Need of Bond



હકીકતમાં બોન્ડની જરૂર ક્યાં છે !

હમણાં થોડા દિવસ પહેલા જ એક ઇન્ટરવ્યુમાં જવાનું થયું . કોલેજ પૂરી થયા પછી આપણને મનમાં એમ થાય કે હઈશ હવે શાંતિ હવે ભણવાનું તો નહિ પરંતુ ભણતી સમયે ક્યાં આવી ખબર હતી કે નોકરી ગોતવા માટેનો સમય એનાથી પણ વધારે કપરો હશે ! ભણ્યા પછી ઘણા બધા પ્રશ્નો આખો દિવસ નજર સામે આવ્યા કરે છે, શું મારે આ જ ભણવું હતું અને જો આ નહતું ભણવું તો પછી મને આ ભણવા માટે કોનો આગ્રહ કર્યો ! અને જો હ્વે ફરીથી ભણવાનું પણ કહી ના શકાય. દુનિયાદરીના પ્રશ્નો ક્યારેય ખૂટતા નથી. હજુ ભણ્યા એને માંડ મહિનો પણ નથી થયો પણ આપણને ઘરે બેઠેલા તેઓ જોઈ ના શકે. કંપનીના ઇન્ટરવ્યુંમાં હું કોલેજના કેમ્પસમાંથી સિલેક્ટ થઇ. ત્યારબાદ લેખિત પરીક્ષા આપવા માટે બીજી કોલેજમાં જવાનું હતું. અને જો એ લેખિત પરીક્ષામાં સારા માર્ક્સ આવે તો તેઓ પર્સનલ ઈન્ટરવ્યુ માટે બોલાવશે. આમ આ રીતની આખી પ્રોસેસ હતી. કોઈ પણ સારી કંપનીના પોતાના આ નિયમો હોય જ છે પણ તમારા આ નિયમોમાં મધ્યમ કે નબળા વિદ્યાર્થીઓનું શું !
                                         

રેક કંપનીને પોતાની કંપનીમાં હોશિયાર લોકોને જ લેવા હોય છે પણ યાર બધાને થોડી કઈ ભગવાને એક સરખા અને તેજ મગજ આપ્યા હોય ! આ કંપનીમાં જો તમે તેની બધી પરીક્ષામાં પાસ થઇ જાઓ તો તેઓ પાંચ વર્ષનો બોન્ડ કરાવશે જેમાં એક વર્ષ તેઓ ટ્રેનીંગ આપશે અને બાકીના ચાર વર્ષ ત્યાં નોકરી કરવાની. જયારે આ બોન્ડની વાત મગજમાં ચાલી રહી હતી ત્યારે જ મારા મમ્મી એક દિવસ આવીને મને કીધું  કે અમારા બાજુના ફ્લેટમાં એક છોકરાના છુટાછેડાની વાત ચાલી રહી છે પણ સામેવાળા પૈસા માગે છે. આખી ઘટના મમ્મી પાસેથી સાંભળ્યા બાદ મનમાં વિચારોનું વાવાઝોડું ચાલુ થઇ ગયું. 
                                    

આજની તારીખમાં હકીકતમાં જો જોવા જઈએ તો બોન્ડની જરૂર સંબંધોમાં છે. આજે લગ્નજીવનનું ભવિષ્ય ખૂબ નાનું થતું જાય છે. જે બે વ્યક્તિએ સાત જન્મ સાથે જીવવા મરવાની કસમ ખાધી તેઓ એકબીજા સાથે છ મહિના પણ નથી રહી શકતા.એક સામાન્ય વાત સમજવા જેવી બંને વ્યક્તિની પરવરીશ બે અલગ અલગ કુટુંબમાં થઇ  હોય તો સ્વાભાવિક વાત છે કે તેમના વિચારો પણ અલગ જ હોવાના. એટલે જો કદાચ લગ્નજીવન કરતા પહેલા બોન્ડ સાઇન કરાવીએ તો કેવું રહે ! બોન્ડના કારણે કોઈ ઓછા સમયમાં તો છૂટાછેડા લેવાની વાત ના કરે ! અને જો તેવી પરિસ્થિતિ આવી જાય તો ઝગડામાં એવું બોલાય કે ઝગડો ના કર તને છૂટાછેડા નથી મળવાના આપણે બોન્ડ સાઇન કર્યો છે એટલે તારે મને સહન કરવો જ પડશે કે તે મને સહન કરવી જ પડશે. સમયની સાથે સહન કરવાની શકિત ખૂબ ઓછી થતી જાય છે પછી એ કોઈ સારી કંપનીની નોકરી હોય કે લગ્નજીવન !!!!

Comments

Popular posts from this blog

ઉંબરો

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

It's a rape, who will be next?? ! !