BRTS Bus Diary-1
રાણી હું પોતે
અમદાવાદમાંથી તમે એક દિવસ બહાર જઈને આવોને તો
પણ કઈક ને કઈક તો બદલાયેલું જોવા મળશે જ. મોરબીથી જયારે પણ અમદાવાદ આવું ત્યારે
રીક્ષામાંથી મારી નજરો ચારેબાજુ જ ફરતી હોય. ક્યાંક નવું આવી ગયું હોય તો ક્યાંક જૂનું હટી ગયું હોય..5 વર્ષ પહેલાં બીઆરટીએસમાં કોલેજ જતી તેમ છતાં આજે મારે અમુક
બસના રૂટ જાણવા માટે પર્વને ફોન કરવો પડે. ગોથા ખાઈ જઈએ એના કરતા પૂછી લેવું સારું
એવું મને અનુભવમાંથી શીખવા મળ્યું. બીઆરટીએસના કોરિડોરમાં હવે બીઆરટીએસ અને
એએમટીએસ એમ બંને બસ દોડવા લાગી. એમાં
અમારે એક જ બસ સ્ટેન્ડ પર ઉભા રહેવાનું. એમાં પણ થાક્યા પાક્યા હોઈએ ઉપરથી બસની
રાહ જોતા હોઈએ.
ઓફિસમાં 15 મિનિટની જેટલી કિંમત નથી લાગતી તે કિંમત બસની રાહ
જોવામાં શીખી જવાય છે.ભીડ એટલી બધી હતી સોમાવરે કે એક બાજુ બેગનું ધ્યાન રાખવાનું
અને બીજી બાજુ ફોનનું ધ્યાન રાખવાનું. હું રોજ ઘરેથી નીકળું એટલે મમ્મી મને ચોક્કસ
કે જ કે ફોરમ ફોનનું ધ્યાન રાખજે. મમ્મી તમારા માટે હું ઈમ્પોર્ટન્ટ છુ કે ફોન..અને
મમ્મીનો જવાબ હોય ફોન..સોમવારનો દિવસ હતો અને આશરે 50 લોકોની ભીડમાં હું બસની રાહ
જોતી હતી. એ આવી બસ.. એ આવી....એવું સાંભળવા મળે પણ બસ નથી દેખાતી. એકાએક મારું
ધ્યાન એક છોકરીના હાથ પર ગયું એના ફેસ પર દુપટ્ટો બાંધેલો હતો. મારી જ ઉંમરની હતી.
એના ડાબા હાથમાં ક્વીન લખેલું ટેટૂ હતું. જો કે આ ટેટૂ હતું પણ એટલું આકર્ષક કે
ગમે તેની નજર જાય જ તેના પર. મને મનમાં એટલું હસવું આવ્યું ને કે બોલો આજકાલના
ક્વીન પણ મારી જેમ કલાકથી સિટી બસની રાહ જોવે છે. જરાય દુઃખ કરવાની જરૂર નથી તે
ક્વીન છે તો પણ ઉભા છે જયારે આપણે તો સામાન્ય માણસ છીએ સાહેબ !

Comments
Post a Comment