વર્ષ 2025 તારો દિલથી આભાર
એવું લાગે છે કે જાણે આંખના પલકારામાં તો વર્ષ 2025 પૂરું થઈ ગયું. ના, પણ આ આંખ પલકારામાં 2025 કેટ કેટલું શીખવાડી ગયું અને કેટ કેટલું ભૂલાવી પણ ગયું. 2025નું વર્ષ એટલે ભરપૂર રોલર કોસ્ટર. તું અને હું આપણે બંને આ વર્ષે સાથે જીવ્યા, હસ્યાં, રડ્યા, જમ્યા, લડ્યા અમે મન મૂકીને ફર્યા, જેમ ભોમિયો ફરે એમ. હું જયારે જાન્યુઆરી મહિનાથી લઈને અત્યાર સુધીના ફોટો જોતી હતી ત્યારે એમ થયું કે એવું લાગે છે કે 10 વર્ષની યાદો આવી ગઈ. આ વર્ષે આપણું સપનાનું ઘર બનાવ્યું. તારી અને મારી ડ્રિમ જોબના ઈન્ટરવ્યૂ ક્રેક કર્યા. હોટેલના બુકીંગ કે પછી કોઈ પણ આઈટનરી બનાવ્યા વગર બસ એક બેગ લઈને નીકળી પડ્યા. તને શરૂઆતમાં તો હું પાગલ લાગતી હતી કે " ફોરું, આવું થોડી હોય, પ્રોપર પ્લાનિંગ તો કરવું પડે ને યાર !! શું તું પણ !! હવે શું હાઈવે પર હોટેલ શોધવાની !! " અને સાચે આપણે અમદાવાદથી બેંગ્લોર રોડ જર્ની કરતા હતા ત્યારે રાતના 1 વાગે આપણે હાઈવે પર હોટેલ શોધતા હતા. સાપુતારાના અંધારાભર્યા જંગલમાં ઘૂસી ગયા હતા અને હનુમાન ચાલીસા સાંભળતા સાંભળતા એ જંગલ ક્રોસ કર્યું. અને ત્યાં આપણને દેખાયો દીપડો !!! શું દ્રશ્ય હતું એ !! હું...