Posts

તું, હું અને ઋષિકેશ

Image
"ફોરમ, તને પહાડ ગમે કે દરિયો?" "યાર, મીત આ પ્રશ્ન તો મીત ગમે કે મીત? આના જેવો છે...મને બંને ગમે પણ જેમાં તું સાથે હોય એ સૌથી વધારે ગમે." ઉત્તરાખંડ એટલે ભગવાનની નગરી કે જ્યાં દરેક ગલીમાં તમને આનંદ જ આવે, તમે હસવા ના ઇચ્છતા હો તો તેમ છતાં અહીં રહેતા લોકોના ચહેરાને જોઈને તમે આપોઆપ મલકાઈ જાઓ. ગયા વર્ષે અમારે ઉત્તરાખંડ મીતના દોસ્ત મોહિતના મેરેજ માટે જવાનું થયું હતું. એપ્રિલ મહિનામાં ત્યાં વરસાદ જોયો અને હાડ થીજવી દે તેવી ઠંડી, પણ ખબર નહીં અમે બંને ત્યાં એક પ્રોમિસ કરીને આવ્યા હતા કે ફોરમ કઈ પણ થાય દર વર્ષે આપણે ઉત્તરાખંડ આવીશું અને બસ અહીંના થઈને રહીશું. હું મારો તુંગનાથ-ચંદ્રશિલા ટ્રેક પૂરો કરીને આવી ત્યાં મીતે મને ઋષિકેશમાં સરપ્રાઈઝ આપી. પહેલાં તો મને એમ થયું કે 7 દિવસથી મીતને જોયો નથી એટલે મને આભાસ થાય છે કે શું! કેમ કે એરપોર્ટ પર મેં એકવાર પાછું ફરીને જોયું હતું , મને એમ કે મીતે મને બૂમ પાડી.   મા ગંગાને કિનારે બહુ જ મસ્ત સ્ટે મળી ગયો કે જેની બારીમાંથી 24 કલાક અમને મા ગંગાનો અવાજ સંભળાય છે. મીતે 2 દિવસ વર્ક ફ્રોમ ઋષિકેશ કર્યું અને હું એ કામ કરે ત્યારે ઋષિકેશને જોવા મ...

હિમાલયના ખોળામાં

Image
"પહાડ તમને જે શીખવે છે, તે બીજું કોઈ ના શીખવી શકે" ડિસેમ્બર મહિનામાં બધાના પ્લાન થતા હોય કે ચાલને રજાઓ લઈને ક્યાંક મસ્ત ફરવા જાઉં, આજકાલની ભાષામાં આપણે તેને બ્રેક કહીએ છીએ. સાચું કહું તો જીવનમાં સાચા ટાઈમ પર બ્રેક લેવો ખૂબ જ જરૂરી છે. હવે તમે જ વિચારો તમને એક બાઈક આપી દીધું અને તેમાં બ્રેક જ નથી તો? તમે ચલાવશો તો ખરા પણ તમે બ્રેક જ નહીં મારી શકો અને બસ ગાંડરિયા પ્રવાહની જેમ રોજ એકની એક જ વસ્તુ કર્યા કરશો. મારો બ્રેક એટલે મારો સોલો ટ્રેક- તુંગનાથ મંદિર અને ચંદ્રશિલા ટ્રેક. સોલો એટલે એકલા જવું એમ નથી થતું પણ સોલો એટલે તમે તમારી જાત સાથે જાઓ છો. તમે એકલા નથી પણ તમે તમારી પોતાની જ સાથે છો. જે માણસને પોતાની જ કંપનીમાં ક્યારેય કંટાળો ન આવે તો સમજી લેવું તે જીવનમાં કઈ પણ કરી શકે છે. તુંગનાથના પર્વતો વચ્ચે આવેલ આ મંદિરના નિર્માણ અંગે અનેક લોકવાયકા પ્રચલિત છે. પહેલી વાત એ કે માતા પાર્વતીએ ભોળાનાથને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે અહીં તપસ્યા કરી હતી. કહેવાય છે કે અહીં નંદીના રૂપમાં ભોળેનાથ ભગવાનના હાથ દેખાય છે. ત્યારબાદ પાંડવોએ અહીં ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે મંદિર બંધાવ્યું હતું. આ ...

કુદરતની કરિશ્મા: કોડાઈકેનાલ

Image
"છું કુદરતનું સંતાન, કુદરતના ખોળે બેસી, કુદરત સંગે રમું છું" કોડાઈકેનાલ, તમિલનાડુનું સ્વર્ગ કે જ્યાં વાદળો આખો દિવસ તમારી સાથે વાતો કરતા રહે છે. એટલી નીરવ શાંતિ કે 5 કિમી દૂર કોઈ વાત કરતું હોય તે આપણને સીધું સંભળાય. આવી જગ્યાએ અમે ઉજવ્યા અમારા જન્મદિવસ!! કોડાઈકેનાલનો પ્લાન એકદમ 2 કલાકમાં બની ગયો હતો, મીતની બર્થડે+મારી બર્થડે+અમારી એનિવર્સરી બધું 5 દિવસમાં લાઈનમાં આવે છે. બર્થડેમાં અમને મોંઘા ચટક રેસ્ટોરાંમાં, ઈસ્ત્રી ટાઈટ કપડાં બેસીને, 2000 રૂપિયામાં 5 ચમચી પાસ્તા સાથે બિસલેરી વૉટર પીવામાં કોઈ રસ નહોતો. અમે તો રહ્યા ભોમિયા, વહેતી નદીમાં મોં ડૂબાડીને પાણી પીવાવાળા માણસો !! કોડાઈકેનાલ અમને અત્યાર સુધીનું સૌથી સુંદર હિલ સ્ટેશન લાગ્યું કેમ કે અમે પ્રોપર સિટીમાં રોકાયા નહોતા, આ લોકેશન 2 વર્ષ પહેલાં ગુજરાતમાં જેમ અમે ડેડિયાપાડામાં રોકાયા હતા તેવું જ હતું. સિટી લાઈફથી દૂર. કે જ્યાં સૌથી ઊંચા પર્વત પર એક નાનકડું ઘર હોય. આ ઘરની બારીમાંથી સૂર્ય દેખાય, જે વાદળ સાથે થપ્પો રમી રહ્યો હોય. અમને લાગે છે અમે 4 દિવસમાં આખા વર્ષનો ઓક્સિજન અમારા શ્વાસમાં ભરી લીધો.  મારા પૂર્વ જર્નાલિસ્મના અનુભવથ...