Posts

Showing posts from October, 2026

સાસરિયેથી દીકરીનો લેટર

Image
આજે સવારે મેં રોજના રૂટિન પ્રમાણે ઘરે મમ્મીને વીડિયો કૉલ કર્યો, પણ રિંગ ના ગઈ એટલે મેં પપ્પામાં કર્યો. મમ્મીને ખબર પડી ગઈ કે ફોરુંનો જ છે એટલે એમણે ઉપાડ્યો.  હા બોલ ફોરું… હું જોવું છું મારી પરસેવે રેબઝેબ જલ્પાને…… જેમણે આજે દિવાળી કામના ભાગ રૂપે ડ્રોઈંગ રૂમ સાફ કરવાનું બીડું ઉપાડ્યું છે અને જોડે પપ્પા પણ મમ્મીને ભીનું પોતું, સર્ફ એક્સલવાળું અને ચોખ્ખું પાણી પાસ કરતા જાય છે. મને એમ થઈ ગયું કે….યાર, મમ્મી એકલી ઘર સાફ કરે છે. એક એવો સમય પણ હતો કે હું મમ્મીને હારોહાર દરેક દિવાળીના કામમાં મદદ કરતી. બેડ ખોલીને એનો બધો સામાન - ખાસ કરીને સાત પેઢીને ચાલે એટલા ગોદડાં. આ ગોદડાં જોઈને મમ્મી દર વખતે કહેતી, આ વખતે તો ફોરું કોઈ જરૂરિયાતને આપી દેવા છે. શું કરીશું આપણે આટલા બધા ગોદડાંનું?? અને જે દિવસે બેડ સાફ કરવાનો હોય એ દિવસે મને મજા આવી જાય કેમ કે એમાંથી નીકળે ખજાનો - મમ્મી-પપ્પાના લગ્નનો આલ્બમ, હું અને પર્વ નાના હતા ત્યારના બધા ફોટો. મમ્મીની જૂની સાડીઓ. મમ્મીનું પાનેતર, એમની બાંધણી, એમનું ઘરચોળું.. અને દર વખતે આમાંથી હોઈ એક સાડી પહેરીને તો હું ઘરમાં આંટો મારું જ.  (બાય ધ વે, આ ફોટામાં પા...