લાગ્યા છે.
મહિલા બસમાં ભીડ ઓછી હોય અને એસી ફૂલ હોય. એટલે ક્યારેક મને પણ શરદી જેવું થઇ જાય છે. બાજુમાં બેઠેલા માસી પણ એટલે
જ ક્યારના નાક ચડાવતા હશે. હું મારા પગારના વિચારમાં ખોવાયેલી હતી. આટલા પગારમાં
મારી ડાયરીનું લાસ્ટ પેજની ઈચ્છાઓ હું કેવી રીતે પૂરી કરીશ ? બાજુમાં માસી પર મારું 4 સ્ટોપ ગયા પણ એટલું બધું ધ્યાન ન ગયું. તે વારંવાર પોતાના સાડીના છેડાથી નાક
લૂછતાં હતા.ધીમે-ધીમે મને કોઈક રડતું હોય એવી ભનક થઇ અને મેં અચાનક માસીના સામે
જોયું.
આખી ભરેલી બસમાં માસી ચોધાર આંસુએ રડી રહ્યા હતા અને મને બહુ અફસોસ થયો કે
છેલ્લી ૨૦ મિનિટથી આ બધું ચાલી રહ્યું છે અને મારું ધ્યાન હવે છેક ગયું. આશરે ૩૫
વર્ષની આસપાસ લીલો સાદો અને ગુલાબી રંગના બ્લાઉઝમાં એ માસી ઘણા સિમ્પલ લાગી રહ્યા
હતા. એ સમયે એમને હું શું કહું અને શું નહી એ કઈ ખબર નહતી પડતી. કેમ કે મને તેમના
રડવા પાછળનું કારણ જ નહી પણ તે કોણ હતા તે પણ નહતી ખબર.મેં મારી બેગ ખોલી. મારી
રોજની ટેવ છે કે ઓફિસથી નીકળું એટલે હું પાણીની અડધી બોટલ ભરીને જ નીકળું. કદાચ
મને તરસ ન લાગે પણ બસના ડ્રાઈવરને તો લાગી હોય ને ! મેં માસીને પાણી આપ્યું. આંસુ
લુછીને તેમણે ત્રણ ઘૂંટડા પાણી પીધું. શું વાત કરવી કશું ખબર નહતી પડતી મેં પૂછી
લીધું.
‘ માસી, ક્યાં ઉતરવાનું છે ?’
‘ મણીનગર ’
‘ તમારે ? ’
‘ હું તો ઘોડાસર ઉતરી જઈશ.’
‘ માસી, એક વાત કહું ? ’
તમે શા માટે રડો છો તે તો મને ખબર નથી પણ એક
વાત ચોક્કસથી કહીશ કે રડવાથી કોઈ સમસ્યાનો ઉકેલ નહી આવે. હું સમજી શકું છુ તમારું
દુઃખ કારણ જાણ્યા વગર પણ બસ તમે હવે ન રડતા.
મારું સ્ટોપ આવી ગયું.હું ઉતરી ગઈ. મને એટલું
તો લાગતું હતું કે હવે માસી નહી રડે. બસ એ પછી વિચાર આવ્યો કે હું માસીને સમજાવતી
હતી પણ હું પોતે પણ એ જ કરી રહી હતી. માસીનું રુદન સંભળાતું હતું મારું નહોતું
સંભળાતું. રડવાથી કે હિંમત હારી જવાથી કોઈ સમસ્યાનો ઉકેલ નહી આવે. આટલી સરસ જિંદગી આપી છે ભગવાને જીવી લો..

Comments
Post a Comment