Posts

Showing posts from April, 2026

લાઈફ લેટલી

Image
ભાગતો રહે. અરે તું ઊભો કેમ છે?? અરે થાક ખાવાનો અલાઉડ નથી. અરે થાક ખાઈશ તો બાકી બધાથી પાછળ રહી જઈશ. થંભી જઈશ તો રહી જઈશ. અને સાચું કહું તો હું અત્યારે થંભી ગઈ છું. સિગ્નલ પર નહીં પરંતુ મારી ગાડીને સાઈડમાં પાર્ક કરીને ઊભી રહી ગઈ છું. લેઑફ નામના ટ્રાફિક પોલીસે કહ્યું જે સોરી મેડમ, તમારી સફર અહીં જ અટકાવવી પડશે.તમે આગળ નહીં વધી શકો. આ આગળ નહીં વધી શકો એ તેણે જિંદગી માટે કહ્યું કે પછી જિંદગીના સફર માટે એ સમજાયું નહીં. મેં ઘણી બધી વાર સાંભળ્યું છે અને ખાસ કરીને તો મીતના મોઢે કે ફોરમ કંપનીએ આટલા લોકોને કાઢ્યા. આ કંપનીમાં ફાયરિંગ થયું. આ સાચે ડરામણું છે અને ત્યારે મને તે બધા માટે દુઃખ અનુભવાતું હતું અને આજે મને તે બધાને વળગીને ઈટ્સ ઓકે કહેવાનું મન થાય છે. "ફોરમ, તું આટલો બધો જીવ કેમ બાળે છે !! એ નોકરી તને ગમતી પણ નહોતી તેમાંથી તને ખાલી પચાસ હજાર મળતા હતા."  અને મીતની વાત પણ સાચી છે, હું તે નોકરીમાં પરાણે જતી હતી અને પછી મન દઈને કામ કરતી હતી. ટિયર-1 સિટીમાં રહેતા લોકોને ક્યારેય ખર્ચ ના પૂછવો જોઈએ.  બેંગ્લોરમાં મારી પહેલી જોબ વર્ક ફ્રોમ હોમ હતી, 2 વર્ષ હું ઘરેથી કામ કરીને કંટાળી ગઈ અને...