Ashamed

                                             
 
સોશિયલ મીડિયા ! ! શું સમજો છો આ મીડિયાને તમે ? સારું કે ખરાબ ? થોડા દિવસ પહેલાં બધાના સ્ટેટસ એક સરખા દેખાયા મને. હું પણ વિચારમાં પડી ગઈ કે આ બધું શા માટે? સાચું કહું તો મીડિયામાં નોકરી ચાલુ કર્યા પછી લાગણી થોડી ઓછી થઇ ગઈ છે. રોજ નેગેટિવ સમાચાર આવે એટલે હવે આમ પહેલાંની જેમ દિલની અડી જતા નથી. સવારે સરનો મેસેજ આવ્યો કે એક લિંક મોકલી છે એ જોઈ લેજો અને પહેલાં એ કરી દેજો. ન્યૂઝ હતા કે ગર્ભવતી હાથણીને કોઈએ ફટાકડાવાળું પાઈનેપલ ખવડાવી દીધું હતું અને તે મૃત્યુ પામી.
                                     

આ કેસ છે કેરળનો. ન્યૂઝ લખવાના શરુ કર્યા ત્યારે થોડું દુઃખ થયું અને પછી નોર્મલ ન્યૂઝની જેમ તેને લખી દીધું. આ હાથણી સાથે જે થયું તે ઘણું ખરાબ થયું. ન્યૂઝ સ્પ્રેડ કરવામાં મોટો હાથ સેલીબ્રીટી અને સોશિયલ મીડિયાનો,, બધા પોતાની પોસ્ટમાં ફોટો લખતા ગયા અને માનવ જાતને ધિક્કારતા ગયા. ૨ મિનિટ માટે વિચાર્યું અને પછી ભૂલી ગયા. પછી લોકોએ એ જોયું કે કોણે કોણે સ્ટેટ્સ મુક્યું છે ! વાહ, આ તો મારી ફેવરિટ હિરોઈન છે. તેણે મુક્યું, એ બહુ સારી છે. દેખાડો કરનારા ઘણા ઓછા લોકોને ખબર હશે કે મેટર શું હતી ! હું કોઈને જજ નથી કરતી પણ શા માટે ઘેટા-બકરાવાળો પ્રવાહ ! હાથણી સાથે થયું તે ઘણું ખરાબ છે. હાથણી 18 થી 20 મહિના પછી મદનિયાને જન્મ આપે છે. તે હાથણીને મોઢામાં ઘણી ઈજાઓ થઇ હતી અને આ ઈજા સાથે તે ગામમાં ફરી રહી હતી. કોઈને નુકસાન કર્યું નહી અને નદીની વચ્ચે ઊભી રહી અને આ દુનિયામાં ના આવેલા તેના બાળક સાથે દુનિયાને અલવિદા કહી દીધું.

                                         
આ સ્ટોરી ઘણા બધાના દિલને અડી ગઈ પણ આપણે શું કર્યું  ! સોશિયલ મીડિયા પર સ્ટેટસ મુક્યા. ભાઈ, બધાને ખબર છે આ થયું કોઈએ તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી ? એની સાથે જે કૃત્ય થયું છે તેની માગી માગી? હું આ લખું છું ત્યારે પોલીસે એક આરોપીને પણ ઝડપી લીધો છે. પણ અફસોસ અમે તે મા-દીકરાને બચાવી ના શક્યા. આજે હું માનવજાત તરફથી આભાર નહી પણ માફી માગું છું. આપણને કોઈની જિંદગી છીનવવાનો કોઈ હક નથી. આશા છે કે, હાથણીને ન્યાય મળશે.
























Comments

Popular posts from this blog

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

હિમાલયના ખોળામાં

પ્રકૃતિ સાથે ગુફ્તગુ